ઉંદરાના ખેડૂતે ખેતરના શેઢે સાગના ૩૦૦ રોપા ઉછેર્યા : એક જ રોપાથી ૪૦ હજારની આવક
કાંકરેજ અને પાટણ તાલુકાને અડીને આવેલા ઉંદરા ગામના એક ખેડૂતે તેમના ખેતરના શેઢે ઈમારતી વૃક્ષ ૩૦૦ સાગના રોપા ઉછેરી લાખો રૂપિયા કમાવાની તક ઉભી કરી છે.
ઉંદરા ગામના પ્રગતિશીલ ખેડૂત વાલજીભાઈ દેવણભાઈ મિસ્ત્રીએ પોતાની જમીનના શેઢે ઈમારતી વૃક્ષ સાગના ૩૦૦ થી પણ વધારે રોપા વાવ્યા છે અને તેનો સારો એવો ઉછેર પણ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર શિહોરી ખાતે આવેલ ધરતી પ્લાન્ટ બાયોટેક શાખાના કનુભાઈ જોષી ðારા અને ખેતરના શેઢાની પડતર જમીનમાં સાગની ખેતી કરવાની સલાહ આપી હતી આથી ખેતરના શેઢાનો સદ્દઉપયોગ કરી મલબારી સાગના ૩૦૦ રોપા લાવ્યા હતા.
આ રોપાની વાવણી કર્યા પછી એક છોડની લંબાઈ મહિનામાં એક ફૂટની વધે છે અને તે લગાતાર બે વર્ષ સુધી તેની ઉંચાઈ વધશે અને ત્યારબાદ આઠ વર્ષ સુધી થડનો ધેરાવો થાય છે. અને દસ વર્ષે તેની કાપણી આવે છે. જેમાં પહેલુ કટિંગ ઓછામાં ઓછુ પચ્ચીસથી ત્રીસ ફૂટ ઘનફૂટ લાકડું આપે છે.જેની હાલની બજાર કિંમત પ્રમાણે મલબારી સાગનો ભાવ પ્રતિ ઘનફૂટ R ૧૨૦૦ થી ૨૦૦૦ સુધીનો છે. જે પ્રમાણે એક રોપો પ્રારંભે જ R ૪૦ હજારથી વધુની આવક આપે છે.
આ અંગે કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર જેવી રીતે દેશી કપાસમાંથી બીટી કપાસ બનાવ્યો તેથી જ રીતે દેશી સાગમાંથી બીટી સાગ બનાવવામાં આવ્યું છે. જેના ત્રણ પ્રકાર છે. દેશી, કલમી, બીટી .દેશી સાગનું કટિંગ આવતા ઓછામાં ઓછા ૪૦ વર્ષ થાય છે, કલમી સાગનું આયુષ્ય ૨૮ વર્ષનું છે આ સાગને તમામ પ્રકારની ટેસ્ટમાંથી પસાર કરવામાં આવ્યું છે અને તેને એન્ટી રસી આપવામાં આવે છે.
મલબારી સાગ ૨૮ વર્ષમાં ત્રણ વાર પૈસા આપે છે
મલબારી સાગ પ્રથમ વખત દસ વર્ષે કટીંગ થાય છે અને ત્યારબાદ નવ-નવ વર્ષ કટિંગ થાય છે એમ ટોટલ ૨૮ વર્ષમાં ત્રણ વખત કાપવા લાયક થાય છે .મલબારી સાગના ૧૦૦ રોપા એક ખેડૂત ઉછેરે તો હાલના ઘનફૂટના ભાવ ભાવ પ્રમાણે તે સો રોપાની કિંમત દસ વર્ષે બાદ ૨૦ થી લાખથી પણ વધી જાય છે.