અહીંની ફ્રોનહોપર ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાની એવા કપડાં તૈયાર કરી રહ્યા છે જેમાં સેન્સર લાગેલા હશે. તેનાથી કારની સીટના કવર બનાવવાથી તે ડ્રાઇવરની અનુકૂળતા પ્રમાણે બંધબેસશે. ઉપરાંત એ પણ બતાવશે કે ડ્રાઇવરને ઊંઘ તો નથી આવતી.
આ વસ્ત્ર કારની છત, સીટ બેલ્ટ અને સ્ટિયરિંગ પર પણ લાગેલાં હશે. આ વસ્ત્રમાંના સેન્સર દિલની ધડકનો, શ્વાસની ગતિ અને ડ્રાઇવરના મગજની સ્થિતિને માપી શકશે. જેથી જેવું ડ્રાઇવરને ઝોકું આવશે કે તુરંત જ સીટ બેલ્ટ વાઇબ્રેશન કરવા લાગશે. તેનાથી ડ્રાઇવર સતર્ક થઇ જશે.
આગામી બે વર્ષમાં આ ટેકનિક બજારમાં આવી જશે તેવી આશા છે.