નોનફ્રાઇડ વસ્તુઓ કેવી રીતે બનાવવી અને દરેક વસ્તુને કેવી રીતે ઓછા તેલમાં બનાવી શકાય તે વિશેની ટિપ્સ શકુંતલા શરાફે આપી હતી.
આજે ડાન્સ,સિંગિંગ,વિશિષ્ટ પ્રકારનું ટેલેન્ટ વગેરે જેવા કોન્સેપ્ટ પર દરેક ચેનલ પર રિયાલિટી શો પ્રસારિત થાય છે. આની સાથે-સાથે કૂકિંગ રિયાલિટી શોની પણ શરૂઆત થઇ છે. પરંતુ આ કૂકિંગ રિયાલિટી શોમાં દરેક વસ્તુ બનાવવામાં આવે છે. પરંતુ ખરેખર આ રિયાલિટી શોનો કોન્સેપ્ટ બદલવો જોઇએ. ઇન્ટરનેશનલ ગોર્મેટ માસ્ટર શેફ શકુંતલા શરાફનું માનવું છે કે, રિયાલિટી શોમાં હેલ્ધી ફૂડનો જ કોન્સેપ્ટ હોવો જોઇએ. એક તરફ આપણે કોલેસ્ટોરેલ ઓછો કરવા માટે દવા ખઇએ અને બીજી તરફ તળેલી વસ્તુઓની વિવિધ વાનગીઓ આરોગતાં જ જઇએ છીએ. આ બાબત યોગ્ય નથી.
શકુંતલાને ભવિષ્યમાં હેલ્ધી ફૂડ બુટિક ખોલવાની ઇચ્છા છે. હોટેલ ગ્રાન્ડ ભગવતી ખાતે આજે શકુંતલા શરાફ દ્વારા ઇન્ટરનેશનલ નોન ફ્રાઇડ સ્ટાટર બનાવવામાં આવ્યા હતા. જેમાં જાપાનીઝ સુશી, હંગેરિયન લાગોસ, ઇટાલિયન પેસ્ટો પનીર, ટર્કીઝ મેઝે, ડેઝર્ટ પ્લમ ડિલાઇટ ડેઝર્ટ બનાવ્યા હતા. અત્યાર સુધી તેમણે પાકકલા પર ૫ ડેયલી ચોપડી લખી છે જેમાંથી ભારતમાં નોનફ્રાઇડ સ્ટાટર ની બુક ‘સિમ્પલી સ્ટાટર’ લોન્ચ કરવામાં આવી છે. અલગ- અલગ પ્રદેશના ફૂડ વિશે તેમણે કહ્યું કે, દરેક પ્રદેશના ફૂડની ખાસિયત અલગ-અલગ હોય છે. ભારતીય વાનગીઓમાં આપણે અલગ-અલગ ફ્લેવરના મસાલા વાપરીએ છીએ. જ્યારે આજની જનરેશનના સ્વાદ અંગે તેમણે કહ્યું કે, આજની જનરેશનને ઇટાલિયન અને ચાઇનીઝ ખાવાનું વધારે પસંદ પડે છે. આ કારણે આજની માતાઓ પણ પોતાના છોકરાઓની ડિમાન્ડ પૂરી કરવા માટે વિવિધ વાનગીઓ બનાવતાં શીખે છે.
જેમ પેઇન્ટિંગ, ડાન્સ એક કળા છે તેમ પાકકલા એ પણ એક પ્રકારની આર્ટ છે. તેમાં જેટલું ક્રિયેશન કરવું હોય તેટલું ક્રિયેશન કરી શકો છો. તમે કોઇપણ બેઝિક રેસપિી લઇને તેમાં નવું ઇનોવેશન કરી શકો છો. ઇન્ડિયન ફૂડ દુનિયાના દરેક ખૂણામાં પ્રચલિત છે શકુંતલા શરાફે કહ્યું કે, હું જ્યારે પણ ફોરેનની ટૂર પર જાઉં છું ત્યારે શરૂઆતના ચાર-પાંચ દિવસ તો ત્યાંનો ખોરાક ખાઉં છું પરંતુ એક અઠવાડિયા પછી તો ભારતીય વાનગીઓ ખાવાની ઇચ્છા થઇ જ જાય છે.
હેમા માલિનીને પણ શકુંતલા શરાફનું થાઇ ભોજન પસંદ છે.
શકુંતલા બહેને જણાવ્યું કે, હેમા માલિનીને મારી થાઇ વાનગીઓ વધારે પસંદ પડે છે અને ઇશા કોપીકર મારા સલાડથી ખૂબ જ ઇમ્પ્રેસ થઇ ગઇ હતી.