Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

વાઇબ્રન્ટ કલર,બેસ્ટ ચોઈસ

 
Source: Falguni Daraji   |   Last Updated 4:58 AM [IST](01/09/2010)
 
 
 
 
 
લગ્નમાં હંમેશાં બ્રાઇડ દરેક રીતે આકર્ષક અને આકર્ષણનું કેન્દ્ર બનવા માટે પ્રયત્નશીલ હોય છે. પરંતુ બ્રાઇડ માટે લગ્નના દિવસે સૌથી વધારે ખાસ ધ્યાન રાખવાની બાબત છે તેના ગાર્મેન્ટ. ફંકશન પ્રમાણે અને તે ક્યા સમયે અને કેવા સ્થળ પર છે તેના અનુરૂપ ગાર્મેન્ટની પસંદગી કરવાની હોય છે. અત્યારે નેટમાં જરદોશી વર્ક, ક્રિસ્ટલ વર્ક વગેરે જેવા વર્ક ખૂબ જ ડિમાન્ડમાં છે.

ફંકશન દિવસે હોય અને ઇન્ડોર હોય તો બ્રાઇટ કલર્સની પસંદગી કરવી જોઇએ અને જો રાત્રે ફંકશન હોય અને આઉટડોર હોય તો થોડા ડાર્ક કલરના ગાર્મેન્ટ પહેરવા જોઇએ. અત્યારે રાતના ફંકશનમાં ઇવનિંગ ગાઉનનો ટ્રેન્ડ પણ વધારે ચાલે છે તેમ ફેશન ડિઝાઈનર વિરલ દેસાઇએ જણાવ્યું હતું. આજે નેટનો ટ્રેન્ડ ખૂબ જ વધારે છે તેથી બ્રાઇડલ વેરમાં પણ નેટ વધારે ચાલે છે.

આ ઉપરાંત ડેકોરેટિવ બ્લાઉઝની ફેશન પણ વધારે છે તેમ જણાવતાં ખુશી શાહે ઉમેર્યું કે, વેલવેટનો પણ અલગ-અલગ રીતે ઉપયોગ કરીને સાડીની બોર્ડર બનાવવામાં આવે છે. તેની પર જરદોશી વર્ક કરવામાં આવે છે. આ સિવાય બ્લાઉઝમાં વચ્ચે પારદર્શક નેટ મૂકવામાં આવે છે જેથી વર્કનો ઉઠાવ આવે અને હાથ પણ દેખાય.

બોલિવૂડ ફેશન ડિઝાઈનર અબ્દુલ હલદરે બ્રાઇડલવેરના ટ્રેન્ડ અંગે કહ્યું કે, બોલિવૂડના ટ્રેન્ડ પ્રમાણે બ્રાઇડલ વેરનો ટ્રેન્ડ બદલાય છે. અત્યારે બ્રાઇડલ વેરમાં પિંક, પર્પલ, ઓરેન્જ, ગ્રીન વગેરે જેવા કલર્સ વધારે ચાલે છે. જેની પર જરદોશી, કુંદન, પીટા અને લખનઉ ચિકનકારી વર્ક કરવામાં આવે છે.

બ્રાઇડલ વેરમાં ક્રિસ્ટલ અને નેટના કાપડ

ગુજરાતમાં પણ હવે બ્રાઇડલ પાનેતરની જગ્યાએ લેંઘા અને ચણિયાચોળી પર પોતાની પસંદગી ઉતારતી થઇ છે. પાનેતરના કલરને લઇને જ ચણિયાચોળી અને લેંઘા બનાવવામાં આવે છે. તેથી થોડો ટ્રેડશિનલ લુક મળે છે. ફેશન ડિઝાઈનર સકિંદર નવાઝે કહ્યું કે, આજે નેટનો ટ્રેન્ડ ખૂબ જ વધારે ચાલે છે. પરંતુ નેટના કાપડ પર ક્રિયેટિવ વર્ક કરીને મેં બ્રાઇડલ વેરનું આફરા કલેક્શન બનાવ્યું છે. આ કલેક્શનમાં તમામ ગાર્મેન્ટ પર ક્રિસ્ટલ વર્ક કરવામાં આવ્યું છે. નાના-નાના ક્રિસ્ટલને કાપડમાં જડીને ડ્રેસ પર વર્ક કરવામાં આવ્યું છે. તેમાં વાઇબ્રન્ટ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગાર્મેન્ટ બ્રાઇડને ખૂબ જ રિચ લુક આપે છે.

ફાલ્ગુની દરજી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.