Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

મોનસૂનમાં રહો રફ એન્ડ ટફ

 
Source: DB Gold Network   |   Last Updated 2:16 AM [IST](29/08/2010)
 
 
 
 
 
વરસાદી મોસમમાં મહિલાઓને સાડી કે સૂટ પહેરીને ઓફિસ જવા - આવવામાં ખૂબ તકલીફ નડતી હોય છે ત્યારે ‘રફ એન્ડ ટફ’ કપડાં વરસાદી મોસમની મજા સાથે સમસ્યા પણ હલ કરે છે

વરસાદની મોસમમાં ઘરની બહાર નીકળતાં જ કપડાં અને જુતાં ખરાબ થઈ જવાનો હંમેશાં ડર રહેતો હોય છે. સૂટ કે સાડી પહેરનાર મહિલાઓને આ તકલીફનો હંમેશાં સામનો કરવો પડે છે. ક્યારેક સાડીનો પાલવ તો ક્યારેક સલવાર ખરાબ થવાનો ડર રહે છે. આવી વરસાદી મોસમમાં જો ‘રફ એન્ડ ટફ’ કપડાં પહેરવામાં આવે તો કોઈ સમસ્યા નડતી જ નથી. મોઘાં સલવાર-સૂટ પહેરી તમે ઓફિસ જવા નીકળ્યાં હો અને તે વરસાદને કારણે ભીના થઈ જાય અથવા ગંદા થઈ જાય તો સ્વાભાવિક છે કે તમારું મન ઉદાસ થઈ જાય. સ્માર્ટ લેડી તો એ જ છે કે જે આવી વરસાદી મોસમમાં ટી-શર્ટ, કેપરી કે લેગિંગનો સહારો લે છે.આજકાલ કેપરીમાં પણ ઢગલો વરાઇટી ઉપલબ્ધ છે. જીન્સથી લઈને સ્ટ્રેચેબલ રંગબેરંગી કેપરી બજારમાં હવે સસ્તી અને સારી મળે છે. કેપરી આમ પણ વરસાદમાં ખૂબ જ અનુકૂળ પહેરવેશ છે કારણ કે તે ઘૂંટણથી થોડી જ નીચી હોય છે એટલે ખરાબ થવાનો કોઈ ડર રહેતો નથી.

ગર્લ્સ વધુ પસંદ કરે છે

ખાસ કરીને વરસાદી સિઝનમાં ગર્લ્સ કેપરીને વધુ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે કેપરી સસ્તી અને ટકાઉ છે. કેપરી દરેકના બજેટમાં સહેલાઈથી ઉપલબ્ધ છે. બીજું તેના પર ટી-શર્ટ કે શર્ટ પણ તમે પહેરી શકો છો અને સૌથી મોટી વાત એ છે કે તમારા લુકમાં પણ ફરક પડી જાય છે. મોસમ પ્રમાણે હવે બજારમાં જુતાં પણ ઉપલબ્ધ થવા લાગ્યાં છે. જોકે વરસાદીના આ મોસમમાં ફલોટરની માગ વધુ રહે છે જે વરસાદને લીધે ખરાબ થતા નથી.

લેગિંગ્સ આરામદાયક

લેગિંગ્સનું કાપડ પાતળું હોવાથી વરસાદમાં તે જલ્દી સુકાઈ જાય છે. જોકે લેગિંગ્સ પણ હવે કેપરી ટાઇપમાં મળી રહે છે, જે ખરાબ રસ્તાઓમાં કમ્ફટેંબલ રહે છે અને ખરાબ પણ થતા નથી. જોકે પેન્ટ્સના ટ્રેન્ડની સાથે યુવતીઓને આ સિઝનમાં ફ્રોક પણ કમ્ફર્ટ લુક આપે છે. તેમાં પણ ફ્લોરલ પ્રિન્ટ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. બરમૂડામાં પણ ઘણી પેટર્ન યુવતીઓને કૂલ લુક આપે છે. તેમાં પણ ખાસ હેરમ પેન્ટ્સ ઇન ડિમાન્ડ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.