અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કાર્બન નેનોટ્યૂબ્સમાંથી એવું કાપડ બનાવ્યું છે જે પાવર હફ ટેક્નોલોજીથી વધારે પાણીને શુદ્ધ કરી શકે છે. સાધારણ કોટનના કાપડ પર નેનોટ્યૂબનું પડ પાણીમાં રહેલા લગભગ તમામ બેકટેરિયા ખતમ કરી શકે છે. તેમા પરંપરાગત વોટરફલ્ટિરની સરખામણીએ ચોથા ભાગની વીજળીનો ઉપયોગ થાય છે.
વિજ્ઞાનીઓએ જણાવ્યા અનુસાર ઈમરજન્સીની સ્થિતિમાં આ ફલ્ટિર ખૂબ જ લાભદાયી નીવડી શકે છે કારણ કે તે ઓછા સમયમાં વધુ પાણી શુદ્ધ કરે છે. તે ૧૨ વોલ્ટની બેટરીથી પણ ચાલી શકે છે.