Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

કથક કળાના કસબી

 
Source: Art Corner, Shaily Parikh   |   Last Updated 12:45 AM [IST](10/09/2010)
 
 
 
 
 
ભારતીય શાસ્ત્રીય નૃત્યને વિદેશની ધરતી પરલોકપ્રિયતા અપાવવા માટે ઇચ્છુક ઊર્જા દેસાઇ-ઠાકુરે કથક નૃત્યના પરફોર્મન્સ માટે અનેક વિદેશી સંસ્થાઓના એવોર્ડ મેળવ્યા છે.

વિદેશમાં ભારતીય નૃત્યનો પ્રચાર કરવો તથા વિદેશીઓને નૃત્યની તાલીમ આપવી અઘરી બાબત છે. આપણે જોઇએ છીએ કે ભારતીય ફિલ્મોમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોની કલા લુપ્ત ન બની જાય તે માટે શાસ્ત્રીય નૃત્યોવાળા ગીતો લેવાય છે. ‘ભૂલભૂલૈયા’ ફિલ્મમાં વિદ્યા બાલનને વિદેશથી આવી હોવા છતાં ‘મેરે ઢોલના’ ગીતમાં શાસ્ત્રીય નૃત્ય કરતી બતાવવામાં આવી છે. અમદાવાદના ઊર્જા દેસાઇ-ઠાકુર પણ કંઇક આવી જ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. ગાયિકા માતા આભા દેસાઇ અને ડોક્ટર પિતા યતીનભાઇ દેસાઇના પુત્રી ઊર્જા યુકે ખાતે વિદેશી બાળકોને કથક નૃત્યની તાલીમ આપે છે.

ઊર્જાએ આઠ વર્ષની વયે કદમ્બ નૃત્ય અકાદમીના કુમુદિની લાખિયા પાસેથી કથક નૃત્યની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. ઊર્જાએ વિશારદ પૂરું કર્યું. આ સાથે તેમણે દાહોદથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઈનિંગનો ડિપ્લોમા કોર્સ પણ કર્યો છે. કદમ્બ ડાન્સ અકદામીમાં તેઓ નૃત્ય શીખતા તથા ત્યાંની બાળકીઓને પણ ઘણી વાર શીખવતા. તેમના માતાએ ૧૯૮૩માં પગરવ ડાન્સ ગ્રૂપની શરૂઆત માત્ર ફોક ડાન્સ શીખવવા શરૂ કરી હતી. વર્ષ ૧૯૯૭માં ઊર્જાએ પગરવમાં ફોક ડાન્સની સાથે શાસ્ત્રીય નૃત્ય તરીકે કથકને પણ સમાવ્યું. લગ્ન પછી વર્ષ ૨૦૦૩માં પતિ નેહલ ઠાકુરના સહકારથી પગરવ ડાન્સ એકેડમી લંડનમાં શરૂ કરી.

લંડનમાં શરૂઆતના વર્ષોમાં કથકના શો કરવા અને કથક શીખવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ભેગા કરવા અઘરું કામ હતું, પરંતુ અથાક મહેનત અને હકારાત્મક અભિગમથી ઊર્જાએ શીખવવાનું શરૂ કર્યું. કથકની તાલીમ આપવાની સાથે સાથે લંડનની શાળા-કોલેજોમાં કથકની તાલીમ શિબિરોનું આયોજન, વિવિધ ફેસ્ટિવલ વખતે કથકના શોનું આયોજન પણ ઊર્જાએ સંભાળ્યું. ભારતમાં દિલ્હી, મુંબઇ, લખનૌ, ઇન્દોર, ભોપાલ જેવા સ્થળોએ ઊર્જાએ સોલો તથા ગ્રૂપ પરફોર્મન્સ આપ્યા છે.

અત્યારે તેઓ યુકેમાં મિલ્ટન કેયન્સ ખાતે વિદેશીઓ તથા ત્યાં વસતાં ભારતીય કુટુંબોના બાળકોને કથક શીખવી રહ્યાં છે. નૃત્ય સિવાય સંગીત પરિવારમાં ઉછરેલાં ઊર્જાએ સંગીતની પ્રારંભિક તાલીમ પણ લીધી છે. હાલમાં તેઓ કથક અને વેસ્ટર્ન બીટના સમન્વયથી નૃત્યનાટિકા દ્વારા વિવિધ સ્થળોએ પોતાનું તથા પોતાના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ આપે છે.

તાજેતરમાં પગરવ ડાન્સ કંપનીના શીર્ષક હેઠળ તેમણે બહારા, હેટ, ફલક નામના ડાન્સ પ્રોડક્શન બનાવ્યા છે. હેટ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હેટમાં સ્ત્રીના જન્મથી મૃત્યુ સુધીની તમામ અવસ્થાને વણી કથક ડાન્સ સાથે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયનનો સમન્વય કરવામાં આવ્યો છે.’ ઊર્જાની કળાને આર્ટ કાઉન્સિલ ઇંગ્લેન્ડ, સાઉથઇસ્ટ ડાન્સ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે. શિક્ષિકા, કોરિયોગ્રાફર અને નૃત્યાંગના એવા ઊર્જાને ગાયન તથા ફિલ્મો જોવી પણ ખૂબ ગમે છે. તેમના ડાન્સ પ્રોડક્શનને ઘણી વાર મલ્ટિનકિન્સ ગવર્નમેન્ટ તથા સોશિયલ ગ્રૂપ્સ દ્વારા ફંડિઁગ પણ મળ્યું છે.

ભવિષ્યમાં વિદેશની ધરતી પર કથક શીખતા બાળકોને વધુ ને વધુ ઉપયોગી બની શકાય એવી મહેચ્છા ઊર્જા ધરાવે છે. સતત કાર્યશીલ અને ઉત્તમ કથક નૃત્યાંગના ઊર્જા કથકમાં ખૂબ આગળ વધે અને પોતાની કારકિર્દી માટે સેવેલા તેમનાં તમામ સ્વપ્ન સાકાર થાય એવી શુભેચ્છાઓ.

આર્ટ કોર્નર, { શૈલી પરીખ }
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.