ઇશ્વર આપણને સતત જૉઈ રહ્યો છે. માટે એવું
જીવીએ કે આપણને જૉવામાં એને આનંદ આવે. અજ્ઞાત
રાશિ વિશેષ
સિંહ: ૨૪ જુલાઇથી ૨૩ ઓગસ્ટ
તમારી આશા અણધારી રીતે પૂર્ણ થશે. અશકય લાગતી ઘટના બનશે. એથી ઉત્સાહ, સંતોષ વધશે, ઝડપ તેજ બનશે. તમારે વધુ સજજ રહેવું પડશે. નેટવર્કિંગ બહેતર રાખવું પડશે. હિમ્મતભર્યા પગલાં લેતાં અચકાતા નહીં, આકાશને આંબવું હોય તો આગળ વધવામાં મહત્ત્વના માણસોને સાથે રાખો. નવા વિચારો અને આધુનિક ટેકનોલોજી થકી તમારી પોતાની અપેક્ષાને તમે વળોટી શકશો. વેપાર અને આર્થિક બાબતોમાં નફો વધશે, પણ સાથે થોડી ચિંતા પણ રહેશે. પ્રેમ અને રોમાન્સમાં સારો સમય તમારી રાહ જુએ છે, પણ મતભેદને લાંબા ખેંચતા નહીં. કામના સ્થળે સંબંધો સુધરશે.
ટેરો કહે છે: ઓગસ્ટમાં સામાન્ય કરતાં વધુ પ્રોફેશનલ ગ્રોથ થશે. તમે નવા નવા અખતરા કરવા પ્રેરાશો. આમાંના કેટલાક પ્રયોગ તમારા ભવિષ્યનો માર્ગ ઘડશે. તમારે માટે કામ પણ ડાબા હાથનો ખેલ બનશે. જૉકે, પ્રેરણા અને ઉત્કટ ઇરછા છતાં નવા માર્ગે આગળ વધતા થનારા લાભોનો કાળજીથી વિચાર કરવો. રાશિ કહે છે: વિવિધ મહત્ત્વાકાંક્ષા - ખાસ કરીને વ્યવસાયી - પૂર્ણ કરવા માટે પૂરી તાકાતથી મચવાનો વિચાર કરતા હો તો સાંભળી લો કે એમ કરવાની હજી વાર છે. શુભ દિવસ: મંગળવાર, શુભ રંગ: રાખોડી, ધેરો લાલ, મરૂન, બદામી
વૃષભ: ૨૧ એપ્રિલથી ૨૧ મે
ટેરો કહે છે: વ્યવસાયી, આર્થિક અને અંગત એવી ગુપ્ત ઇરછાઓ આ મહિને તમારાં કાર્યોને દોરશે. સદ્ભાગ્યે તમને જેની ખોટ લાગતી હોય એ પુરાઈ જશે. તમારાં કાર્યોને તમે વધુ વ્યવસ્થિત કરી શકશો. અંત:સ્ફૂરણા પર વધુ ઘ્યાન આપવું. વેપાર અને આર્થિક બાબતોમાં લાંબા સમયથી તમે જેની પાછળ પડેલા એ કામનાં પરિણામ મળશે. રાશિ કહે છે: પ્રેમના ગ્રહ શુક્ર અને તમારી ઈરછાઓના ચાલક ગ્રહ પ્લુટોની યુતિ સૂચવે છે કે કામકાજ માટેની જૂની ભાગીદારી પાછી જીવંત થઈ શકે. નવું સોનેરી પ્રભાત થશે અને ઘણો આર્થિક લાભ થશે. શુભ દિવસ: સોમવાર, શુભ રંગ: સફેદ, ગુલાબી, ભૂરો, બદામી
મિથુન: ૨૨ મેથી ૨૧ જૂન
ટેરો કહે છે: તમારા પોતાના સમયે કામ કરવાની વધુ આઝાદી મળશે. અણધારી ઘટનાનો તાગ પામવાની સહજ શકિત તમારો હાથ ઉપર રાખશે. પ્રગતિના અવરોધ દૂર કરી શકશો. વિશ્વાસ રાખી શકો એવા લોકો સાથે વિચારોની આપ-લે વધશે. વેપાર અને આર્થિક બાબતોમાં ત્વરિત નિર્ણયો લેશો તો બજારની સ્થિતિના લાભ મેળવી શકશો. રાશિ કહે છે: ભાગીદારો અને પ્રિય પાત્ર સાથે મુલાયમતાથી કામ લેવું પડશે, કેમકે લાગણીના પ્રશ્નો ઊભા થશે તો તમારે ઘણી કમિંત ચૂકવવી પડશે. તમે કંઇ નહીં કરી શકો એવું એમને લાગશે. તમે ભેટ આપવાથી શરૂઆત કરી શકો. શુભ દિવસ: શુક્રવાર, શુભ રંગ: ભૂરો, ગુલાબી, પીળો અને લાલ
કર્ક: ૨૨ જૂનથી ૨૩ જુલાઇ
ટેરો કહે છે: ધંધા-વ્યવસાયની બાબતોને નવેસરથી ધક્કો આપવાથી લાભ થશે. ભાગ્યદેવતાના આશીર્વાદ તમારી સાથે રહેશે, એટલે નિષ્ફળતા તમારાથી દૂર રહેશે. તમે વધુ ઊંચાઇ પર પહોંચશો. તમારી વિચારણા કે સર્જનશીલતાને યોગ્ય ઢાળ મળવામાં તકલીફ પડી શકે. વેપાર અને આર્થિક બાબતોમાં નવા વિસ્તારોમાં પ્રવેશી શકશો. રાશિ કહે છે: તમે થાક અને નબળાઇ અનુભવશો. તમને કોઇ પછાડવા મથી રહ્યું છે એવી ચિંતા રહેશે. તમારા ગ્રહો જૉતાં આવી લાગણી જાગવી સ્વાભાવિક છે. પર્ફોર્મન્સ સુધારવા તમારે ધીમા પડી આરામ કરવાની જરૂર છે. શુભ દિવસ: ગુરુવાર, શુભ રંગ: ધેરો ગુલાબી, પીળો, બદામી, લાલ
સિંહ: ૨૪ જુલાઇથી ૨૩ ઓગસ્ટ
ટેરો કહે છે: ભાગ્ય તમને જે તક આપે એનો વધુમાં વધુ લાભ ઉઠાવવો હશે તો લાઇવ ટીવી શોના એન્કર જેવી સજજતા-સમયસૂચકતા રાખવી પડશે. નવી યોજનાઓ આગળ ધકેલતા રહેજૉ. નવા આઈડિયાઝ આપી શકે તેવા લોકોના સંપર્કમાં રહેવું. વેપાર અને આર્થિક બાબતોમાં વધુ નફા પર ¼ષ્ટિ રાખીને નવી યોજનાઓમાં આગળ વધો. રાશિ કહે છે: લોકો તમને બહેતર રીતે સમજશે તથા તમે જે આકરો પરિશ્રમ કરી રહ્યા છો એ બદલ તમને ઘણું સારું આર્થિક વળતર મળશે. પરંપરાની જડ સાંકળ તમારે તોડવાની છે. શુભ દિવસ: શનિવાર, શુભ રંગ: લીલો, ભૂરો, રાખોડી, ગુલાબી
કન્યા: ૨૪ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ટેરો કહે છે: ‘એડવાન્ટેજ બેન્ક’ ઊભી કરવા માટે સારો મહિનો. બધાથી એક ડગલું આગળ રહેવાનો આગ્રહ અને એ માટેની મહેનત ભવિષ્ય સભર બનાવવા માટે મહત્ત્વનાં બનશે. સંભવિત ફેરફારો અને પડકારોને પહોંચી વળવામાં નવી માહિતી તમારા હાથ મજબૂત કરશે. વેપાર અને આર્થિક બાબતોમાં થોડી ચિંતાનો સામનો કરવો પડશે. રાશિ કહે છે: જીવનમાં સફળ થવા સંવાદના બધા રસ્તા ખુલ્લા રાખો. તમારું ઉત્પાદન અને કંપનીની પ્રતિષ્ઠા સુધારવામાં એનાથી મદદ મળશે. જીવન પ્રત્યેના તમારા અભિગમ પર બધો આધાર છે. શુભ દિવસ: બુધવાર, શુભ રંગ: કિરમજી, ગુલાબી, કાળો
તુલા: ૨૪ સપ્ટેમ્બરથી ૨૩ ઓકટોબર
ટેરો કહે છે: આખા ઓગસ્ટમાં આકરી હકીકતો તથા તમામ પ્રકારના વિચારોની આપ-લેનું મહત્ત્વ વધશે. તમે વિચારોને સ્પષ્ટતાથી ભારપૂર્વક વ્યકત કરીને જરૂરી યોજનાને બળ પૂરો પાડી શકશો. વર્તમાન પ્રવાહો અંગે તમને નવી ¼ષ્ટિ મળશે. પડકાર જેટલો મોટો એટલું પરિણામ વધુ સારું. વેપાર અને આર્થિક બાબતોમાં તમે ખાસ યોજના શરૂ કરી શકશો. રાશિ કહે છે: પ્રવાસ માટે સારો સમય, કેમ કે એ તમારા ગ્રાહકોની સંખ્યા અને રોકડ પ્રવાહ વધારશે. સમયનો સદુપયોગ તમારી ઉત્પાદકતા વધારવા તથા બજારમાં તમારી કંપનીનું નામ બહેતર કરવા કરો. શુભ દિવસ: મંગળવાર, શુભ રંગ: પીળો, ગુલાબી, બદામી, લાલ
વૃશ્ચિક: ૨૪ ઓકટોબરથી ૨૨ નવેમ્બર
ટેરો કહે છે: નવી પહેલ કરશો અને એના અણધાર્યા લાભ પણ મળશે. વ્યવસાયમાં એકથી વધુ નવી યોજના અમલમાં મૂકી શકશો. અંગત સમીકરણો-સંબંધો નવી ઊંચાઈને આંબશે. સંપર્કોખૂબ લાભદાયી બનશે. વેપાર અને આર્થિક બાબતો માટે સારો મહિનો. રાશિ કહે છે: તમે શિક્ષક હો કે વેપારી - આવક ઘણી વધશે. તમારું શારીરિક-માનસિક આરોગ્ય પણ બહેતર થશે. પૂરી તાકાતથી જીવનમાં આગળ વધી શકશો. પ્રતિસ્પર્ધાઓ અને શત્રુઓ ઘણા પાછળ રહી જશે. શુભ દિવસ: ગુરુવાર, શુભ રંગ: સોનેરી પીળો, બદામી, ધેરો પીળો
ધન: ૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ટેરો કહે છે: તત્કાળ લીધેલા નિર્ણયો અપેક્ષા કરતાં વધુ સારું વળતર આપશે. તમારી કુશળતાને કારણે કામમાં થતો વિલંબ અંકુશમાં આવશે. તમારું સ્થાન વ્યવસાયી રીતે તો મજબૂત થશે. સામાન્ય કરતાં વધુ ઝડપ અને વિચારોની વધુ આપ-લે તમને વધુ સુ¼ઢ બનાવશે. રાશિ કહે છે: આરોગ્ય સંબંધી મોટું બિલ ચૂકવવા તૈયાર રહો. તમારા ધંધા-વ્યવસાય તથા આર્થિક બાબતોના ગ્રહોની સ્થિતિ પરથી એક વાત દીવા જેવી સાફ છે કે પુષ્કળ પરિશ્રમ અને વધારાના પ્રયાસથી જ આવક વધી શકશે. શુભ દિવસ: શનિવાર, શુભ રંગ: લીલો, બદામી
મકર: ૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
ટેરો કહે છે: તમે કરેલી પહેલ અને સદ્ભાગ્યના જૉર પર તમે ઘણા આગળ વધી શકશો. તમે તમારી શકિતને વધારી શકશો, વધુ સજજ કરી શકશો. હકીકતમાં એકપણ તકને હાથમાંથી સરી ન જવા દેવી એ આ મહિને તમારી સામેનો પડકાર હશે. મહત્ત્વનાં લક્ષ્યોની તમે બરાબર પાછળ પડશો. તમારા પ્રયાસ સંતોષ અને પ્રશંસા બન્ને આપશે. રાશિ કહે છે: ખર્ચા આકાશને આંબશે અને તમારા ઉત્પાદનમાં વિલંબ થશે એટલે આર્થિક મોરચે હાથ એકદમ કડક રાખવો પડશે. ધીરજ સફળતા મેળવવા માટેની ચાવી બનશે. વિદેશયાત્રા બહેતર પરિણામ અપાવે. શુભ દિવસ: બુધવાર, શુભ રંગ: લીલો, જાંબુડિયો, રાખોડી, બદામી
કુંભ: ૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ટેરો કહે છે: બધું બરાબર ચાલતું હશે તોય વધુ સંતોષ મળે એ માટે તમે આતુર રહેશો. પોતાની તાકાત પર કંઇ સરસ નિર્માણ કરી શકો એવા તબક્કામાં તમે છો. સુધારા તથા બહેતર કામ અને પરિણામને જીવનનો હિસ્સો બનાવવાનો અભિગમ રહેશે. નવા વિચારો તમને પ્રેરણા આપતા રહેશે.નવો ધંધો, નવી ભાગીદારી, નવું રોકાણ તમને લાભ અપાવશે. રાશિ કહે છે: તમારાં બાકી રહેલાં કાર્યો-સાહસો-જવાબદારી પૂર્ણ થશે. ભંડોળ-લોન સહેલાઇથી મળશે. તમારા કામનો પ્રકાર અને જીવન પર એની અસર મોટું પરિવર્તન લાવશે. નવાં સુંદર કાર્યોશરૂ થશે. શુભ દિવસ: ગુરુવાર, શુભ રંગ: પીળો, બદામી, ગુલાબી
મીન: ૨૦ ફ્રેબ્રુઆરીથી ૨૧ માર્ચ
ટેરો કહે છે: અગાઉની મહેનત અને નવા સંકેતોથી તમારું સ્થાન બહેતર બનશે. વ્યવસાય, નાણાં અને અંગત જીવન-ત્રણેને એ લાગુ પડે છે. નવી બાબતો શરૂ થશે એથી સારી તકો મળશે. હિંમતભર્યોઅભિગમ લેવા માટેનો યોગ્ય સમય. વેપાર અને આર્થિક બાબતોમાં વધુ લાભદાયી તબક્કા માટે મોટી છલાંગ ભરી શકશો. રાશિ કહે છે: લાભદાયી મહિનો. આગલા બે માસની સખત મહેનતના પરિણામે આર્થિક પ્રવાહ સારો રહેશે. હવે તમે પોતાનાં આરોગ્ય અને બધા વડીલોની સારસંભાળ પર ઘ્યાન આપશો. શુભ દિવસ: શુક્રવાર, શુભ રંગ: ધેરો ભૂરો, નેવી બ્લ્યૂ, ગુલાબી
રાશિ ભાવિ, જ્યોતિષી બેજન દારૂવાલા અને ટેરો નિષ્ણાંત વીનૂ સંદલ