Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

યુનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિસર બનવાની સુવર્ણ તક!

 
Source: Career Alerts, Vikas Vartul Trust   |   Last Updated 12:20 AM [IST](02/09/2010)
 
 
 
 
 
‘યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયામાં ભરતી

યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર્સની ૩૭૦ જગ્યા પર ભરતી થઇ રહી છે.

યોગ્યતા: અહીં લઘુતમ ૫૫ ટકા સાથે કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક કે અનુસ્નાતકની ડિગ્રી ધરાવતાં ઉમેદવારો અરજીપાત્ર છે. ઉમેદવારે રાજ્ય/ કેન્દ્ર સરકાર માન્ય સંસ્થામાંથી લઘુતમ છ માસનો કમ્પ્યૂટર કોર્સ કર્યો હોવો જોઇએ. વય ૨૧થી ૩૦ વર્ષ હોવી જોઇશે.

પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષાની સંભવિત તા. ૧૪-૧૧-૨૦૧૦ છે તથા ગુજરાતમાં કેન્દ્ર અમદાવાદ રહેશે.

અરજીપત્ર: ક્લિક: : www.unitedbankofindia.com ઓનલાઇન અરજીની છેલ્લી તા. ૮ સપ્ટેમ્બર છે.

‘એરફોર્સ ટેક્નિકલ શાખામાં ભરતી:

ઇન્ડિયન એરફોર્સમાં ટેક્નિકલ શાખામાં પરમેનન્ટ કમિશનમાં પુરુષ ઉમેદવારોની તથા શોર્ટ સર્વિસ કમિશનમાં મહિલા ઉમેદવારોની ભરતી થઇ રહી છે ટેકનિકલ શાખા અંતર્ગત આ ભરતી એરોનોટિકલ એન્જિનિયર (ઇલેક્ટ્રોનિક્સ) તથા એરોનોટિકલ એન્જિનિયર (મિકેનિકલ) માટે થશે.

યોગ્યતા: ‘એરોનોટિકલ એન્જિનિયર (ઇલેક્ટ્રોનિક્સ) માટે ૬૦ ટકા સાથે ફિઝિકસ/ એન્જિ. ફિઝિકસ, મેથ્સ/ એન્જિ. મેથ્સ/ એન્જિ. ગ્રાફિકસ/ એન્જિ. ડ્રોઇંગ/ ઇલેક્ટ્રિકલ એન્જિ./ ઇલેક્ટ્રિકલ ટેક./ કંટ્રોલ એન્જિ./ માઇક્રો પ્રોસેસર/ ડિજિટલ ઇલેકટ્રો./ બેઝિક ઇલેકટ્રો./ કમ્પ્યૂટર નેટવર્ક/ આઇટી/ નેટવર્ક થિયરી ડિઝાઈન/ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ/ ઇલેકટ્રો. માઇક્રોવેવ એન્જિ./ એન્ટેના એન્ડ વેવ પ્રોપેગેશન/ ઇલેકટ્રો. ડિવાઇસમાં ચાર વર્ષ સ્નાતક ડિગ્રી ધરાવતા અથવા ઇજનેરી સમકક્ષ અઝકઉ સેકશન એ અને બી પરીક્ષા પાસ અરજીપાત્ર છે.

‘એરોનોટિકલ એન્જિ. (મિકેનિકલ) શાખા માટે ૬૦ ટકા સાથે ફિઝિકસ/ એન્જિ. ફિઝિકસ/ એન્જિ. મેથ્સ/ મેથ્સ/ એન્જિ. ડ્રોઇંગ/ ગ્રાફિક/ ઓટોમોટિવ એન્જિ./ પ્લાન્ટ એન્જિ./ ઇન્ડસ્ટ્રીયલ એન્જિ./ એન્જિ. મિકેનિકલ/ સ્ટ્રેંગ્થ ઓફ મટિરિયલ/ એરોડાયનેમિક/ થર્મો. એન્ડ એપ્લિકેશન/ હીટ પાવર એન્જિ./ હિટ એન્ડ માસ ટ્રાન્સફર/ થિયરી ઓફ મશીન (કાયનેમેટિક્સ એન્ડ ડાયનામિક્સ ઓફ મશીનરી)/ ફ્લુડ મિકેનિક/ ટર્બો મશીન્સ/ ફ્લાઇટ મિકેનિક/ મશીન ડ્રોઇંગ/ મશીન ડિઝાઈન/ મેકાટ્રોનિક્સ/ મટિરિયલ સાયન્સ/ મેટલર્જી/ વાઇબ્રેશન/ વર્કશોપ ટેક્નોલોજી/ મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી/ પ્રોડક્શન એન્જિ./ હાઇડ્રોલિકસ એન્ડ ન્યુમેટિક્સ/ એરકાફ્ટ સ્ટ્રકચરમાં ચારવર્ષ સ્નાતક ડિગ્રી અથવા ઇજનેરી સમકક્ષ AMIE સેકશન એ અને બી પરીક્ષા પાસ જરૂરી છે. ડિગ્રીના છેલ્લા વર્ષના ઉમેદવારો પણ અરજી કરી શકે છે. વય ૧૮થી ૨૮ વર્ષ જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા: અહીં ૨૪ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા ખાતે યોજાશે. ક્લિક:. www.careerairforce.nic.in. અરજીપત્ર ગાંધીનગર પહોંચાડવાની છેલ્લી તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૧૦ છે.

‘કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના:

ભારત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને મેડિસીનના અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિમાસ R ૪૦૦૦થી R ૭૦૦૦ સુધીની ફેલોશીપ આપવામાં આવે છે.

બેઝિક સાયન્સ:

‘ સ્ટ્રીમ એસ.એ. અંતર્ગત જે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૦-૧૧માં ધો.૧૧ વિ.પ્ર.માં પ્રવેશ મેળવ્યો હોય અને ધો.૧૦માં ગણિત અને વિજ્ઞાનમાં લઘુતમ ૭૫ ટકા ગુણ મેળવ્યા હોય તેમનો સમાવેશ થાય છે.

‘ સ્ટ્રીમ એસબી+ર (એસ.એક્સ.) અંતર્ગત એવા વિદ્યાર્થીઓ કે જેઓ વર્ષ ૨૦૧૧-૨૦૧૨માં બી.એસસી. / એમ.એસસી.માં પ્રવેશ મેળવવાના હોય અને હાલમાં વર્ષ ૨૦૧૦-૧૨ના વર્ષમાં ધો.૧૨ વિ. પ્ર.માં ભણતા હોય તથા ધો.૧૦માં ગણિત અને વિજ્ઞાનમાં ૭૫ ટકા ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

‘સ્ટ્રીમ એસ.બી.: ધો.૧૨ વિ.પ્ર.માં વિજ્ઞાનમાં ૬૦ ટકા મેળવ્યા હોય તથા બી.એસસી./ એમ.એસસી.માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે.

‘સ્ટ્રીમ એસ.પી. (બેઝિક સાયન્સ): જે વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં ધોરણ-૧૧/૧૨ અથવા બી.એસસી./ એમ.એસસી. પ્રથમ કે દ્વિતીય વર્ષ અથવા ઇજનેરી/ ટેક્નોલોજી કે આકિeટેકચર સ્નાતક ડિગ્રી અભ્યાસ પ્રથમ કે દ્વિતીય વર્ષમાં ભણતા હોય તથા ધોરણ-૧૦ અને ૧૨માં ૬૦ ટકા મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પર આધારિત સંશોધનનો પ્રોજેક્ટ પૂર્ણ કરી તેની હાર્ડ કોપી સાથે અરજી કરી શકે છે. બેઝિક સાયન્સ/ ઇજનેરી/ આર્કિટેકચરમાં બીજા વર્ષમાં ભણતાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં ૬૦ ટકા જરૂરી છે.

‘મેડિસિન: સ્ટ્રીમ એસ.પી. (ચિકિત્સાશાસ્ત્ર) જે વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન એમ.બી.બી.એસ.માં પ્રથમ કે દ્વિતીય વર્ષમાં ભણતા હોય તથા આવા વિદ્યાર્થીઓએ જો ધો.૧૨માં વિજ્ઞાનનાં વિષયોમાં ૭૫ ટકા મેળવનારા વિદ્યાર્થીઓ ક્રિએટિવ બાયોમેડિકલ પ્રોજેક્ટની હાર્ડ કોપી સાથે અરજી કરી શકે છે. એમ.બી.બી.એસ. બીજા વર્ષમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ વર્ષમાં ૬૦ ટકા હોવા જરૂરી છે.

અરજીપત્ર: અહીં દરેક સ્ટ્રીમ માટે અલગ અલગ અરજીપત્ર છે. અરજીપત્રની હાર્ડ કોપી દ્વારા અથવા ઓનલાઇન બન્ને રીતે અરજી કરી શકશે. સંપર્ક: KVPY, Indian Institute of Science, Bangalore-12. website: www.kvpy.org.in, www.iisc.ernet.in/kvpy. ઓનલાઇન અરજીની છેલ્લી તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૧૦ છે.‘

અર્બન ગવર્નન્સ પી.જી. અભ્યાસ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવન્ર્મેન્ટ દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી સાથે જોડાઇને એક વરસની મુદતનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન અર્બન ગવર્નન્સ (PGDUG)અભ્યાસ ડિસ્ટન્સ લર્નિંગ મોડથી શરૂ કરવામાં આવ્યો છે. હાલ આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોઇ પણસ્નાતકો અરજી કરી શકે છે.

પ્રવેશપત્ર: અહીં પ્રવેશ અંગેની માહિતી માટે ઇન્સ્ટિટ્યૂટની નીચેની વેબસાઇટ પર સંપર્ક કરો: All India Institute of Local Self Government, Ahmedabad,Phone: (079) 25601296/ 25601978 E-mail:ahmedabad@aiilsg.org website:www.aiilsg.org

Career Alerts, વિકાસ વર્તુળ ટ્રસ્ટ

kalash@guj.bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.