ટેરો કહે છે: સપ્ટેમ્બર મહિનામાં મોટું વિચારવાનાં અને ખુદના નિર્ણય મુજબ આગળ વધવાનાં સમૃદ્ધ પરિણામો મળશે. વધુ વિલંબ વગર તમે ચોક્કસ પગલાં લેશો તો નોંધપાત્ર વિકાસ નક્કી છે. વ્યવસાયી રીતે તમારું સ્થાન ઘ્યાનાકર્ષક રીતે મજબૂત થશે.
રાશિ કહે છે: આવક વધશે. બધી સમસ્યાઓનો ઉકેલ શોધી શકશો. લંબાતા જતા પ્રોજેકટ્સ સુખપૂર્વક પૂરા થશે. સંતુલિત આહાર લેવો. તમારી કંપની રિ-લોન્ચ કરવી હોય કે એને માટે બરાબર પ્રચાર કરવો હોય તો એ માટેનો યોગ્ય સમય છે.
શુભ દિવસ: ગુરુવાર, શુભ રંગ: મટોડિયો, પીળો, બદામી
વૃષભ: ૨૧ એપ્રિલથી ૨૧ મે
ટેરો કહે છે: કામ પડકારરૂપ બનવા છતાં તમે પહોંચી વળશો. સર્જનાત્મક રીતે તમને વધુ ઊંચાઇ પર લઇ જાય એવાં કામ પર જ ઘ્યાન આપજો. નવી તકો શોધવા માટે શ્રેષ્ઠ મહિનો. તમારા માટે સ્કાય ઈઝ ધ લિમિટ છે. વેપાર અને આર્થિક બાબતોમાં હઠપૂર્વકની મહેનત ધાર્યા કરતાં વહેલાં પરિણામો અપાવશે.
રાશિ કહે છે: સમય ઓછો અને કામ વધુ હોવાને કારણે તમે ખૂબ વ્યસ્ત રહેશો. લક્ષ્ય સિદ્ધ કરવા ઘણો ઓવરટાઇમ કરવો પડશે. પડદા પાછળની પ્રવૃત્તિથી નુકસાન થવાની અને નામ બગડવાની સંભાવના છે. એટલે બધાં કામ-સોદા અત્યંત સાવધાનીથી કરવાં.
શુભ દિવસ: બુધવાર, શુભ રંગ: લીલો, બદામી, જાંબુડિયો
મિથુન: ૨૨ મેથી ૨૧ જૂન
ટેરો કહે છે: વિજેતા બનવાના ગુણ તમારામાં છે એ તમે પુરવાર કરી શકશો. સારાં પરિણામો જલદી મળશે. અંદરની સ્થિતિથી માહિતગાર જ રહેવું, જેથી નડતરરૂપ પ્રશ્નોને ઊગતા જ ડામી શકાય. વેપાર અને આર્થિક બાબતોમાં નવા રસ્તા શોધજો. નવા વિકલ્પ અજમાવવા જેવા છે.
રાશિ કહે છે: નાણાંપ્રવાહ ચાલુ રહેશે. પ્રવાસ, વેપાર, સંબંધો, સંદેશ-વ્યવહાર અને પરિવહન તમારી સફળતાના કેન્દ્રમાં રહેશે. કુટુંબની વ્યવસ્થા તમારો ઘણો સમય લઇ લેશે. તમે સૌને ખુશ કરી શકશો. તમે હવે આરામ ફરમાવી શકશો અને જીવનની સારી બાજુઓને માણી શકશો.
શુભ દિવસ: સોમવાર, શુભ રંગ: બદામી, ભૂરો, લાલ
કર્ક: ૨૨ જૂનથી ૨૩ જુલાઇ
ટેરો કહે છે: વ્યવસાયી બાબતોમાં નવું જોર લગાડવા પર ઘ્યાન આપવું પડશે. તમે પ્રયોગાત્મક સ્તરે કંઇક નવું કરવા પ્રેરાશો. વેપાર અને આર્થિક બાબતોમાં નફો વધશે. નવા કાર્યક્ષેત્રમાં પ્રવેશવા તમારી પાસે વધુ વિકલ્પ રહેશે.
રાશિ કહે છે: તમે નવી નોકરીમાં બઢતી દ્વારા જીવનમાં આગળ વધવા ઈશ્વરને પ્રાર્થના કરશો અને એ તમારી વાત સાંભળશે પણ ખરો. શ્રદ્ધાપૂર્વક પોતાની ફરજ બજાવે એની પર ઇશ્વરની કૃપા થાય જ છે. તમારામાં એટલાં શ્રદ્ધા-સમર્પણ છે કે એ તમને આર્થિક જગતના રાજવી બનાવી શકે છે.
ટેરો કહે છે: નવી યોજના પાટે ચડે અને નવી જરૂરિયાતો સાથે મેળ બેસે એ તમારી મુખ્ય ચિંતા છે. તમે મનોમંથન પણ કરશો. એ કર્યા પછી તમે જે નિર્ણય લેશો કે વચન આપશો. બીબાંઢાળ રહેવાને બદલે સ્થિતિસ્થાપક રહેવું. આર્થિક બાબતોમાં નવી તક સામે આવે એવો સંભવ છે.
રાશિ કહે છે: તમારી તાકાત તમારા અંકુશમાં હોવાથી લક્ષ્યો સિદ્ધ કરવા તમામ પ્રયાસ કરી શકશો. જરૂરતમંદો માટે તમે સમય ફાળવજો, પછી એ માંદાં મા-બાપ હોય, બીજા વડીલો હોય કે મિત્રો હોય - બધાની પીડા દૂર કરવાની જાદુઇ શક્તિ તમારામાં છે. તમારી લોકપ્રિયતા વધશે. કામમાં માનપાન મળશે.
ટેરો કહે છે: પૂરા જોશ સાથે આગળ વધતી વખતે બિનજરૂરી ઉતાવળ ન થઇ જાય એનું ઘ્યાન રાખશો. તમારો પસંદ કરેલો રસ્તો કુનેહ વધારવામાં અને તમારાં હિત આગળ ધપાવવામાં ઉપયોગી બનશે. આવેશમાં આવીને તત્કાળ કરેલું રોકાણ ખૂબ જ લાભદાયી બનશે.
રાશિ કહે છે: સંપત્તિ વધશે અને ભેગો પ્રણય પણ ચગશે. તમે જીવનમાં આગળ વધી શકશો. તમે સુખી હશો તો બધા સ્તરે પહેલાં કરતાં બહેતર કામ કરી શકશો. તેનાથી તમને અને કંપનીને, બન્નેને લાભ થશે. પૈસા બનાવવા માટેનો સારો સમય.
ટેરો કહે છે: તમારી ક્ષમતા વધારી શક્તિના ઉપયોગના રસ્તા શોધી શકશો. ઝડપથી અને વધુ જોશ સાથે આગળ વધવું લાભદાયી બનશે. ચવાયેલા દ્રષ્ટિકોણવાળા લોકોના અભિપ્રાય ન સાંભળવા. આર્થિક બાબતોમાં નિષ્ણાતનો સંપર્ક સાઘ્યા વગર જ તમે કેટલાક નિર્ણય લઇ શકશો.
રાશિ કહે છે: બધું વિલંબમાં પડે એવો સમય છે. નવાં કાર્યો અંગે તમારો નિર્ણય ખોટો પડી શકે એમ છે, એટલે યોગ્ય વિચારણા અને વ્યવસ્થિત આયોજન જરૂરી છે, તમારી કોઠાસૂઝ બરાબર રસ્તો કાઢશે અને સારાં આર્થિક વળતર સાથે તમે આગળ વધી શકાશો.
ટેરો કહે છે: વ્યવસાયી પ્રગતિ નવા સ્તરે પહોંચશે. છેલ્લી મિનિટની માગણીઓ કે અવરોધો તમારો રસ્તો નહીં ફંટાવે. પરિણામે તમારો દેખાવ સરેરાશ કરતાં ચોક્કસ બહેતર રહેશે. તક માટે આંખો ખુલ્લી રાખો. નવા ક્ષેત્ર કે સોદામાં આગળ વધતાં પહેલાં લાભાલાભનો બરાબર વિચાર કરો.
રાશિ કહે છે: તમારે આરામ કરતાં શીખવું પડશે, નહીં તો ધનપતિ બનવાની દોટમાં તમે હોસ્પિટલ ભેગા થઈ જશો. કુટુંબ સાથે મિનિ વેકેશન માણવા ઊપડી જાઓ. ઘરે પણ સંગીત સાંભળતાં કે ડીવીડી પર સિનેમા જોતાં આરામ કરી શકો. સંતાનો તરફથી સારા સમાચાર મળશે.
શુભ દિવસ: મંગળવાર, શુભ રંગ: મરૂન, બદામી, ધેરો લાલ
ધન: ૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ટેરો કહે છે: આ મહિને તમે ધીમી પણ નિશ્વિત પ્રગતિ સાધી શકશો અને મહત્ત્વાકાંક્ષી નવી યોજના પણ બનાવી શકશો. પૂરી તાકાતથી આગળ વધવા પહેલાં તમારા અગ્રક્રમો નક્કી કરી લો. જેથી લાંબા સમય સુધી લાભ મળતા રહે. ભવિષ્ય માટે સુંદર પાયો ચણી શકશો.
રાશિ કહે છે: તમારા બજેટને કાબૂમાં રાખો, નહીં તો તમે અને તમારી કંપનીને સખત નાણાંખેંચનો સામનો કરવો પડશે. મિલકત અને કાનૂની બાબતો ઘણો સમય ખાઇ જશે. પીઠનો દુખાવો, અસ્થમા અને પેટની તકલીફો અંગે પણ સાવધ રહેવું. તમે નવું ઘર કે ઓફિસ કદાચ ખરીદશો.
ટેરો કહે છે: તમારી કામગીરી તમે કેટલી સુધારો છો એના પર તમારા પ્રભાવનો આધાર રહેશે. તમારી શક્તિઓ-તમારાં કાર્યને તમે કેવા પેકેજમાં મૂકો છો એ તમારી પ્રતિષ્ઠા નક્કી કરશે. વેપાર અને આર્થિક બાબતોમાં તમારું સ્થાન મજબૂત બનાવવાની એક કરતા વધુ તક મળશે.
રાશિ કહે છે: વિચાર વાસ્તવ બનશે અને સપનાં સાકાર થશે. આર્થિક બાબતોમાં ગ્રહો તમારી તરફેણમાં છે. તમારા બોસ અને સાથી કર્મચારીઓ સંતુષ્ટ થશે. તમે જે ઇનામ-આદરને લાયક છો એ તમને મળશે. નવા વિચારો પ્રત્યે ખુલ્લું મન રાખવાની ખાસ સલાહ છે.
શુભ દિવસ: શનિવાર, શુભ રંગ: રાખોડી, બદામી, પીળો
કુંભ: ૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ટેરો કહે છે: આકરી મહેનત અને નવાં પ્રકારનાં કામો તમને ઘણી રીતે લાભ અપાવશે. તમે તરત જ ખપમાં લઈ શકો એવી શક્તિ એકત્ર કરવામાં આ બધાથી મદદ મળશે. પરિણામે આગામી કાર્ય-પ્રવૃત્તિ માટે તમે નક્કર રીતે આગળ વધી શકશો. નવાં રોકાણો અને સોદા લાભદાયી બનશે.
રાશિ કહે છે: મા-બાપ, સાસરિયાં, વડીલોની નિવૃત્તિ અને નવી યોજનાઓ પર તમારું લક્ષ્ય રહેશે. પ્રવાસ તમારો ઘણો સમય લઇ લેશે, પણ એથી તમે નવા, લાભદાયી અને લાંબા ગાળાના સંપર્ક બનાવી શકશો. કદાચ તમે કાયમી વસવાટ માટે વિદેશ પણ જાઓ.
શુભ દિવસ: શુક્રવાર, શુભ રંગ: લીલો, બદામી, ભૂરો
મીન: ૨૦ ફ્રેબ્રુઆરીથી ૨૧ માર્ચ
ટેરો કહે છે: પડકારો ઝીલવાથી તમારી ક્ષમતા પુરવાર થશે. આગળના તબક્કે તકલીફો ઊભી થવાનો સંભવ હોવાથી કામમાં અડધે પહોંચ્યાં પછી વધુ સાવધ રહેજો. મહત્ત્વના માણસ પાસેથી ખાતરી મેળવવા ચોખ્ખી વાત કરી લેજો. વેપાર અને આર્થિક બાબતોમાં તમે કેટલાંક લક્ષ્યો સિદ્ધ કરવાની નજીક પહોંચશો.
રાશિ કહે છે: ફંડિંગ, રેન્ટલ, બિઝનેસ સોદા તથા પાર્ટી સર્કિટમાં વ્યક્ત રહેશો. તમને તમારા આકરા પરિશ્રમમાં મજા આવશે. પ્રગતિ માટે સારો સમય. વ્યવસાયી રીતે તમે ઇરછો છો એ સિદ્ધ કરી શકશો. તમારે વધુ કલ્પનાશીલ અને સાહસિક બનવું પડશે.
શુભ દિવસ: બુધવાર, શુભ રંગ: લીલો, બદામી, ગુલાબી
રાશિ વિશેષ
કન્યા
૨૪ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ભાગ્ય તમને પૂરતી તક આપશે. સફળતાની ચાવી તમારા હાથમાં હોય ત્યારે તમે જેની ખેવના રાખી હોય એમાં આગળ વધો એ તમારાં જ હિતમાં છે. જોકે, તમારે ભરપૂર પ્રયાસ કરવા પડશે. તમને સલાહ એ છે કે પરિસ્થિતિને તમારી તરફેણમાં મરોડો, તમારી ખાસ ક્ષમતા અને નિપુણતાને કામે લગાડો, તમારા પ્રયાસનું વધુ ચતુરાઇથી સંકલન કરો, તમારા સંપર્કનો વ્યવસ્થિત રીતે લાભ મેળવો. વિશ્વાસુ લોકો સાથે નવી બાબતો ચર્ચતા રહો. વેપાર અને આર્થિક બાબતોમાં લાંબા ગાળાના લાભને બદલે ટૂંકા તેમ જ મઘ્યમ ગાળાના લાભ પર ઘ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ, રોમાન્સ અને સુખનાં ક્ષેત્રે નવી સમજણ સમસ્યા ઘટાડશે અને કોઇ ખાસ વ્યકિત સાથે સંબંધો સુધારશે. નવું આકર્ષણ પેદા થાય એ પણ શક્ય છે.