ડેનમાર્કના બે ઇજનેરે દુનિયાના સૌપ્રથમ સ્વનિર્મિત રોકેટ દ્વારા અંતરિક્ષમાં જવાનું નક્કી કર્યું છે. બન્ને ઇજનેર ડેનમાર્કની કંપની સબઓર્બિટલ્સના સંચાલક છે. આગામી સપ્તાહે આ રોકેટનું બાલ્ટિક સમુદ્રમાં એક સબમરીન દ્વારા પ્રેક્ષપણ કરવામાં આવશે.
લગભગ નવ મીટર લાંબા આ રોકેટથી માત્ર એક વ્યક્તિ જ અંતરિક્ષમાં જઇ શકશે. તે માટે રોકેટમાં એક કેપ્સૂલ બનાવાઈ છે. તેમાં હોટચ બૂસ્ટર લગાવેલાં છે. દ્રવિત ઓક્સિજનને ઇંધણના રૂપમાં સળગાવવાથી રોકેટમાં ૪૦ કિલોનોટ પ્રતિ સેકન્ડની શક્તિ મળશે. આ રોકેટને બનાવવાની શરૂઆત ૨૦૦૪માં શરૂ થઇ હતી. જોકે, લોકોને તેની સફળતા પર શંકા જાય છે.