Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

સનદની પરીક્ષા : કહીં ખુશી તો કહીં ગમ

 
Source: Educationa Bhaskar   |   Last Updated 2:32 AM [IST](24/08/2010)
 
 
 
 
 
ભારતમાં ૧૪ લો સ્કૂલ એવી બાવી છે કે, જેના ઈન્ફ્રાસ્ટ્રકચર અકદમ આધુનિક છે અને જે છોકરાઓ પાસ થાય તેને માટે પ્લેસમેન્ટની ખૂબ સારી વ્યવસ્થા છે.

કેન્દ્ર સરકાર પણ ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ઉપર ભાર મુકવા એક નેશનલ કમીશન ફોર હાયર એજ્યુકેશન એન્ડ રીસર્ચ નામની એક સંસ્થા બનાવવાનું વિચારી રહી છે

એટલે જે વિદ્યાર્થીઓ એલએલબીના છેલ્લા વર્ષમાં હોય અથવા ગમે ત્યારે એલએલબીની પરીક્ષા પાસ કરી હોય અને જેઓ હવે પછી એડ્વોકેટ તરીકે નોંધણી કરાવવા માગતા હોય તથા એડ્વોકેટના વ્યવસાયમાં જોડાવા માગતા હોય તેઓએ આ પરીક્ષા આપવી ફરજિયાત છે. કાયદાના વ્યવસાયની છબી અને પ્રતિષ્ઠાને નવો ઓપ આપવાના હેતુથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચૂંટાયેલા નવા ચેરમેન શ્રી ગોપલ સુબ્રમણ્યમ્ (સોલીસીટર જનરલ ઓફ ઇન્ડિયા)એ એક બીડું ઉપાડ્યું છે.

પહેલાં આ પરીક્ષા ઓગસ્ટ-૨૦૧૦માં લેવામાં આવે એવી ગોઠવણ કરવામાં આવી હતી, પરંતુ હવે આ પરીક્ષા ડિસેમ્બર-૨૦૧૦માં લઈ શકાય એવા સંજોગો દેખાય છે. જેના માટે સપ્ટેમ્બરના અંત સુધીમાં ફોર્મ ભરવાનાં છે, તેવી માહિતી છે. કેન્દ્ર સરકારના કાયદા વિભાગના પીઠબળથી શરૂ થયેલી મુવમેન્ટ સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદા ઉપર આધારિત છે. જે પ્રમાણે પણ હવે પરીક્ષા આપવી ફરજિયાત બને છે.

જુદા-જુદા વિભાગના તજ્જ્ઞોની બનેલી એક તદ્દન સ્વતંત્ર એવી ડાયરેકટોરેટ ઓફ લીગલ એજ્યુકેશન નામની સ્વતંત્રત સંસ્થા એડ્વોકેટના વ્યવસાયમાં દાખલ થવા માંગતા, કાયદાની વિદ્યા શાખાની ડીગ્રી ધરાવનાર એડ્વોકેટના વ્યવસાયમાં દાખલ થવા માંગતા, કાયદાની વિદ્યા શાખાની ડિગ્રી ધરાવનારા (ગ્રેજ્યુએટ) દરેક ઉમેદવારની પરીક્ષા લેવા માંગે છે. આ ખ્યાલ તદ્દન નવો નથી. મૂળભૂત એડ્વોકેટ એક્ટ-૧૯૬૧ની જોગવાઈ અનુસાર કાયદાની ડિગ્રી ધરાવનાર અને આ વ્યવસાયમાં આવવા માટેની ઇચ્છા ધરાવનારે દરેક ઉમેદવાર સંપૂર્ણ પ્રેકટીકલ ટ્રેઈનિંગ લેવી જોઈએ. એવી અપેક્ષા તો લાંબા સમયથી હતી, પરંતુ ૧૯૭૩માં કરવામાં આવેલા સુધારા (એમેન્ડમેન્ટ એક્ટ) અનુસાર એ જોગવાઈ રદ કરીને કાયદાની ડિગ્રી ધરાવનાર કોઈપણ વ્યક્તિ બાર કાઉન્સિલને માત્ર અરજી કરીને પોતાનું પોતાનું નામ નોંધાવી વ્યવસાય કરવાની પરવાનગી મેળવી શકતી થઈ હતી.

ઓપન બુક ટેસ્ટ

૧પમી મેના દિવસે નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેંગ્લુર મુકામે આપેલા વ્યાખ્યાનમાં ચેરમેનશ્રી ગોપાલ સુબ્રમણીયમે આડકતરી સૂચના આપતાં જણાવ્યું કે, બાર કાઉન્સીલની સૂચિત પરીક્ષા ‘‘ઓપન બુક ટેસ્ટ’’ હશે અને જનરલ નોલેજ અને કાયદાના ઉપયોગ આધારિત અનુક્રમે ૬૦-૪૦ના પ્રમાણમાં પ્રશ્નો પુછાશે. ઓછામાં ઓછા ૪૦ માર્કસ મેળવનાર પાસ થશે. એમણે એમ પણ કહ્યું કે, બાર કાઉન્સીલ ઓનલાઈન પરીક્ષા લેવાનું વિચારે છે કે, જેથી વિદેશના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે. જેઓ પાસે એલએલ.બી.ની ડીગ્રી હોય પણ પહેલા ક્યારેય બાર કાઉન્સીલમાં જેનું નામ રજીસ્ટ્રેશન થયું ના હોય તેવા તમામે કોર્ટમાં પ્રેકટીશ કરવા માટે પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

હાલમાં જ રીટાયર્ડ થયેલ જસ્ટીશશ્રી કે.જી.બાલાક્રશિ્ન (ચીફ જસ્ટીશ ઓફ ઈન્ડિયા)એ પણ તેમના વકતવ્યમાં સેકન્ડ જનરેશન લીગલ એજ્યુકેશ સુધારા (મે-૨૦૧૦)ના અનુસંધાનમાં બાર કાઉન્સીલની પરીક્ષામાં ઉપરોકત વિચારોની પુષ્ટિ કરી હતી. એમણે તો કાયદાની ડિગ્રી મેળવનારાઓ માટે ફરજિયાત બાર કાઉન્સીલની પરીક્ષા ઉપરાંત વોકેશનલ ટ્રેઈનીંગ પણ દાખલ કરવાની દરખાસ્ત મુકી હતી. પશ્ચિમના કેટલાક દેશોમાં તો જેઓ એડવોકેટના વ્યવસાયમાં દાખલ થવા માંગતા હોય તેમની ગુણવત્તા સુધારવા માટે આવી જોગવાઈ છે જ.

અલગ પરીક્ષાની જોગવાઈ

જાણીતા કાયદાના શિક્ષણવિદ્ અને લગભગ પાંચ દાયકાથી કાયદાના શિક્ષણ સાથે સંકળાયેલા અને પ્રો. (ડો) એન. આર. માધવમેનન નેશનલ લો સ્કૂલ યુનિવર્સિટી બેંગ્લોરના સ્થાપક અને ડાયરેક્ટર પણ તેમના અભિપ્રાય મુજબ આવી પરીક્ષાના હિમાયતી છે. કાયદાના ક્ષેત્રમાં પ્રેકટીશ કરવાની મંજુરી આપતા પહેલા એડવોકેટના વ્યવસાયમાં પ્રવેશવા ઈચ્છતા કોઈપણ ભારતીય કે વિદેશી કાયદાની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ માટે એપ્રેન્ટિસશિપ અને વ્યવસાયમાં દાખલ થવા માટેની લાયકાત તારવણી (સ્ક્રીનીંગ) હોવી જ જોઈએ. તેવી જ રીતે જેઓ કેસ નહીં લડનારા વકીલો તરીકે પ્રેકટીસ કરવા માંગતા હોય તેમને માટેના માપદંડો જુદા હોઈ શકે. તેમને માટે જુદા પ્રકારની પરીક્ષા હોવી જોઈએ તેઓના માટે રજીસ્ટ્રેશન માટે એક જુદા જ પ્રકારની તેમને માટેની જુદા પ્રકારની પરીક્ષા પણ ગોઠવી શકાય.

હાલ પૂરતું તો કાયદાના વ્યવસાયને લગતો માત્ર એક જ કાયદો છે અને તે ‘એડવોકેટ એક્ટ ૧૯૬૧’ તેના દ્વારા બાર કાઉન્સીલ કાયદાના શિક્ષણના મુલ્યોને જાળવવા અને વધારવા મથી રહી છે. જ્યારે આ કાયદો ઘડાયો ત્યારે માત્ર કાયદાના વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને કાયદાના વ્યવસાયને માટે ડિગ્રી ધારીઓ તૈયાર કરવાનો જે હેતુ હતો જાણે ખરેખર તો છેલ્લા કેટલાક સમયથી જે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિ બાર-કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ કાયદાના શિક્ષણ ઉપરનો પોતાનો અધિકાર છોડી દેવો જોઈએ. જે ‘બાર કાઉન્સીલ’નામ છે. તે નામ જ એવું સૂચવે છે કે તેણે ‘જેઓ આ વ્યવસાયના આવતાં હોય તેમને માટે કામગીરી કરવી જોઈએ’ અને જો એમ કરવામાં આવે તો જ બાર કાઉન્સીલ કાયદાના વ્યવસાયમાં દાખલ થનારા ઉમેદવારની ગુણવત્તા અને માપદંડ ઉપર અસરકારક નિયંત્રણ રાખી શકે.

હાલની કેન્દ્ર સરકાર પણ ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ઉપર ભાર મુકવા એક નેશનલ કમીશન ફોર હાયર એજ્યુકેશન એન્ડ રીસર્ચ નામની એક સંસ્થા બનાવવાનું વિચારી રહી છે, પરંતુ હાલમાં મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં જે કાંઈ બન્યું છે. તેને કારણે આ આખી કવાયત ચર્ચામાં ગુંચવાઈ ગઈ છે. બાર એસોસીએશન ઓફ ઇન્ડિયાની ગોલ્ડન જયુબીલી ઉજવણી દરમ્યાન નવા જસ્ટીસ શ્રી એસ.એચ. કાપડીયા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ પણ એવુ ભાt પુર્વક જણાવ્યું હતુ કે, કાયદાનું શિક્ષણ માત્ર બાર કાઉન્સિલની જરૂર પુરી કરે એ પુરતુ નથી. પરંતુ તેની સાથે સમયમાં વેપાર, વાણિજ્ય, વ્યવસ્યા અને ઉદ્યોગનું જે રીતે વૈશ્વીકરણ થઈ રહ્યું છે. તેને માટે પણ કાયદાના સ્નાતકો તૈયાર કરવા જોઈએ.

સ્ટાર કોલેજોની અનિવાર્યતા

આપણે ભારતમાં ૧૪ લો સ્કૂલ એવી બાવી છે કે, જેના ઈન્ફ્રાસ્ટ્રકચર અકદમ આધુનિક છે અને જે છોકરાઓ પાસ થાય તેને માટે પ્લેસમેન્ટની ખૂબ સારી વ્યવસ્થા છે. પરંતુ સવાલ એ છે કે, દેશની બાકીની ૯૦૦ લો કોલેજનું શું? તેના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું ? અ છોકરાઓ જે ભણે છે તેઓ ટ્રેડીંશનલ ઈન્સ્ટીટયુશનમાં ભણે છે અને આધુનિક યુગના પડકારોને પહોંચી શકે એમ નથી. તેઓનું શું ? એ દુ:ખદ બાબત છે. દરેક ક્ષેત્રમાં વધતુ જ જાય છે. અટલુ જ નહીં પણ લો કમિશને પણ એના ૧૮૪માં રિપોર્ટમાં જણાવ્યું છે કે, થોડીક સ્ટાર કોલેજો હોયઅ અથવા થોડીક નવી સ્ટાર કોલેજો સ્થાપવામાં આવે એનાથી પણ આવનારી પેઢીને ન્યાય કરી શકીએ એવું લાગતુ નથી.

ખરેખર તો નેશનલ લો સ્કૂલ સ્થાપવાનો મૂળભૂત હેતુ વકીલો કાયદામાં થયેલા છેલ્લામાં છેલ્લા ડેવલપમેન્ટની પરિચિત થાય, તાબાનો (સર્બોડીનેટ) ન્યાયતંત્ર અને કાયદાના શિક્ષણશાસ્ત્રીઓ તેનાથી વાકેફ થાય અને કોર્પોરેટ ક્ષેત્રમાં રોકાયેલા વકીલો આધુનિક ડેવલેપમેન્ટનો ઉપયોગ કરતા થાય તથા કાયદાનો શિક્ષણ તંત્રમાં સુધારો થાય તે હતો કે જેથી વધતા જતા વેપાર વાણીજય અને વ્યવસાય અને ઉદ્યોગ માટે જરૂરી બિદ્ધક્ષમતા ધરાવતા વકીલો મળી રહે. આને માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને રાજ્યની બાર કાઉન્સિલો રાષ્ટ્રીય અને અન્ય લેવલની કાયદાની શિક્ષણ સંસ્થાઓ (જ્યુડિશિયલ એકેડેમીઓ) જેવી સ્થાપીને શોર્ટ ટર્મ કોર્સ કે રીફરેશર કોર્સ પણ ચલાવીને તાજેતરમાં થયેલા ડેવલપમેન્ટ (વિકાસ)થી કાયદાના વ્યવસાયમાં આવનાર દરેકને માહિતગાર કરે.

વ્યાવસાયિક અનુભવ

ખરેખર જો બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા બાર અંગેની પરીક્ષા લેવા માટે ગંભીરતાથી વિચારતી હોય ત્ો તેણે એડવોકેટ એક્ટમાં જરૂરી સુધાર કરવા માટે સરકારને વિનંતી કરવી જોઈએ કે જેથી જરૂરી પગલા લઈ શકાય. આવી બારની પરીક્ષા પહેલાં વ્યક્તિનું એડ્વોકેટ તરીકે રજિસ્ટ્રેશન કરતા પહેલા ફરજીયાતપણે તેમની પાસે એપ્રેન્ટીસશીપ કરાવવી જોઈએ અને આ બધું કરવું હોય તો આ વર્ષના ડિસેમ્બર પહેલા પરીક્ષાની ગોઠવણ કરવામાં આવી છે તે પહેલા કરવું પડે. જાણે જે સુધારો કરવાનો છે તેનો મુસદ્દો લો કમીશન આપી જ દીધો છે.

આશા રાખીએ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નવા મુખ્ય અધિકારી અને ભારતના કાયદા મંત્રી બંને કાયદાના ક્ષેત્રના ખુબ જ ઘડાયેલા અને અનુભવી એડવોકેટ છે. તેથી તેમના એજન્ડા પ્રમાણેનો સુધારો કરવા કરતા પહેલા તેમની સાથે ઉભા થનારા પડકારો માટે તેમણે યોગ્ય પગલા લીધા જ હશે તેમ માની લઈએ.

કાયદામાં જરૂરી સુધારા કરવા પડે

૧૯૯૦માં બાર કાઉન્સિલે દરેક ઉમેદવાર માટે ઉમેદવાર એપ્રેન્ટીસ તરીકે કોઈ સિનિયર એડ્વોકેટ સાથે જોડાઈને તાલીમ મેળવવાની અને ડાયરી રજુ કરે એવી જોગવાઈ દાખલ કરી હતી, પરંતુ સુંદર વિ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (૧૯૯૯)ના કેસમાં બાર કાઉન્સિલને આવી કોઈ સત્તા નથી, એ આધાર ઉપર એ જોગવાઈ કાઢી નાખવામાં આવી હતી. તેથી બાર કાઉન્સિલને એડ્વોકેટ એક્ટમાં તે અંગેની જરૂરી સત્તા આપતો સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ અને તે દ્વારા બાર કાઉન્સિલને સત્તા આપવામાં આવી. જાણે સુપ્રીમ કોર્ટને હજુ પણ એપ્રેન્ટીસશિપની ટ્રેનિંગની અને બાર કાઉન્સિલની પરીક્ષાની જરૂર લાગે છે, પરંતુ તેને માટે કાયદામાં જરૂરી સુધારા કરવા પડે એવી પરિસ્થિતિ છે.

(સૌજન્ય: હેમંતકુમાર એડ્વોકેટ)
ડૉ. પ્રવિણ જે. ગાંધી
આચાર્ય
મોતીલાલ નેહરૂ લો કોલેજ,
રીલીફ રોડ, અમદાવાદ- ૧.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.