ડુંગળીના અનેક પડ વાળી રચનાથી પ્રેરણા લઈને ડ્રેકસેલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એવું સુપર કેપેસિટર તૈયાર કર્યું છે જે સસ્તું અને ટકાઉ હોવા સાથે લેપટોપ કે સેલફોનને કેટલાય દિવસ સુધી ચાર્જ રાખી શકે છે. તેના નિર્માતા વાડિમ મેકેલીને જણાવ્યુ હતું કે પીસી કે લેપટોપ ખોલવાથી સંખ્યાબંધ નળાકાર કેપેસિટર જોવા મળે છે.
બેટરીમાં ભરેલી રાસાયણિક ઊર્જાને વીજળીમાં ફેરવવામાં ઘણો સમય લાગે છે પરંતુ કેપેસિટર્સ ઝડપથી ચાર્જ અને ડિસ્ચાર્જ થઈ જાય છે. સુપર કેપેસિટર્સ પોતાની અંદર વધુ ઊર્જા સ્ટોર કરી શકે છે. તે કાર્બન નેનોટ્યૂબથી બનેલા ગ્રેફીનના પડવાળા હોય છે.