એપ્પલ આઈપેડના સૌથી કટ્ટર સ્પર્ધક ગણાતા સેમસંગ ગેલેક્સી ટેબલેટ પીસીનું આ અઠવાડિયે લોન્ચિંગ થવાનું છે. તેમાં એન્ડ્રાયડ ઓએસ સાથે ૩-જી કનેક્ટિવિટી, વાઈ-ફાઈ, ૧૬:૧૦ સ્ક્રીન રેશિયો અને ફ્રન્ટ ફેસિંગ કેમેરો છે.
આ ઉપરાંત તેમાં એસડીએચસી મેમરી કાર્ડ અને ટીવી માટે ડીએમબી ટ્યુનર પણ છે. તેની કિંમત જર્મનીના આઈએફએ એક્સ્પોમાં જાહેર કરવામાં આવશે.