યુનિવર્સિટી - કોલેજમાં લેકચરર બનવા માટે ઉમેદવારે નેશનલ લેવલની નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ (નેટ) પાસ કરવી પડે અથવા રાજ્ય કક્ષાએ લેવાતી સ્ટેટ એલિજીબિલિટી ટેસ્ટ (સેટ) પાસ કરવી પડે. તે પૈકી ગુજરાત સ્ટેટ એલિજીબિલિટી ટેસ્ટ (જીસેટ) માટે અરજીની તક છે.
યોગ્યતા: અહીં મેથેમેટિકલ સાયન્સ, ફિઝિકલ સાયિન્સઝ, કેમિકલ સાયિન્સઝ, લાઇફ સાયિન્સઝ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, હિસ્ટ્રી, સોશિયોલોજી, ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ, ઇંગ્લિશ, એજ્યુકેશન, સાયકોલોજી, લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ, લો, કોમર્સ, કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એપિ્લકેશન, ફિઝિકલ એજ્યુકેશન અને હોમ સાયન્સ કે આ વિષય સંંબધિત કોઇ પણ વિષયમાં પપ ટકા માકર્સ સાથે અનુસ્નાતક ડિગ્રી ધરાવતા કે તેની છેલ્લા વર્ષની પરીક્ષા આપનારા ઉમેદવારો અરજીપાત્ર છે.
પરીક્ષા: જીસેટ તા. ર૪ ઓક્ટોબર, ર૦૧૦ના રોજ વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર ખાતે યોજાશે. પરીક્ષા બે વિભાગમાં યોજાશે. જેમાં પ્રથમ વિભાગમાં પ્રશ્નપત્ર - ૧ ટીચીંગ એન્ડ રિસર્ચ એપ્ટિટયૂડનું પ્રશ્નપત્ર ર સંબંધિત વિષયનું હેતુલક્ષી પ્રકારનું હશે. વિભાગ -ર માં પોતાના સંબંધિત વિષયનું વર્ણનાત્મક પ્રકારનું પ્રશ્ન પત્ર હશે.
અરજીપત્ર: આ અંગેની વિશેષ માહિતી નિયત અરજીપત્ર રૂબરૂમાં R ૮૦૦માં કોર્પોરેશન બેંકની વિવિધ શાખાઓ પરથી મળશે. નિયત અરજીપત્ર તા. ર૦ ઓગસ્ટ, ર૦૧૦ સુધીમાં મેળવવાનું રહેશે તથા અરજીની છેલ્લી તા. ર૧ ઓગસ્ટ, ર૦૧૦ છે. આ અંગેની વિશેષ માહિતી માટે જુઓ એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાની વેબસાઇટ: www.msubaroda.ac.in/set.
કલર્ક તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા વિવિધ કેન્દ્રિય કચેરીઓમાં ડેટા એન્ટ્રી ઓપરેટર અને લોઅર ડિવિઝન કલર્કની ૧૦ હજાર જગ્યાઓ પર ભરતી થઇ રહી છે.
યોગ્યતા: આ માટે ૧૮થી ૨૭ વર્ષની ઉંમરના ઉમેદવારે ધોરણ ૧ર પાસ હોવું જરૂરી છે. ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યૂટર ડેટા એન્ટ્રીની જાણકારી હોવી જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારે લેખિત પરીક્ષા તથા સ્કીલ ટેસ્ટ આપવાની રહેશે. લેખિત પરીક્ષા ૩૧-૧૦ના રોજ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે યોજાશે. લેખિત પરીક્ષામાં જનરલ ઈન્ટેલિજન્સી, અંગ્રેજી ભાષા, ન્યુમરિકલ એપ્ટિટયૂડ તથા જનરલ અવેરનેસના હેતુલક્ષી પ્રશ્નો હશે. લેખિત પરીક્ષામાં સફળ ઉમેદવારોની સ્કીલ ટેસ્ટ યોજાશે. અરજી પત્ર: અહીં ઓનલાઇન પણ અરજી કરી શકાશે. વધુ માહિતી તથા અરજીપત્ર માટે ક્લિક: www.ssconline.nic.in.અરજીની છેલ્લી તા. ૨૦-૮-૨૦૧૦ છે.
ટેરિટોરિયલ આર્મી
આમ આદમી પણ લશ્કરમાં જોડાઇ શકે એવી લશ્કરી ભરતી વ્યવસ્થાને ટેરિટોરિયલ આર્મી કહે છે. હાલ તેમાં પુરુષ ઉમેદવારો માટે ભરતીની તક છે.
યોગ્યતા: ૧૮થી ૪૨ વર્ષ સુધીની વય ધરાવતા સ્થાયી નોકરી કરતાં કે સ્વવ્યવસાય કરતા સ્નાતક થયેલા પુરુષ નાગરિક કે એક્સ સર્વિસમેન અરજીપાત્ર છે.
પસંદગી પ્રક્રિયા: ટેરિટોરિયલ આર્મીના ગ્રૂપ હેડ ક્વાર્ટર ખાતે ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવાશે. ઇન્ટરવ્યૂમાં સફળ ઉમેદવારે સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા લેવાતી વિવિધ કસોટીમાંથી પસાર થવાનું રહેશે.
અરજીપત્ર: તે મંગાવવા R ૧૦નો પોસ્ટલ ઓર્ડર TAGP Commanderનાં નામનો પુણે ખાતે ચૂકવાય તેવો અરજીપત્ર મંગાવતી અરજી પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે મોકલવી. સાથે R ૧રની ટિકિટ લગાડેલું ૨૨-૧૨ સે.મી. માપનું પોતાના સરનામાવાળું કવર તા. ૧૫-૮ સુધીમાં આ સરનામે મોકલવું: Commander, TA Group Headquarters, Southern Command, Pune-1.. વધુ માહિતી માટે ક્લિક: www.indarmy.nic.in.
અરજીપત્ર ભરી તા. ૧૫-૯-૨૦૧૦ સુધીમાં પરત પહોંચાડવાનું છે.
નૌકાદળ આમૉમેન્ટ સર્વિસમાં ભરતી
ભારતીય નૌકાદળની એક્ઝિકયુટિવ શાખામાં નેવલ આમૉમેન્ટ ઇન્સ્પેકશન કેડરમાં પરમેનન્ટ કમિશનમાં ઓફિસર તરીકે અપરિણિત પુરુષ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. અહીં ભરતી થનાર ઉમેદવારને તાલીમ બાદ સબ લેફ્ટનન્ટની પોસ્ટ પર માસિક R ૧પ,૬૦૦-૩૯, ૧૦૦ પગાર ધોરણ મળવાપાત્ર છે.
અહીં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ શાખામાં ઇજનેરી કે ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી (બી.ઇ., બી. ટેક.) ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. અથવા ઇલેક્ટ્રોનિક્સ કે ફિઝિકસમાં અનુસ્નાતક જરૂરી છે.
વયમર્યાદા: ઉમેદવારની વય સાડા ઓગણીસથી પચ્ચીસ વર્ષ હોવી જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા: અહીં શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને સપ્ટેમ્બરથી નવેમ્બર, ર૦૧૦ દરમિયાન બેંગલુરુ, ભોપાલ કે કોઇમ્બતૂર ખાતે સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા વિવિધ સિલેકશન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
અરજીપત્ર: આ અંગેની વિશેષ માહિતી નિયત અરજી પત્ર માટે તા. ર૪ જુલાઇ, ર૦૧૦નું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જોવું અથવા ક્લિક કરો:
www.hausena-bharti.nic.in.અરજીની છેલ્લી તા. ર૧ ઓગસ્ટ, ર૦૧૦ છે.
ITBPમાં સબ ઇન્સપેક્ટર (ઓવર્સિયર)ની ભરતી
ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા સબ ઇન્સપેક્ટર (ઓવર્સિયર)ની જગ્યા પર ભરતી થઇ રહી છે. અહીં ૧૯ જગ્યાઓ છે.
યોગ્યતા: આ માટે લઘુતમ ધોરણ ૧૦ પાસ ઉપરાંત ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારનાં પ્રમાણપત્રોની ચકાસણી તથા શારીરિક માપની ચકાસણી બાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવાશે. સફળ ઉમેદવારોની લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને મેડિકલ પરીક્ષણ યોજાશે.
અરજીપત્ર: વિશેષ માહિતી માટે ર૪ જુલાઇ, ર૦૧૦નું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જોવું અથવા ક્લિક: www.itbpolice.nic.in, www.itbp.gov.in.. અરજીની છેલ્લી તા. ર૦ ઓગસ્ટ ર૦૧૦ છે.