જાપાનના સંશોધકોએ વિશ્વનું સૌપ્રથમ ટચસ્ક્રીન ૩-ડી ટીવી બનાવ્યું હોવાના દાવો કર્યો છે. આ ટીવીમાં તસવીરો જીવંત દેખાવા ઉપરાંત દર્શકો તેને સ્પર્શ કરીને અંદરનાં પાત્રો વાસ્તવમાં તેમની નજીક હોય તેવો અનુભવ કરી શકશે.
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ ઈન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં વરિષ્ઠ વિજ્ઞાની નોરિયો નાકાસુરાએ જણાવ્યું હતું કે કેકનાં દ્રશ્યોને સ્પર્શ કરવાથી હાથ લપસતો હોય તેવો અહેસાસ થશે.
વેબસાઈટ ફાયસોર્ગના જણાવ્યા અનુસાર આ પ્રકારના ટીવીના કોમર્શિયલ ઉત્પાદનની હાલ કોઈ યોજના નથી. તેને મેડિકલ સાયન્સ ક્ષેત્રે ઉપયોગમાં લેવાશે જ્યાં સર્જન ઓપરેશન પહેલાં સમગ્ર કાર્યવાહીનો આ ટીવીના માધ્યમથી અભ્યાસ કરી શકશે.