ફાઇન, હવે મોટા ભાગના લોકોને ટ્વિટર કઇ ચીડિયાનું નામ છે એ ખબર પડી ગઇ છે. લગભગ પોણું બોલિવૂડ અને હોલિવૂડ ટ્વિટર પર દરરોજ કશુંક ને કશુંક ટહુક્યા કરે છે. ટ્વિટરની લોકપ્રિયતાનું એક મોટું રહસ્ય એ છે કે તે મોટા ભાગના સ્માર્ટ ફોનમાંથી વાપરી શકાય છે. શરૂઆતનાં વર્ષોમાં ઓર્કુટ અને ફેસબુકની જેમ ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ્સમાંથી કમાણી કરવામાંથી ટ્વિટર દૂર રહ્યું પરંતુ હવે એ પણ ‘ફીચર્ડ ટ્વીટ’ના નામે કલદાર રળવા માંડયું છે. ટ્વિટરની લોકપ્રિયતાનો જ એક પુરાવો છે કે ગૂગલનાં સર્ચ રિઝલ્ટ્સમાં જે તે કી-વર્ડની રિયલ ટાઇમ ટ્વિટર અપડેટ્સ પણ સામેલ થઇ ગઇ છે. હવે, તો કોઇ પણ સાઇટ કે બ્લોગ પરથી સીધી જ ટ્વિટર પર લિંક મૂકવી હોય તો તેનું ‘ટ્વીટ’ નામનું બટન પણ સત્તાવાર રીતે ખુલ્લું મુકાયું છે.
એટલે જો આપને ટ્વિટર પર શું ચાલી રહ્યું છે, સેલિબ્રિટીઝ કે ફોર ધેટ મેટર, કોઇ પણ બે વ્યક્તિઓ એકબીજા સાથે શું ગપાટાં હાંકી રહી છે અથવા તો લોકોનો મૂડ શું છે, તે જાણવામાં રસ હોય, તો ટ્વિટર આધારિત કેટલીક સર્વિસની મુલાકાત લેવા જેવી છે. પહેલી છે, ‘બિટ્વીન.કોમ’ (http://bettween.com). ધારો કે, સિનિયર બરચન અને જુનિયર બરચન મતલબ કે પાપા અમિતાભ અને બેટા અભિષેક બંને એકબીજા સાથે ટ્વિટર પર શું ચોવટ કરે છે, એ વારાફરતી બેયના ટ્વિટર એકાઉન્ટમાં ગયા વિના જાણવું હોય તો? બસ, આ બિટ્વીન નામની સાઇટ પર જાઓ, ત્યાં લખેલા ‘ટ્રેક અ કન્વર્ઝેશન બિટ્વીન’વાળી લાઇન પછી આપેલા બે સર્ચ બારમાં આ બંને બાપ-બેટાના ટ્વિટર આઇડી નાખી દો એટલે તરત જ બંનેની વાતચીતનો રેકર્ડ હાજર!
બીજી સર્વિસ છે, ‘ટ્વિટર સર્ચ’. search.twitter.com પર જાઓ. અહીં આપને ગૂગલ જેવું એક સર્ચ એન્જિન નામે ટ્વિટર દેખાશે. એના સર્ચ બારમાં ભાતભાતના કી-વર્ડ એન્ટર કરવાથી અત્યારે- આ ક્ષણે ટ્વિટરજગતમાં શું ચાલી રહ્યું છે એની યાદી હાજર થઇ જશે અને સતત અપડેટ પણ થતી રહેશે. ટ્રાય કરવા જેવી છે!
ત્રીજી છે, wefollow.com. આમ તો હવે ખુદ ટ્વિટરે ફેસબૂક-ઓર્કુટની જેમ ફોલો કરવા યોગ્ય વ્યક્તિઓની યાદી આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ આ અમેરિકન સાઇટ આપને સંગીતકારો, ગાયકો, ફિલ્મી હસ્તીઓ, રાજકારણીઓ, ઉધોગપતિઓ, ખેલાડીઓ, ટેકનોક્રેટ્સ, લેખકો વગેરે પાર વિનાનાં લોકોની યાદી આપે છે. એમાંથી તમને ગમતી હસ્તીઓને ફોલો કરો અને એમની સાથે વરર્યુઅલી જીવવાનો આનંદ માણો!
પઢો, પઢાઓ, લાઇફ બનાઓ!
તમને ભાતભાતનાં અંગ્રેજી પુસ્તકો વાંચવાનો શોખ છે? તો readernaut.com નામની આ સાઇટની મુલાકાત સત્વરે લેવા જેવી છે. શું કહ્યું? આંગ્લભાષા સાથે ઝાઝું ફાવે એવું નથી? તેમ છતાંય અહીં એક આંટો તો મારવા જેવું છે જ. એકરયુઅલી, આ રીડર્સ સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. મતલબ કે વિશ્વભરના હજજારો વાંચનરસિયાઓ અહીં પોતે વાંચેલાં અથવા વાંચી રહેલા અથવા વાંચવા ધારેલાં પુસ્તકો વિશે જાતજાતની રસપ્રદ ચર્ચાઓ કરે છે અને માહિતી કે એનાં પાત્રો વિશે ગપાટાં હાંકે છે. કોઇ પુસ્તક ખરીદવાની ઇરછા થાય તો ઓનલાઇન બૂક શોપ ‘એમેઝોન.કોમ’ની લિંક પણ અહીંથી જ મળી રહેશે.
વેબસાઇટ વાંચો નહીં, સાંભળો
નોર્મલ વેબરસિયાઓ માટે ઇન્ટરનેટ આશીર્વાદરૂપ છે. પ્રજ્ઞાચક્ષુ લોકોએ પણ તેનાથી શા માટે વંચિત રહેવં પડે? જેમ કમ્પ્યુટરના દરેક કમાન્ડ અને સ્ક્રીન પર આવતી બધી જ માહિતી હવે કર્સર ફેરવવા માત્રથી ઓડિબલ એટલે કે સાંભળી શકાય એવી બને છે, એવું જ હવે ઇન્ટરનેટની બાબતમાં પણ શકય બન્યું છે. રોબોવોઇસ.કોમ (www.robovoice.com) નામનું આ પોર્ટલ એક ક્લિક સાથે તેનો પ્રોગ્રામ આપણા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. અહીં જતાંવેંત આપને ડાઉનલોડના બે ઓપ્શન અપાશે, તેમાંથી જરૂર પ્રમાણે એક પસંદ કરીને ઇન્સ્ટોલ કરી લીધા બાદ બ્રાઉઝરમાં કોઇ પણ વેબસાઇટ ખોલશો, એટલે આપ એ વેબસાઇટ સાંભળી શકશો! જસ્ટ ટ્રાય ઇટ આઉટ! બની શકે કે તે અંગ્રેજી સિવાયની સાઇટ્સ પર બરાબર કામ ન કરે, પરંતુ મોટા ભાગની સાઇટ્સ અંગ્રેજીમાં છે, એ જોતાં આ સુવિધા ઉરચારો શીખવામાં અને અંગ્રેજીમાં ઓછી ટપ્પી પડતી હોય અથવા તો વાંચવામાં કંટાળો આવતો હોય એવા લોકોને પણ ઉપયોગી બની શકે તેમ છે.
મુસાફિર હૂં યારોં
તમે દિવાળીમાં ક્યાંક વિદેશપ્રવાસે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો અથવા વિવિધ દેશોમાં ફરવાનું થતું હોય (લક્કી પીપલ!), તો જે તે દેશનાં રીત-રિવાજ, ભાષા અને અન્ય માહિતી જાણી લેવાં અત્યાવશ્યક છે. એટલે ટિકિટ બૂક કરાવીને ફટાફટ આ સાઇટ પર પહોંચો: www.kwintessential.co.uk. અહીં આ બધા ઉપરાંત બીજી પાર વિનાની ઉપયોગી માહિતી તમારી રાહ જોઇ રહી છે. બીજી એક સાઇટ પણ પગમાં પદ્મ ધરાવતાં એટલે કે સતત ફરવામાં રસ ધરાવતા લોકોએ અચૂક જોવા જેવી છે. globetrooper.com નામની આ ‘ટ્રાવેલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ’ પર તમને તમારા જેવો પ્રવાસરસ ધરાવતા લોકો મળી રહેશે. અહીં ફસ્ર્ટ હેન્ડ ટ્રાવેલોગ ઉપરાંત ક્યાં ફરવા જવું, કેવી રીતે જવું, ત્યાં શું શું ઘ્યાનમાં રખવું, ત્યાં ગયા પછી કેવોક કલ્ચરશોક લાગે એમ છે, તમારા જેવા લોકો સાથે મળીને કોઇ અનોખી ટિ્રપ (મોટરસાઇકલ, બાયસિકલ, ટ્રેકિંગ, વાઇલ્ડલાઇફ, સેઇલિંગ, સ્કીઇંગ, સ્કૂબા ડાઇવિંગ વગેરે) પ્લાન કરવી હોય તો શું કરવું વગેરે ભાતભાતની રસપ્રદ માહિતી અહીં ઉમેરાતી રહે છે. આ સાઈટની વિઝિટ મસ્ટ છે!
ચીનના ઇન્ટરનેટ સર્ફિંગનો જાતઅનુભવ લેવો છે?
ચીનમાં ઇન્ટરનેટ પર કેવી આકરી પાબંદી છે અને ગૂગલને ચીન સરકાર સામે વાંધા પડે છે એ પ્રકારના સમાચારો આપણા વાંચવામાં આવતા રહે છે પરંતુ એકઝેકટ્લી ચીનમાં સર્ફિંગ કરતાં હોઇએ, તો કેટલી અને કેવી સાઇટો ખૂલે, કેવી ન ખૂલે એનો ફસ્ર્ટ હેન્ડ એકસપિરિયન્સ લેવો હોય, તો www.chinachannel.hk નામના ઠેકાણે જઇને મોઝિલા ફાયરફોકસનો ‘ચાઇના ચેનલ’ નામનો એક નાનકડો પ્રોગ્રામ ડાઉનલોડ કરી જુઓ. હા, એ પછી તમે ‘ટિઆનનમેન સ્કવેર મેસેકર’ કે ‘ફ્રી તિબેટ’ જેવી માહિતી સર્ચ કરો . આ બધું ખુદના જોખમે કરવું. કોઇ દિવસ કોઇ ચીંગ ચોંગ પ્રકારનાં નામ ધરાવતાં લોકો તમારા ઘરે ટિંગટોંગ કરતાં આવી ચડે અને તમારું ડિંગડોંગ કરી નાખે, તો અમને બ્લેમ ના કરતાં! અરે બાબા જસ્ટ જોકિંગ, ટ્રાય કરી જુઓ, આપણા દેશમાં કેટલી સ્વતંત્રતા છે, એનું મૂલ્ય સમજાઇ જશે!