ચાલો, જાતભાતની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં એકાઉન્ટ્સ ખોલાવી દીધા, જૂના યાર-દોસ્તોને શોધી લીધા, નવા ઓનલાઇન ભેરુઓ બનાવી લીધા, આ ઉનાળુ વેકેશનમાં ગાડી બાંધીને કયાં ફરવા ગયા’તા એના ફોટા અપલોડ કરી લીધા, બીજાના આવા ફોટા પર ચાબલી ચાબલી કોમેન્ટ્સ પણ મૂકી દીધી, ગયા શુક્રવારે કયું પિકચર જૉયું એની ચર્ચા કરી લીધી, ગામ-ગપાટાં હાંકી લીધા... બટ વ્હોટ નેકસ્ટ? અબ થોડા જ્ઞાન હો જાયે! મુલાકાત લઇએ એક સ્માર્ટ વેબસાઇટની, જેનું નામ જ સ્માટર્ છે, Òhttp://smart.fm મૂળ જાપાનની આ વેબસાઇટ છે તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ, પરંતુ જરા દુસરી કિસમ કી.
સાઇટના દાવા પ્રમાણે તે એક પર્સનલ લર્નિંગ સ્ટેશન છે. તમે અંગ્રેજી ઉપરાંત ચાઇનીસ, જાપાનીસ, ફ્રેંચ, સ્પેનિશ જેવી પરદેશી ભાષા શીખવા માગતા હો, એનું શબ્દભંડોળ વધારવા માગતા હો (માઇન્ડ વેલ, ભવિષ્યમાં એ કમાણીનો અદ્ભુત સ્રોત બનશે!), તો આ સાઇટ રમત રમતમાં તમને શીખવી દેશે. જસ્ટ આ સાઇટ પર જઇને, એક સાદું એકાઉન્ટ ખોલાવો અને તમને મનગમતાં જ્ઞાનનાં ઝરણામાંથી આચમન લેવાનું શરૂ કરી દો. ત્યાં આપેલા ‘ટાસ્ક’ કમ્પ્લટ કરો, એ જ ટાસ્કમાં ધુબાકા મારતા અન્ય વિશ્વબંધુ-ભગિનીઓ સાથે નોલેજ શેર પણ કરો. અહીં કેવા કેવા ટાસ્ક છે, એનાં એકઝામ્પલ્સ: ઉપર જણાવી એ ભાષાના શબ્દો શીખો, વિશ્વના દેશો અને એની રાજધાની વિશે જાણો, બેઝિક જર્મન ભાષા શીખો, માનવમગજ વિશે જાણો વગેરે. ઉપરાંત જે-તે શબ્દોની સાથે એના ઉરચાર સાંભળવાની સગવડ પણ અહીં છે. આમાં તમે પણ તમારા નવા ટાસ્ક ક્રિયેટ કરી શકો છો! હાલો, તંયે, નોલેજ સફારી પર! હા, આ સાઇટના ડાયરા ટિ્વટર આણિ ફેસબૂક પર પણ છે!
ડાઉનલોડ જંકશન
ઇન્ટરનેટ પરથી સોફ્ટવેર ને સોંગ્સ ને ફોટોગ્રાફસ વગેરે ડાઉનલોડ કરવાનો નાદ સૌને એવો વળગ્યો છે કે સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો અત્યારની પેઢીને ‘ડાઉનલોડ જનરેશન’ના નામે ઓળખવા માંડી છે. તમે જે વસ્તુ શોધવા માગતા હો, એ લગભગ કયાંક ને કયાંક તો ઇન્ટરનેટ પર ડાઉનલોડ કરવા માટે પડી જ હોય! લેકિન જહાં તક, રિલાયેબલ ડાઉનલોડિંગ કા સવાલ હૈ, આ રહ્યા કેટલાંક એવાં ભરોસેમંદ ઇ-ઠેકાણાં.
cnet.com : જાતભાતનાં સોફ્ટવેર, કન્વર્ટર, મીડિયા પ્લેયર્સ, બિઝનેસ એપ્લિકેશન્સ, ગેમ્સ, ગ્રાફિકસ, ડીવીડી બર્નર વગેરે હજજારો વસ્તુઓ ડાઉનલોડ કરવા માટે આ સાઇટ મસ્ત છે. ઉપરાંત અહીં ટેકનોલોજીની દુનિયાના તાજાતરીન સમાચાર, નવી નવી પ્રોડકટના રિવ્યૂઝ, પ્રાઇઝ અને ફીચર કમ્પેરિઝન, સોશિયલ કમ્યૂનિટીઝ (અફકોર્સ!) વગેરે પાર વિનાની સામગ્રી પડી છે.
- sourceforge.net: તમે આમ ક્રિયેટિવ ટાઇપનું દિમાગ ધરાવતા હો અને કોઇકે વિકસાવેલા સોફ્ટવેર-પ્રોગ્રામ્સમાં તમારું ભેજું ચલાવીને કંઇક ફેરફાર કરવા ઇરછતા હો તો આ સાઇટ પર એવા ફેરફાર કરવાની તક આપતા પાર વિનાના ઓપન સોર્સ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે પડયા છે.
- www.brothersoft.com: સોફ્ટવેરની દુનિયામાં છબછબિયાં કરવાના આદી લોકોને માટે આવું જ બીજું ઠેકાણું છે, આ પોચા ભાઇ, એટલે કે બ્રધરસોફ્ટ! અહીં પણ તમારી જરૂરિયાત પ્રમાણેના, યોગ્ય ફિટિંગવાળા સોફ્ટવેર, પ્રોગ્રામ્સ મળી રહેશે!
www.zedge.net: કયા આપ ભી મોબાઇલ કે દીવાને હો? નવી નવી રિંગટોનું, નવી નવી થીમું, મેસેજું, રમતું તમારા સ્માર્ટ મોબાઇલમાં ડાઉનલોડ કરીને ઇ-આનંદ મેળવવાનો શોખ ફરમાવો છો? તો, આ સાઇટની વિઝિટ આપના માટે મસ્ટ છે! અહીં બસ, તમારા મોબાઇલના મોડેલ પ્રમાણેનું સ્ટફ શોધીને એક જ કિલકથી, આઇધર તમારા પીસીમાં અથવા સીધું જ તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો. જૉ અહીં તમારો પ્રોફાઇલ ક્રિયેટ કરી લેશો તો તમે પણ તમારી બનાવેલી સામગ્રી અપલોડ કરી શકશો અને બીજા આવા મોબાઇલ મસ્તીખોરો સાથે મોજ કરી શકશો!
ફિલ્મ દીવાને!
તમને પણ એક સારચા ભારતીયની જેમ ખૂબ બધી ફિલ્મો જૉવાનો શોખ છે ને! લેકિન અમે વીડિયો લાઇબ્રેરીઓમાં ઓબ્ઝર્વેશનથી જાણ્યું છે કે મોટા ભાગના લોકો કઇ ફિલ્મ જૉવી એનો નિર્ણય લાઇબ્રેરીવાળા મહાશયને પૂછીને કરતા હોય છે. હવે એ ફિલ્મરસિક ભાઇને જૉવી હોય કોઇ ‘રિંગ’ કે ‘રોઝમેરીઝ બેબી’ ટાઇપની ખોફનાક હોરર ફિલ્મ અને લાઇબ્રેરીવાળા બંધુ એમને કોઇ ‘કબ્રસ્તાન કા ચૌકીદાર’ ટાઇપની ફિલ્મની ડીવીડી પકડાવી દે! આવું બધું બીજા પ્રકારની ફિલ્મો માટે પણ થાય, એટલે સરવાળે બને એવું કે વર્લ્ડ સિનેમાની ખરેખર જૉવા જેવી આલાતરીન ફિલ્મોથી રસિકજનો અજાણ્યા જ રહી જાય! એના માટે ઇન્ટરનેટ છે ને!
સૌપ્રથમ તો www.afi.com પર જાઓ. એકરયુઅલી, આ સાઇટ ‘અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટયૂટ’ નામની એક સૈકાજૂની સંસ્થાની વેબસાઇટ છે. આ સંસ્થાએ પાછલાં સો વર્ષમાં બનેલી ફિલ્મોમાંથી વીણીવીણીને બેસ્ટ કોમેડી, રોમેન્ટિક, મ્યુઝિકલ, થિ્રલર એવી બધી સો સો ચુનંદી ફિલ્મોનાં લિસ્ટ તૈયાર કયાô છે. એ લિસ્ટ પીડીએફ ફાઇલ સ્વરૂપે ડાઉનલોડ કરી લો અને એમાંથી જૉઇને ફિલ્મો જૉતા જાઓ. જેમ જેમ ફિલ્મો જૉવાનો ક્રમ આગળ વધતો જાય એમ એ ફાઇલમાં એના નામની સામે ટિક પણ કરતા જાઓ. લગભગ એકેય ફિલ્મ જૉયા પછી પસ્તાશો નહીં એની ગેરંટી.
બીજી એક વેબસાઇટ છે, www.1001beforeyoudie.com આ સાઇટ પર આ જન્મારામાં જૉવા જેવી વિવિધ પ્રકારોની ૧૦૦૧ ફિલ્મોની વિશ્વભરના નામાંકિત ફિલ્મ સમીક્ષકોએ તૈયાર કરેલી યાદી આપી છે. એકરયુઅલી, આ પ્રકારનાં પુસ્તકોની સીરિઝની આ સાઇટ છે. આ સીરિઝમાં ૧૦૦૧ વાંચવા જેવાં પુસ્તકો, સાંભળવા જેવાં મ્યુઝિક આલબમ્સ, ફરવા જેવાં સ્થળો, જૉવા જેવાં પેઇન્ટિંગ્સ, ચાખવા જેવાં વાઇન, જૉવા જેવી અદ્ભુત ઇમારતો, મુલાકાત લેવા જેવાં ઐતિહાસિક સ્થળો વગેરેની યાદી પણ આપેલી છે. આ પણ મસ્ટ-સી સાઇટ છે!
પરંતુ તમને કો’ક પૂછે કે તમે અત્યાર સુધીમાં કેટલી અને કઇ કઇ ફિલ્મો જૉઇ હશે, તો? વેલ, તમે હજજારોની સંખ્યામાં ફિલ્મો જૉઇ હોય, પરંતુ એ કંઇ યાદ થોડું હોય! પણ ધારો કે, એ બધી ફિલ્મો યાદ હોય તો દુનિયા કે સામને કેવો વટ પડી જાય! વેલ, આવો જ લહાવો આપે છે, www.icheckmovies.com નામની સાઇટ. અહીં જાઓ, સાઇન અપ થાઓ, અન્ય ફિલ્મરસિકોએ જૉયેલી ફિલ્મોના લિસ્ટ જુઓ અને એમાંથી તમે જૉઇ કાઢેલી ફિલ્મોની સામે ટિક કરીને તમારું પોતાનું લિસ્ટ પણ તૈયાર કરતા જાઓ. એ દરેક ફિલ્મોની ડિટેઇલ્સ વાંચો અને ચર્ચા કરો. અને હા, ઝમાને કો દિખાને કે લિયે તમારા આ લિસ્ટની યાદી બધાને મોકલવાનું ચૂકશો નહીં! લેકિન લેકિન લેકિન, અહીં આપેલી તમામ સાઇટ્સ માત્ર આંગળી ચીંઘ્યાનાં પુણ્ય જેવી છે. ખરેખરું કામ તો તમારે જ એ સાઇટ્સ પર જઇ માહી પડીને મહાસુખ મેળવવાનું છે! સો, આપ કા સમય શુરૂ હોતા હૈ, અબ!