અમેજને પોતાના ઇ-બુક રીડર કિંડલના બે નવા સંસ્કરણ બજારમાં ઉતાર્યા છે. આ ઇ-બુક રીડર્સમાંથી પ્રથમ સંસ્કરણ વાઇ-ફાઇ સુવિધાથી સજ્જ છે. તેની કિંમત ભારતીય ચલણમાં ૭૯૦૦ રૂપિયા હશે.
બીજું સંસ્કરણ ૩જી સુવિધાસજ્જ હશે. તેની કિંમત ૧૧ હજાર રૂપિયાની આસપાસ હશે. બંને સંસ્કરણોના કિસ્સામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અલગ બ્રાઉઝરની જરૂર નથી. તેમાં ૩૫૦૦થી વધુ પુસ્તકો સ્ટોર કરી શકાય છે.