વરસાદથી જમીન પર પાણી તો ઘણું જ પડે છે, પરંતુ મોટા ભાગનું જમીનમાં ઊતરે કે નદીમાં વહી જાય છે
વરસાદ આધારિત થતી ખેતીનેવરસાદી ખેતી કે આકાશી ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ઉગાડતા પાકોનો સંપૂર્ણ આધાર વરસાદથી પડતાં પાણી ઉપર છે. વરસાદની અનિયમિતતા અને અચોક્કસતાને કારણે આ ખેતીમાંથી પ્રતિ હેકટર ઉત્પાદન ઘણું જ ઓછું રહે છે. ચોમાસા દરમિયાન આપણા વિસ્તારમાં વરસાદથી પાણી તો ઘણું જ જમીન પર પડે છે, પરંતુ તે પૈકીનું મોટા ભાગનું જમીન કે નદીમાંથી વહી જાય છે.
વરસાદી જળ સંગ્રહનું મહત્વ વિશે વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. એ. પી. પટેલ (વિષય નિષ્ણાંત પાક ઉત્પાદન)એ ખેડૂતોને માહિતી પુરી પાડતા જણાવ્યું કે આપણા વિસ્તારમાં વર્ષના કુલ વરસાદનો ૯૦ ટકા જુનથી સપ્ટેમ્બર માસ દરમિયાન પડે છે. આ દ્વારા મળતી પાણીનો વપરાશ કે વ્યય થાય છે. ૫૨ ટકા બાષ્પિભવન થઈ જાય છે. ૨૦ ટકા જમીન પરથી વહી જાય છે. ૧૨ છોડની વૃદ્ધિ વિકાસમાં, ૮ ટકા જમીનમાં નિતાર, ૮ ટકા જમીનમાં અલભ્ય પાણી તરીકે જમા થાય છે. આ પૈકી પ્રથમ બે રીતના વ્યયને અટકાવવા જરૂરી છે.
આ માટે વરસાદના પાણીને વહી જતું અટકાવી તેનો સંગ્રહ કરવો. જમીનમાં પાણી વધુ છે તેવી પિદ્ધતિઓ અપનાવવી અને ભુગર્ભમાં વધુ પાણી સંગ્રહ થાય તેવું આયોજન કરવું જરૂરી છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાખી ખેતરમાં જ વધુ પાણી રોકવા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. તેમાં દરેક ખેડૂત ભાઈઓએ સાથ સહકાર આપવાની જરૂર છે.
સરકારી મકાનો, સ્કૂલો, કોલેજમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતારે તે માટે વોટર હાર્વસ્ટિંગ સ્ટ્રકચર તમે જોઈ શકો છે. તો આપણે ખેડૂત મિત્રો કે જેમની ખેતી પાણી વગર થઈ શકતી નથી તેઓ વરસાદના ટીપે ટપાને રોકી તેનો મહત્મ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જરૂરી છે.
જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારવી
સેન્દ્રીય ખાતરનો ઉપયોગ સેન્દ્રીય ખાતરો જેવા કે છાણીયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, વર્મિકમ્પોસ્ટ, લીલો પડવાસ, પ્રેસમડ કે ખોળનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે. ભારે કાળી જમીનમાં નીતાર શક્તિ સુધરે છે. જમીનમાં લાંબો સમય ભેજ સચવાય છે અને ધીમેધીમે છોડને મળે છે.
ઊંડી ખેડ
ઊંડી ખેડ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે. જેથી જમીનમાં વરસાદનું પાણી વધુ પચે છે. ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. વરસાદ થાય તે પહેલા ઉનાળામાં જ જમીન ખેડને તૈયાર હોય તો પ્રથમ વરસાદનું પાણી વધારેમાં વધારે જમીનમાં સંગ્રહ થાય છે. જેથી વરસાદી પાકનું તુરંત વાવણી કરી દેતા ઉગાવો સારો આવે છે. ઊંડી ખેડ પાણીને જમીન પર વધુ સમય અવરોધી રોકી રાખે છે અને જમીનમાં પાણી ઉતરવાની ક્રિયા ઝડપી બનાવે છે.
આંતરખેડ
આંતરખેડનો મુખ્ય ઉદ્દેશ નિંદામણનો નાશ કરવાનો છે. પરંતુ વરસાદ પડ્યા પછી મળતી વરાપે આંતરખેડ કરવાથી છોડની લાઈન વચ્ચેની જમીન પોચી થતા આ પોચી ભેજવાળી જમીન ઉપર સૂકુ આવરણ થાય છે, અને વરસાદ ન પડવાથી પડતી તિરોડ માટીથી પુરાય જતી હોવાથી બાષ્પિભવનની ભેજ ઉડવાનું પ્રમાણ ઘટી જવાથી આંતર ખેડ કરેલી જમીનમાં પાકને ભેજ પૂરતો મળી રહેતા સારો વિકાસ થાય છે.
ઢાળની વિરુદ્ધ દિશામાં ચાસ ખોલવા અને વાવેતર કરવું
ચોમાસું પાક વાવતા પહેલા ઉનાળા દરમિયાન આ પાક જ્યાં વાવવાનો છે તે ચાસ હળ કે રીઝર દ્વારા ઢાળની વિરુદ્ધ દિસામાં ખુલ્લો કરી રાખવાથી ઉનાળામાં ચાસની જમીન તાપમાં તપે છે અને પ્રથમ વરસાદથી આ ચાસમાં વરસાદી પાણી વધુ પચે છે. તેમડ ઢાળની આડી દિશામાં ચાસ ખોલેલા હોવાથી ડાળની દિશામાં વહેતું પાણી ચાસમાં રોકાય છે તેથી ત્યાં પાણી સ્થીર થતા જમીનમાં વધુ ઊંડે ઉતરે છે. આ ચાસમાં જ વાવેતર કરવાથી છોડ ઉગ્યા બાદ પણ ખેતરમાં ઢાળની દિશામાં વહેતા પાણીને અવરોધે છે એ જમીન પર વધુ વખત રોકી રાખે છે તેમજ પ્રકાંડ અને મૂળ વાટે જમીનમાં વધુ પાણી ઉતારે છે જેથી જમીનમાં ભેજ વધુ રહે છે. આથી જમીનનું ધોવાણ પણ અટકે છે.
સમતળ પાળા બાંધવા
ઢાળની વિરુદ્ધ દિશામાં ખેતરમાં થોડા તોડા અંતરે સમતળ પાળા બાંધવા જેથી વહેતું પાણી ખેતરમાં અટકે છે, અને જમીનમાં પચે છે. નીક પાળા પિદ્ધતિથી રોપણી કરવાથી પણ ભેજનો સંગ્રહ થાય છે. જે જમીનમાં વધુ પાણી રોકવાની જરૂર હોય ત્યાં ઢાળ વિરુદ્ધમાં નીક પાળા બાંધવા અને પાક પર રોપાણથી વધુ પાણી ખેતરમાં બહાર નીકળી જાય છે, અને પાકને નુકસાન થતું નથી.
નદી-નાળાં, ઝરણાંમાં વહી જતું પાણી રોકવું
જમીનના પ્રકાર, પત, વરસાદની તિવ્રતા, જમીનની ભેજ સંગ્રહ કરવા લેવાયેલા પગલાં, જમીનમાં ઉપરના પડની સ્થિતિ વગેરે બાબતો જમીન પર પડતાં વરસાદી પાણી કેટલું વહી જાય છે તે પર પડે છે. ખેત તલાવડી ચોમાસુની ઋતુ દરમિયાન વહી જતાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા ખેતરના નીચાણવાળા ભાગમાં ખેત તલાવડી બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરવાથી પાકને કટોકટી અવસ્થાએ એકાદ બે હલકા પિયત આપી પાક બચાવી શકાય છે. આ રીતે વરસાદી પાણી ખેતરમાં સંગ્રહ કરી પાણીના તળ કૂવા કે બોરમાં ઊંચા આવે છે.
કૂવા- બોર પણ રિચાર્જ કરવા જોઇએ
વરસાદના વહી જતાં પાણીને જો સામૂહિક રીતે કૂવામાં ઉતારવામાં આવે તો કૂવા બોરના તળ સારા બને છે. કૂવા રિચાર્જ કરવા તેમની બાજુમાં ગાળણ માટે ખાડો બનાવી તેમાં ગાળણ મટિરિયલ નાંખી પ્રથમ તેમાં પાણી પસાર ખરી પાઈપ દ્વારા કૂવા બોરમાં ઉતારવામાં આવે જેવી વરસાદી પાણીમાં આવતાં માટી, કાપ કે કચરો કૂવામાં જતો રોકી શકાય છે. આ રીતે ગ્રામ્ય શહેરી વિસ્તારમાં અગાઉથી ધાબા પર પડતાં વરસાદી પાણીને ઘર વપરાશના કૂવા કે બોરમાં ઉતારી તળ રિચાર્જ કરી શકાય છે.