શિક્ષણના ક્ષેત્રે વિપુલ તકો હોવા છતાં ક્યાંક કોઈક એવી બાબત છે જે લોકોને દ્વિધામાં નાખી રહી છે, ક્યાંક મંદીનો ડર છે તો ક્યાંક સ્થાનિક સંસ્થાનોનું આકર્ષણ અથવા તો ક્યારેક વોકેશનલ કોર્સઝિ બાજી મારી જાય છે. ગેટ-વે કન્સલટન્સીના ચફિ એક્ઝિકયુટિવ ઓફિસર તરંગ પટેલ સાથેની વાતચીત પછી આવી કેટલીય ગૂંચવણો અને મૂંઝવણોના ઉકેલનું સ્પષ્ટ ચિત્ર નજર સામે આવે છે
હાલમાં શિક્ષણ ક્ષેત્રે શી સ્થિતિ છે?
છેલ્લા કેટલાક સમયથી શિક્ષણનો તખ્તો પલટાયો છે. કન્સલટન્ટથી માંડીને એજ્યુકેટર્સ મુંઝવણમાં છે. એવું લાગે કે જાણે લોકો શિક્ષણથી દૂર થઈ રહ્યાં છે. વોકેશનલ કોર્સ હોય કે સામાન્ય ભણતર વિદ્યાર્થીઓનો ફ્લો જ જાણે ઘટી ગયો છે. મારી ધારણા મુજબ એક મંદી અને બીજું સારા સરકારી સંસ્થાનોની પોતાના જ શહેરમાં સ્થાપના, આ બે મુખ્ય કારણોને પગલે આ સ્થિતી થઇ હોય તેમ બને. વળી ફોરેન એજ્યુકેશનના ક્ષેત્રે વિઝા માટેના નિયમો કડક બન્યા છે માટે હવે ત્યાં જવામાં સાર નથી તેમ વિદ્યાર્થીઓ માને છે પણ તે સાચું નથી.
ફોરેન એજ્યુકેશનની તરફેણ શા માટે?
ભારતમાં શિક્ષણ સારું જ છે. પણ વિદેશ જવાથી વ્યક્તિ માત્ર ડિગ્રી મેળવે છે તેમ નથી તેને વૈશ્વિક સ્થિતિનો જાતે જોયેલો ચિતાર, સમજણ અને સ્વતંત્રતા આપે છે. સોશિયલી કે પ્રોફેશનલી વ્યક્તિને બહુ મોટી ફલક જોઇતી હોય તો ફોરેન એજ્યુકેશન સૌથી સારો વિકલ્પ છે. મલ્ટિનેશનલ્સમાં પણ ફોરેન એજ્યુકેટેડ લોકોને પહેલા પસંદ કરાય છે. કારણ કે તેમનામાં વૈશ્વિક રીતભાત કેળવાઈ ચૂકી હોય, માર્કેટ હોય કે કોઇપણ બિઝનેસ હોય તેનું પણ તેને એક જ પ્રકારનું જ્ઞાન ન હોય પણ ગ્લોબલ જ્ઞાન હોય.
આજકાલ ફોરેને એજ્યુકેશનમાં શું નવા કોર્સ પ્રચલિત છે?
એમબીએ, એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, હેલ્થ કેર, એડ્વાન્સ લેવલ એન્જિનિયરિંગ જેમ કે રોબોટિક્સ કે જિનેટિકસ, કોમ્પ્યુટિંગ, મિડીયા જેવા ક્ષેત્રમાં આગળ વધવા વિદેશ જનારાઓની સંખ્યા મોટી છે.
ફોરેન એજ્યુકેશન માટે ક્યા દેશો પર પસંદગી ઉતરે છે?
ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને યુએસએ, યુકે-કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા અને છેલ્લા ક્રમાંકે ન્યુઝિલેન્ડ પસંદ છે. આજકાલ ટુરિઝમ કે હોસ્પિટાલિટી માટે સિંગાપુર તરફ પણ લોકો વયાં છે કારણકે ત્યાંથી તો ટ્રાન્સફર પ્રોગ્રામનો લાભ મળતાં અન્ય દેશોમાં કામ કરવાનો અનુભવ પણ મળી શકે છે.
વિઝાના નિયમોમાં આવેલા ફેરફારો અવરોધરૂપ છે?
વિઝાના નિયમોમાં જે બદલાવ છે તે એક રીતે સારા છે. કારણ કે અગાઉ વિદેશ જવું હોય તો વિદ્યાર્થી બનીને સ્ટુડન્ટ વિઝા પર ઘૂસી જવાનું, એવી માનસિકતા હતી. હવે વિઝા માટેના જે પણ બદલાવ થયા છે તેને કારણે માત્ર ભણવાના આશયથી વિદેશ જવા માંગનારાઓની સંખ્યા વધશે. ‘જેન્યુઇન સ્ટૂડન્ટ લોટ’ને જ વિદેશ જવા મળે તે માટે આ પરિવર્તનો છે જે અવરોધરૂપ જરાય નથી.
યુકેમાં કોલેજો બંધ થવી વગેરેને કારણે નકારાત્મક અસરો થાય છે?
જે લોકો માત્ર વિદેશમાં પગપેસારો કરવા ત્યાં ગયા છે તેમને દરેક પ્રકારની નકારાત્મક બાબતો નડવાની જ છે. વિદેશમાં જોબ્ઝ ન હોવી કે કોલેજો બંધ થવી જેવી સમસ્યાનો સામનો બોગસ એજન્ટની મદદથી બોગસ કોલેજમાં પ્રવેશ મેળવનારાઓએ કરવો જ રહ્યો. રંગભેદની નીતિની વાત કરીએ તો હું કહીશ કે જેટલું ભારતમાં રેસઝિમ છે એ ટલું ત્યાં છે, બાકી કોઈ અહીંથી ગયેલી વ્યક્તિ વગર કારણની સમસ્યામાં ના ફસાય તો બધું સમુંસૂતરું જ પાર ઉતરે છે. તમારો ધ્યેય વિદેશ જઈને શિક્ષણ મેળવવાનો હોવો જોઇએ ત્યાં જઇને સમાજ પરિવર્તનનું કામ શામાટે કરવું.
વિદેશ જઈને ભણવાનું મોંઘું પડે?
ભારતમાં તમે કોઇ કોર્સ પાછળ જેટલા ખર્ચા કરો લગભગ એ ટલો જ ત્યાં પણ થતો હોય છે. હા રહેવાનો કે ત્યાં જવાનો જે ખર્ચ છે તે સંભાળવો રહ્યો પણ તે એ ટલો તો નથી જ કે મેનેજ ના કરી શકાય. તમામ નેશનલાઇઝ્ડ અને મલ્ટિનેશનલ બેંકમાંથી સારી સવલતો સાથે એજ્યુકેશન લોન મેળવીને વિદેશ જઇ શકાય છે