લગભગ એક સદીથી પ્રકાશિત થતી ઓક્સફોર્ડ ડિક્શનરીની નવી આવૃત્તિ ભવિષ્યમાં આપ ઓનલાઈન ખરીદી શકશો. આ ડિક્શનરીની ઓન લાઈન ડિમાન્ડ પ્રિન્ટેડ આવૃત્તિ કરતાં વધારે હોવાથી તેને ઓનલાઈન વેચવામાં આવશે.
આ ડિક્શનરીને નવા શબ્દો સાથે સમયાંતરે અપડેટ પણ કરી શકાશે. આ કામમાં અંગ્રેજીના કેટલાય વિદ્વાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જોકે તેમા થતા ખર્ચ અને મોટી પ્રિન્ટેડ આવૃત્તિના કારણે પ્રકાશકોએ ભવિષ્યમાં ઓક્સફોર્ડ ડિક્શનરીની માત્ર ઓનલાઈન આવૃત્તિ જ રજુ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે પ્રકાશકોએ જણાવ્યું હતું તે જો પ્રિન્ડેટ આવૃત્તિની માંગ વધશે તો છાપવાનું બીડું ઉપાડવા પણ તેઓ તૈયાર છે.