Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

રંગભૂમિ પર જીવ્યો છું, રંગભૂમિ પર જ મરીશઃ ટીકુ ટલસાણિયા

 
Source: Jhagmagat, Roopali Shah   |   Last Updated 3:12 AM [IST](23/08/2010)
 
 
 
 
 
હાલ ‘સજન રે જૂઠ મત બોલો’ સિરિયલ અને ‘જેનું ખિસ્સું ગરમ એની સામે સૌ નરમ’ નાટકમાં અભિનય કરી રહેલા ટિકુ તલસાણિયાએ સિનેમાના માઘ્યમમાં પણ આગવું સ્થાન ઊભું કર્યું છે.

અભિનયયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ?

ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે પહેલી વાર ઇન્ટરકલાસ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ત્યારથી અભિનયયાત્રા અવિરત ચાલુ છે. રંગભૂમિ સાથે મારો બહુ જૂનો નાતો છે. ‘બળવંત અને બબલી’, ‘કાન્તિ તોફાને ચડયો’ જેવાં અનેક નાટકો કયાô છે. રંગભૂમિ પર તરત પ્રતિક્રિયા મળે. ત્યાં તમારે સંપૂર્ણપણે હાજર રહેવું પડે. એમાં કોઇ શોર્ટકટર્ નથી. નાટકમાં લગભગ એક મહિનો રિયાઝ થાય. પહેલાં પાંચ-સાત શોઝ સુધી થોડા સંવાદો કે પરિસ્થિતિ બદલાતી રહે, પણ પછી તો જેવાં એ પાત્રના કપડાં પહેરીએ એટલે એ કિરદાર, એ દશ્યો અને એ સંવાદોમાં રંગાઈ જઇએ. રંગભૂમિ મને ખૂબ પ્રિય છે. હું રંગભૂમિ પર જીવ્યો છું અને રંગભૂમિ પર જ મરીશ. કરીઅરની બાબતમાં નસીબદાર રહ્યો છું. હંમેશાં યોગ્ય સમયે યોગ્ય સ્થળે હાજર હોઉં છું.

ટી.વી. ફિલ્મ અને રંગભૂમિ- આ ત્રણેય માઘ્યમોને કેવી રીતે બેલેન્સ કરો છો?

ટીવીમાં રોજનું શૂટિંગ હોય છે. ફિલ્મો માટે તારીખો ફાળવવાની હોય છે અને રંગભૂમિના શોઝ રવિવારે અથવા રાત્રે હોય છે એટલે સંતુલન કરવામાં વાંધો નથી આવતો. પાત્રનો બહુ નેચરલ રીતે ઊપસાવું છું. જૉ હું એ પાત્ર હોઉં તો કંઇ રીતે બોલું, ચાલું, વર્તું? પાત્રને જીવવાની કોશિશ કરું છું.

કયા ફિલ્મ ડિરેકટરો સાથે કામ કરવું ગમે?

સૌની પ્રકૃતિ અને વ્યકિતત્વ જુદાં હોવાનાં. દોઢસો જેટલી હિંદી ફિલ્મો કરી છે. મહેશ ભટ્ટ, સંજય લીલા ભણસાળી, અનીસ બઝમી સાથે કામ કરવાની મજા પડે. હવે મારી દીકરી શિખા તલસાણિયાએ પણ ‘વેક અપ સિડ’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી છે.

કોમેડિયન તરીકે ટાઇપકાસ્ટ થઈ ગયા છો તે ગુંગળામણભર્યું લાગે છે?

જુદું કરવાની ઇરછા ઘણી છે. આમ તો દરેક રોલ, અપ્રોચ અને વાર્તા જુદાં હોય છે, એટલે દરેક પાત્રમાં તમે જુદાં જ દેખાવાના. ‘દેવદાસ’ ફિલ્મમાં મારો સિરિયસ રોલ હતો. બાકી લોકોને જે ગમતું હોય તે જ પીરસીએ છીએ.

અભિનય સિવાય બીજું શું ગમે?

ફોટોગ્રાફીનો અત્યંત શોખ છે. એ ઉપરાંત મોટરબાઇક જેવા ટુ-વ્હીલર ચલાવવાનું ખૂબ ગમે.

શામાંથી પ્રેરણા મેળવો છો?

હંમેશાં સારું કામ કરવાની ધગશ એ જ મારી પ્રેરણા. નીચું જૉવું પડે તેવું કોઇ કામ નહીં કરવું - અને જે કંઇ પણ કરો એમાં સર્વસ્વ નીચોવી દો. અમિતાભ બરચન, એન્થની હોપકિન્સ, બ્રેડ પીટ, જેમ્સ કેમરોન જેવા સારા કળાકારો હંમેશાં પ્રેરણારૂપ રહ્યા છે. મધુબાલા, ગુરુદત્તનો હું ચાહક છું.

ઝગમગાટ, રૂપાલી શાહ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.