ખગોળવિદોએ પૃથ્વીથી ૧૨૭ પ્રકાશ વર્ષ દૂર એક વિશાળ સૌરમંડળની શોધ કરી છે. તેમાં સાત ગ્રહ છે. જે સૂર્યની સમાન જ તારાઓની પરિક્રમા કરી રહ્યા છે. છ વર્ષના સંશોધન પછી ખગોળવિદોએ દાવો કર્યો છે કે સૂર્યથી અલગ સૌથી મોટા સૌરમંડળની શોધ પહેલાં ક્યારેય નથી થઇ. તેના પાંચ ગ્રહોનું કદ પૃથ્વી કરતાં ૧૩થી ૨૫ ગણું વધારે છે.
ડૉ. ક્રિસ્ટોફી લોવિસને ટાંકીને જણાવાયું છે કે આ સૌરમંડળમાં પાંચ ગ્રહ હોવાની બાબતને સમર્થન મળી ગયું છે અને અન્ય બે ગ્રહની હયાતી અંગે પણ મજબૂત પુરાવા મળ્યા છે. તે ગ્રહો વચ્ચે ગુરુત્વાકર્ષણની અંત:ક્રિયા એકદમ જટિલ છે. તેનો અભ્યાસ કરવાથી ખગોળવિદોને સૌરમંડળના વિકાસની પ્રક્રિયાને સમજવામાં મદદ મળશે. યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીના ખગોળવિદ ડૉ. લોવિસની આગેવાની હેઠળ આ સંશોધન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં ૧૫ સૌરમંડળ
અત્યાર સુધીમાં આવા ૧૫ સૌરમંડળની શોધ કરી ચૂક્યા છે. જેમાં ઓછામાં ઓછા ત્રણ ગ્રહ છે. આ અગાઉ ‘કૈંસસિરી’ સૌરમંડળની શોધ કરવામાં આવી હતી.
નવા સૌરમંડળને ઓળખો
મુખ્ય તારાનું નામ એચડી-૧૦૧૮૦ છે તે ધરતીથી ૧૨૭ પ્રકાશ દૂર હાઇડ્રસ સ્થિત દક્ષિણતારા પૂજમાં છે.
આ ગ્રહોની પરિક્રમા અવધિ છ દિવસથી લઇને ૬૦૦ દિવસની વચ્ચે છે.
આપણા પૈતૃક તારાથી આ ગ્રહોનું અંતર પૃથ્વીથી સૂર્યના અંતરની સરખામણીમાં ૦.૦૬થી ૧.૬ ગણું વધુ છે. આ પાંચ ગ્રહના કદ પૃથ્વીના કદ કરતાં ૧૫થી ૨૫ ગણા મોટા છે.
શનિ જેવા અન્ય ગ્રહની ઉપસ્થિતિના મજબૂત પુરાવા મળ્યા છે.
આ ગ્રહ પથ્થર જેવી પ્રકૃતિ ધરાવે છે અને એટલો ગરમ છે કે ત્યા જીવન શક્ય નથી