સાન્યો કંપનીએ ખિસ્સામાં સમાઈ જાય તેવો દુનિયાનો પ્રથમ પોકેટ કેમકોર્ડર રજૂ કર્યો છે. તેમાં સ્ટીરિયો માઈક, બે ઇંચનો એલસીડી, ૧૦ એમપી રિઝોલ્યુશન, ફ્લેશ એસડી કાર્ડ સપોર્ટ અને એચડીએમઆઈ આઉટપુટ છે. તેમાં શૂટ કરવામાં આવેલી મૂવીને તમે ૩૦ ફ્રેમ પ્રતિ સેકન્ડની દરે એચડીટીવી પર જોઈ શકશો. તેની કિંમત ૧૭૦ ડોલર છે.