નવી દિલ્હી. મોબાઈલ ફોન સર્વિસ બ્લેકબેરી બાદ હવે ભારત સરકાર ગુગલ અને સ્કાયપને નોટીસ મોકલશે. જેમાં, તેમની પાસે ભારતમાં ડેટા એક્સેસ માંગવામાં આવશે. એટલે તેમણે તમેના સર્વર ભારતમાં રાખવા કહેવામાં આવશે. ગૃહ સચિવ જી. કે. પિલ્લઈએ બુધવારે સંવાદદાતાઓને આ માહિતી આપી હતી. જો ડેટા એક્સેસ નહીં મળે તો ભારત સરકાર ગૂગલ અને સ્કાયપની કેટલીક સેવાઓ પર બેન લગાવી શકે છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે તે ઈન્ટરનેટ પર આપવામાં આવી રહેલી બધા જ પ્રકારની સંચાર સેવાઓનાં ડેટા સુધી પહોંચવા અને તેનું મોનીટરીંગ કરવા ઈચ્છે છે. દૂરસંચાર મંત્રાલય તરફથી રજૂ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સુરક્ષા ચિંતાઓ બ્લેકબેરી, સ્કાયપ અને ગૂગલને કારણે છે. જેની શરૂઆત સરકારે બ્લેકબેરીથી કરી ચૂકી છે. બ્લેકબેરી સરકારને ડેટા એક્સેસ આપવા સહમત થઈ ગઈ છે.
કાશ્મીરથી લઈ પૂર્વોતર સુધી અનઅધિકૃત રીતે ભારતીય ભૂમિમાં પ્રવેશ, આતંકવાદ અને ઉગ્રવાદથી પીડાઈ રહ્યો છે અને આતંકવાદીઓ ખૂબ જ સરળતાથી બ્લેકબેરીની સેવાઓનો ઉપયોગ કરી શકે છે. જો કે, બ્લેકબેરીની સેવાઓ ગૂઢ કોડ દ્રારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેના લીધે સુરક્ષા એજન્સીઓને આ કોડને સમઝવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. સ્કાયપ અને ગુગલને લઈને પણ ભારત સરકારની આ જ સમસ્યા છે. આ સેવાઓ દ્વારા લોકો એકબીજા સાથે વાતચીત કરે છે અને જે સરકારની પહોંચમાં નથી.