Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

બાયોટેક્નોલોજી વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે મોખરાનું ક્ષેત્ર

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 2:35 AM [IST](30/08/2010)
 
 
 
 
 
માત્ર બાયોલોજી અને ટેક્નોલોજીના ફ્યુઝનથી બન્યું હોવાનો ભાસ આપતું બાયોટેક્નોલોજીનું ક્ષેત્ર અનેક વિજ્ઞાનશાખાઓનું મિશ્રણ છે. આ વિજ્ઞાન સજીવો કોષોને લાગુ પડે છે જેમાં રિન્યુએબલ રિસોર્સિઝ, વિકલ્પો વગેરેના સર્જનથી માંડીને ટકી શકનારી બાબતો જે જીવન અને માનવીય સ્વાસ્થ્યને લાગુ પડતી હોય તેનો સમાવેશ થાય છે. તે એક ઇન્ટરડિસ્પિલીનરી શાખા છે જેમાં ફિઝીકસ, કેમસ્ટ્રી, મેથેમેટિકસ અને એન્જિનિયરિંગ પણ સંલગ્ન છે. મૂળ સંશોધનાત્મક બાબતો પર આધારીત આ શાખાના કામનું ર્દષ્ટાંત છે ડોલી - ઘેંટાનું કલોનિંગ. જિનેટિક એન્જિનિયરિંગની વૈજ્ઞાનિક શૈલીઓનું સંશોધન બાયોટેક્નોલોજી મારફતે થાય છે.

બાયોટેક્નોલોજી બહુ ઝડપથી વિસ્તરી રહેલું ક્ષેત્ર છે કારણકે તે અસંખ્ય વિષયો-વિસ્તારોમાં લાગુ પડે છે. મેડિસીન, ફૂડ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રીકલ્ચર, એનવાયરમેન્ટ કેટલાંક એવાં નામો છે જેમાં બાયોટેક્નોલોજીનો ઉપયોગ ખૂબ અગત્યનો બની રહ્યો છે. બાયોટેક્નોલોજીની મદદથી આપણા ખેતીપ્રધાન દેશમાં આજે વધુ સારું બિયારણ, સ્વસ્થ પશુઓ, પેસ્ટિસાઇડ્ઝમાં વિવિધતા, જિનેટીકલ રોગોની રસીઓ-ઉપચારો, ઇન્ડસ્ટ્રીયલ એન્ઝીમ્સનો વિકાસ વગેરે દિશામાં બાયોટેકનોલોજિસ્ટ બહુ મોટું કામ કરી રહ્યાં છે.

નવી દવાઓ બનાવવી, વેક્સિન્સ, પ્રજોત્પત્તિની ગુણવત્તામાં વધારો, સંવર્ધન જેવા અનેક ક્ષેત્રે બાયોટેક્નોલોજી પગપેસારો કરી ચૂકી છે. પાલતુ પ્રાણીઓની નસલમાં સુધારો, જંતુનાશક દવાઓની માનવ સ્વાસ્થ્ય પર થતી હાનિમાં ઘટાડો, પ્રદૂષણ નિયંત્રણ જેવી કેટલીય બાબતો આ સાથે સંકળાયેલી છે. જીવન જીવવાની શૈલીમાં સુધારો લાવવો એ બાયોટેક્નોલોજિસ્ટનું મૂળ કામ છે અને માટે જ તેઓ માર્કેટ રિસર્ચની સાથે સંશોધનાત્મક કામોમાં સિધ્ધી મેળવવા સતત પ્રયત્નશીલ હોય છે. બાયોટેક્નોલોજી ભણનારાઓ માટે બાયોકેમિસ્ટ્રરી, જેનેટિકસ, માઇક્રોબાયોલોજી,કેમિસ્ટ્રરી, ઇમ્યુનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થ -મેડિસીન, ક્રોપ મેનેજમેન્ટ, સોઇલ સાયિન્સઝ, બાયો સ્ટેટિસ્ટીકસ, ઇકોલોજી, સેલ બાયોલોજી, પ્લાન્ટ ફિઝીયોલોજી જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.

છેલ્લાં પાચં વર્ષમાં આ -ક્ષેત્રમાં બહુ વિકાસ થયો છે. વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીની શરૂઆત કરાઇ છે અને એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં આ -ક્ષેત્ર ભારતમાં વધુ પ્રચલિત બન્યું છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનીસ્ટ્રી અનુસાર ૬૦૦૦ કરતાં પણ વધુ બાયોટેક્નોલોજિસ્ટની આજે દેશમાં જરૂર છે. આ રિપોર્ટને આધારે ઓલ ઇન્ધિયા બોર્ડ ઓફ બાયોટેક્નોલોજી એજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગની સ્થપાના દ્વારા બાયોટેક્નોલોજીના શિક્ષણના ધારાધોરણનો એઆઇસીટીઇ હેઠળ નિશ્વિત કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે.

કઇ આવડતો અનિવાર્ય છે

બાયોટેક્નોલોજિસ્ટમાં લાંબા કલાકો કામ કરવાની ક્ષમતા, પરિણામ સુધી પહોંચતા પહેલાંના પ્રયોગો કરવાની ધીરજ, બૌદ્ધિક કૌશલ્ય જિજ્ઞાસુવૃત્તિ, કલ્પનાશક્તિ, મૌલિકતા, વ્યવસ્થિત શૈલીને અનસુરવાનો અભિગમ, નાની બાબતોને ગણનામાં લેવાની આવડત, સાપેક્ષતા , વિશ્લેષણ શક્તિ અને ટીમમાં કામ કરવાની આવડત હોય તે જરૂરી છે. વિજ્ઞાનમાં રસ હોવો કોઇપણ બાયોટેક્નોલોજિસ્ટ માટે સૌથી પહેલો ગુમધર્મ છે.

કોર્સ અને તાલિમ

આ ક્ષેત્રે તાલીમ મેળવનાર અનુસ્નાતક સ્તર બાદ આગળ વધી શકે છે. જો કે હવે અંડર ગ્રેજ્યુએટ સ્તરે પણ બાયોટેક્નોલોજીના અભ્યાસ અંગેના વિકલ્પો છે. બાયોલોજી, ફિઝીકસ, કેમિસ્ટ્રરી અથવા કૃષીવિજ્ઞાન ભણેલાઓ માટે બાયોટેક્નોલોજીમાં બહુ મોટો સ્કોપ છે. જો કે વ્યવસાયી ક્ષેત્રે એન્જિનિયરર્સને ઘણું મહત્વ આપવામાં આવે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.