બજારમાં મળતા સંખ્યાબંધ ટચ સ્ક્રીન એમપી-૩ પ્લેયર્સમાં સેનડિસ્ક ફ્યૂઝ પ્લસ લઈને આવ્યું છે. તેમાં ટચ સ્ક્રીન નથી પણ ડાયરેક્શનલ પેડ્સ લાગેલા છે. આ ઉપરાંત તેમાં એફએમ રેડિયો, ૩૨ જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી અને ૨૪ કલાક સુધી ચાલી શકે તેવી બેટરી છે. તેમાં વીડિયો પણ જોઈ શકાય છે. તેની કિંમત ૭૯થી ૧૧૯ ડોલર(રૂ. ૩૭૧૭-૫૬૦૦) સુધીની છે.