રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સર્વિસઝિ બોર્ડ, મુંબઇ દ્વારા કોન્ટ્રાકટ બેઝીઝ પર એક્ઝિકયુટિવ ઇન્ટર્નની જગ્યા પર ભરતી થઇ રહી છે. અહીં ભરતી થનાર ઉમેદવારને ફિકસ્ડ કોમ્પેન્સેશન (પેકેજ) વાર્ષિક મળવાપાત્ર છે. જેમાં પહેલા વર્ષે R ૫ લાખ, બીજા વર્ષે સાડા પાંચ લાખ તથા ત્રીજા વર્ષે R છ લાખ પેકેજ મળવાપાત્ર છે.
યોગ્યતા: ૬૦ ટકા સાથે સ્નાતક તથા ઇન્ફર્મેશન ટેક્નોલોજી સંબંધિત સર્ટિ. કોર્સ કર્યો હોવો જોઇએ.
વયમર્યાદા: ઉમેદવારની વય ૨૧થી ૩૦ વર્ષ હોવી જોઇશે.
પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા ૨૪ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે. તેમાં જનરલ અવેરનેસ, ઇંગ્લિશ લેંગ્વેજ, કવોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રિઝનિંગનાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. સફળ ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવાશે.
અરજીપત્ર: વિશેષ માહિતી નિયત અરજીપત્ર માટે તા. ૩૧ જુલાઇ, ૨૦૧૦નું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જુઓ અથવા ક્લિક: www.onlinedr.rbi.org.in. ઓફ્ફલાઇન અરજી તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૧૦ સુધીમાં કરી શકાશે.
પોલીસ કોન્સ્ટેબલ (ઓર્ડલી) વર્ગ-૪ની ભરતી
ગુજરાત સરકારના ગૃહવિભાગના તા. ૧૭-૪-૨૦૧૦નાં જાહેરનામા દ્વારા પોલીસ કોન્સ્ટેબલ (ઓર્ડલી) પુરુષ વર્ગ-૪નાં બનાવેલ ભરતી નિયમો મુજબ તેમજ તેમાં ભવિષ્યમાં ફેરફાર થનાર નિયમોને આધિન રહીને હાલ ભરતી થઇ રહી છે. આ માટે ૧૮થી ૨૫ વર્ષની વચ્ચેના ઉમેદવારોએ એસએસસી અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી તથા હિન્દી-ગુજરાતી અથવા બંનેનું જ્ઞાન હોવું જોઇશે.
અરજીપત્ર: માહિતી માટે તા. ૩ ઓગસ્ટના રોજ અખબારોમાં પ્રસિદ્ધ થયેલી જાહેરખબર જુઓ અને નિયત અરજીપત્ર જરૂરી પરીક્ષા ફી સાથે પોલીસ કમિશનરશ્રીની કચેરી/જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે તા. ૩૧-૮-૨૦૧૦ સુધીમાં પહોંચાડૉ.
ગુજરાત ગૌણ સેવા દ્વારા હેડકલર્કની ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, આદિજાતિ વિકાસની કચેરી તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતામાં ૨૭૫ કરતાં વધુ જગ્યાઓ પર સ્નાતક થયેલા ૨૧થી ૨૮ વર્ષના ઉમેદવારો માટે હેડ કલર્કની જગ્યાઓ પર ભરતી થઇ રહી છે
. અરજીપત્ર: ક્લિક: www.gujaratpublication.com..
ઓનલાઇન અરજી માટે ક્લિક: ojas.guj.nic.in. અરજીની છેલ્લી તા. ૩૧ ઓગસ્ટ છે.
યુકો બેન્ક દ્વારા કલર્કની ભરતી
યુકો બેન્ક દ્વારા ગુજરાત બહારના વિવિધ રાજ્યો ખાતે આવેલી શાખાઓમાં કલાર્કની ભરતી થઇ રહી છે. આ માટે ૬૦ ટકા માકર્સ સાથે ધો. ૧૨ પાસ અથવા સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. ઉમેદવારને કમ્પ્યૂટર એમ.એસ. ઓફિસનું જ્ઞાન તથા જે રાજ્ય માટે અરજી કરવી હોય તે રાજ્યની ભાષાનું વાંચવા, લખવા અને બોલવાનું જ્ઞાન હોવું આવશ્યક છે.ઉમેદવારની વય ૧૮થી ૨૮ વર્ષ.
પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા તા. ૧૪-૧૧-૨૦૧૦નાં રોજ જયપુર, જોધપુર, નાગપુર સહિત દેશનાં અન્ય કેન્દ્રો પર યોજાશે. લેખિત પરીક્ષામાં રિઝનિંગ એબિલિટી, ન્યુમરિકલ એબિલિટી, કલેરિકલ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ લેંગ્વેજનાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે તથા ૬૦ મિનિટનું વર્ણનાત્મક પેપર હોય છે.
ન્યૂ દિલ્હીસ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ ફેમિલી વેલફેર ખાતે હેલ્થ પ્રમોશનનાં એક વર્ષનાં ઘેરબેઠા ભણી શકાય તેવા સર્ટીફિકેટ કોર્સમાં પ્રવેશ શરૂ છે.
યોગ્યતા: અહીં મેડિકલ/ ડેન્ટલ/ આયુર્વેદ/ હોમિયોપથી વગેરે કોઇપણ મેડિકલ અભ્યાસક્રમોમાં સ્નાતક અથવા ફાર્મસી/ નર્સિંગ/ ફિઝિયોથેરપી/ ઓપ્ટોમેટ્રી જેવા પેરામેડિકલ અભ્યાસક્રમોમાં સ્નાતક અથવા સાયન્સ અને બિહેવિયરલ સાયન્સ પ્રવાહમાં સ્નાતક ઉમેદવારો અરજીપાત્ર છે. ફી: R દસ હજાર.
પ્રવેશપત્ર: અહીં પ્રવેશ અંગેની વિશેષ માહિતી તથા નિયત પ્રવેશપત્ર ઘેરબેઠા પોસ્ટથી મેળવવા R ૨૦૦/-નો ક્રોસ્ડ ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર/ બેન્ક ડ્રાફ્ટ Health Promotion Unit,Distance Learning Cell (DLC),Room No. 417, Academic Block, NIHFW, Baba Gangnath Marg, Munirka, New Delhi-110067
Phone: +91-11-26183416, 26165959
Website: www.nihfw.org. પ્રવેશની અંતિમ તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૦ છે.‘
CISF માં ડ્રાઇવરની ભરતી
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ (CISF) દ્વારા ડ્રાઇવર (કોન્સ્ટેબલ) તથા ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટર (કોન્સ્ટેબલ)ની જગ્યા પર પુરુષ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. અહીં ડ્રાઇવર (કોન્સ્ટેબલ)ની ૬૩૫ તથા ડ્રાઇવર-કમ-પમ્પ ઓપરેટરની ૧૧૪ જગ્યાઓ પર સીધી ભરતી થઇ રહી છે.
યોગ્યતા: આ માટે લઘુતમ ધોરણ-૧૦ પાસ ઉપરાંત હેવી મોટર વેહિકલ તથા લાઇટ મોટર વેહિકલ એમ બન્ને લાઇસન્સ વ્હીકલ તથા હેવી મોટર વ્હીકલનો ડ્રાઇવિંગનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
વયમર્યાદા: તા. ૨૪-૮-૨૦૧૦ના રોજ ઉમેદવારની વય ૨૦થી ૨૫ વર્ષ હોવી
જરૂરી છે.
શારીરિક ધોરણ: આ માટે ઉમેદવારની લઘુતમ ઊંચાઇ ૧૬૭ સેમી. તથા ઊંચાઇના સપ્રમાણમાં યોગ્ય વજન જરૂરી છે. છાતીનું માપ ૮૦થી ૮૫ સેમી. હોવું જરૂરી છે. દ્રષ્ટિમર્યાદા ૬/૬થી ૬/૯ જરૂરી છે.
અરજીપત્ર: આ અંગેની વિશેષ માહિતી માટે ૨૪ જુલાઇ, ૨૦૧૦નું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જુઓ અથવા ક્લિક કરો:
www.cisf.gov.in