ગુજરાતના ખેડૂતો માટે ત્રણેય સિઝનમાં રોકડિયો પાક : ૧૨૦૦ જાતના ટોપમાંથી ૧૦૦ જાતો ખાવાલાયક અને ૧૨ જાતોનું જ વાવેતર શક્ય:ડાંગરના તૃણ મશરૂમને ચાઇનીઝ મશરૂમ કહે છે:ગુજરાતમાં મશરૂમની ખેતીમાં ઉજળી તકો
મશરૂમ એટલે ચોમાસાની સિઝનમાં ઉકરડા ઉપર ઉગતા બિલાડીના ટોપ, બધા જ લોકોએ આવા બિલાડીના ટોપ જોયા જ હશે. આવા ટોપ દુનિયામાં ૧૨૦૦ જાતના નોંધાયેલ છે જે પૈકી ૧૦૦ જેટલી જાતો જ ખાવાલાયક છે તે પૈકી ફક્ત ૧૨ જેટલી જ જાતોનું વાવેતર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ૧૨૦૦ પૈકીની ૧૧૦૦ જાતો છે જે ખાવાલાયક નથી. ઝેરી મશરૂમ ખાવામાં આવે તો મૃત્યુ પણ થઇ શકે છે તેથી મશરૂમની ખેતી કરવા ઇચ્છતા ખેડૂતોએ તેનું બીજ ખાત્રીવાળા ઉત્પાદકો પાસેથી જ મેળવવું જોઇએ.
જેમાં બટન મશરૂમ નીચા તાપમાનમાં એટલે કે ઠંડા વાતાવરણમાં થાય છે. દિવસ અને રાત્રિનું તાપમાન ૧૫ થી ૧૮ અંશ સેન્ટીગ્રેડ જે વિસ્તારમાં હોય ત્યાં આ જાતનું વાવેતર કરી શકાય છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં શિયાળાની ઋતુમાં આ બટન મશરૂમનું વાવેતર કરી શકાય છે.
છત્રીની સાથે થડ બરાબર મધ્યમાં જોડાયેલ હોય છે સફેદ રગવાળુ અને નર હોય છે જે સમય જતાં રગની નીચે પોચુ બને છે પાયામાં થડ જાડુ હોય છે. જેનો ઉપર તરફ ઘેરાવો ઓછો થતો જાય છે. છત્રી થડથી સહેલાઇથી અલગ કરી શકાય છે ૫-૧૦ સેમી. પહોળી સફે પીળાશ પડતી રઅથવા ભુખરી હોય છે સપાટી સુંવાળી અથવા થોડા ધમાણમાં ભગડા હોય છે. સુકો તેમજ બહિર્ગોળ સપાટી ધરાવે છે આ મશરૂમ તાજી હોય ત્યારે ગમતી સુગંધ ધરાવે છે.
જ્યારે ડાંગરના તૃણ મશરૂમને ચાઇનીઝ મશરૂમ કહે છે. આ મશરૂમ ડાંગરના પરાળમાં ઉગાડવામાં આવે છે. તે સ્વાદિષ્ટ એ શાકભાજી તરીકે વપરાતી જાત છે. આમ છતાં મશરૂમ જલ્દી બગડી જતી હોવાથી તેને બજારમાં તાજી જ વેચવી જરૂરી છે. આ જાત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉનાળાની સિઝન માટે ઘણી જ અનુકૂળ છે ડાંગર તૃણ મશરૂમ ૩૦ થી ૩૫ અંશ સેન્ટીગ્રેડ જેવા ઉંચા તાપમાને પણ થઇ શકે છે. આની વૃદ્ધિ ઝડપી હોય છે.
આ મશરૂમ ઝડપથી વૃદ્ધિ પામવાની સાથોસાથ પાતળુ અને પોચુ ૩થી ૮ સેમી. લંબાઇનું થડ બનાવે છે. થડના નીચેના ભાગમાં પ્યાલા જેવો આકાર હોય છે. આ પ્યાલા જેવા આકારને વોલ્વા કહેવામાં આવે છે.તેમજ પ્લુરોટસ મશરૂમ-ઢગરી મશરૂમ બન્ચમાં તથા સિંગલમાં પણ બને છે. આ મશરૂમને ઢગરી મશરૂમ પણ કહે છે. તથા કુંભી પણ કહેવામાં આવે છે. સાધારણ તાપમાને (રર થી ૨૯ અંશ સેન્ટીગ્રેડ) પણ થઇ શકે છે. ગુજરાતમાં શિયાળામાં આ મશરૂમની ખેતી થઇ શકે છે.
વાવેતરની પદ્ધતિઓ
ડાંગરના પરાળવાળું માધ્યમ : ડાંગરના તાજા સુકા પુળાને બે ફૂટની લંબાઇના ટુકડા કરીને ૨૪ કલાક ૧૦૦ લિટર પાણીમાં ૭.૫ ગ્રામ કારેબેન્ડાઝીમ(બાવીસ્ટીન) અને ૬૭.૫ મિલિ. ફોર્મેલીના મશિ્ર કરી આ દ્રાવણમાં પલાળી રાખી બીજે વિસે આ પુળીયા છુટા કરી પાળીઓ ઉપર અથવા મશરૂમ રમાં મુકવામાં આવેલ લાંબા ટેબલ ઉપર ૭ થી ૧૦ સેમી.ના થરમાં પાથરવા અને તેના ઉપર મશરૂમ સ્પાન(બિયારણ) અંરની ધારે પુંકવા અનેે તેના ઉપર ચણાં અથવા બેસનનો લોટ ભભરાવવો આમ ચારથી પાંચ થર બનાવવા. સૌથી ઉપરના થરમાં પણ મશરૂમનું બિયારણ પાથરવું.
ત્યારબા પરાળને પાતળો થર બનાવવો. તેની ઉપર થોડું પાણી છાંટીને પૂળિયામાં ભેજ જળવાઇ રહે તે માટે પ્લાસ્ટીકની સીટથી ઢાંકી દેવું. આ રીતે બિયારણ વાવ્યા પછીથી જરૂર મુજબ સવાર સાંજ પ્લાસ્ટીકના નાના પંપથી પાણી છાંટવું તેમજ વિસે બે કલાક પ્લાસ્ટીક ખુલ્લુ રાખવું બિયારણ વાવ્યા પછી ૧૦ થી ૧૨ વિસે સ્પાન ઉગી નીકળશે રપ થી ૩૦ દિવસે મશરૂમ કાપવા લાયક થઇ જશે.
ડાંગરના પુળાના ટુકડાના પદ્ધતિ :ડાંગરના પરાળમાં ખાસ કરીને જેની સળીઓ પહોળી અને જાડી હોય તેવી મસુરી અથવા નર્મા જેવી ઉંચી જાતોના પુળિયા પસં કરવા જેથી ફૂગનો ઉગાવો સારો થાય છે આ પુળાને બે ઇંચ જેવડા ટુકડા કરી નાંખવા પછી એક કલાક સુધી ઉકળતા પાણીમાં બોળી રાખવા જેથી પુળા ઉપર બિજ જરૂરી ફુગ હોય તો તેનો નાશ થઇ શકે
મશરૂમ રની વાવેતરની રીત: મશરૂમના રની ડિઝાઈન અને ધકાર જે તે જગ્યાના વાતાવરણ અને સુક્ષ્મ વાતાવરણ પર આધાર રાખે છે મશરૂમ ર વાંસની ફ્રેમો અથવા લોખંડની એંગલો અથવા સિમેન્ટ કોંક્રીટનું બનાવી શકાય છે જેમાં વાલની ઉપરની અને નીચેની બાજુમાં હવાની સારી રીતે અવરજવર થઇ શકે તેવી પુરતી બારીઓની સગવડ હોય અને સાથે સાથે થોડો ધકાશ જઇ શકે તેવી વ્યવસ્થા હોવી જોઇએ ભેજનું ધમાણ જળવાઇ રહે તે માટે કોથળા અથવા ખસની ટટ્ટીઓ લગાવવી અને ર કલાકે પાણીનો સ્પ્રે કરતા રહેવું છાપરા ઉપર ઘાસના પુળા ભરવા જેથી ધાબુ અથવા પતરાં હોય તો તપે નહિ.