કૃત્રિમ બીજદાનથી ઉંચી ગુણવત્તાવાળા તથા શુદ્ધ ઓલાદના પશુ મેળવી શકાય
• નફાકારક પશુપાલન માટે સ્થાનિક હવામાનને અનુકૂળ, શુદ્ધ ઓલાદના લક્ષણો ધરાવતા, તાજા વિયાયેલા, શાંત સ્વભાવનું, દૈનિક આઠ લીટર કે તેથી વધુ દૂધ આપતા, તંદુરસ્ત બચ્ચા સહિત પહેલા કે બીજા વેતરનું પશુ, શરીર સાથે ચુસ્ત રીતે જોડાયેલું બાવલું, જાડી વાંકી ચુકી દૂધિયા નસવાળુ તથા દોહન પછી સંકોચાઈ જવાની ક્ષમતા વાળુ બાવલુ તથા મધ્યમ કદના ગાંઠ વગરના સુવાળા આંચળ, કે બાવલા
પર કોઈ ઈજા કે ઘા ન હોવા જોઈએ.
• હોળી અને ભરાવદાર છાતી, શરીરે તંદુરસ્ત અને ખોડખોપણ વગરનું તેમજ ઉપરના હોઠના ભાગે મોતીયા એ તંદુરસ્તીની નિશાની છે.
• પશુને ખરીદતા પહેલા બેથી ત્રણ વાર પોતાની હાજરીમાં દૂધાળા પશુને દોહીને જ પસંદ કરવું.
• પશુ રહેઠાણ માટે સીધા તાપ, વરસાદ અને ઠંડા પવનથી રક્ષણ મળી રહે તેવું એક ઢાળીયાનું છાપરું જોઈએ. તેમાં ભોયતિળયું ખાડા-ટેકરા વગેરેનું પાછળના ભાગે પાંચ ફૂટે એક ઈંચના ઢોળવાળું અને પાછળના ભાગે ૯ ઈંચ પહોળી ઢાળવાળી નીક હોવી જોઈએ.
• એક ગાય/ભેંસ માટે ૩.૫થી ૪.૦ ચો. મીટર બાંધકામવાળી જગ્યા અને ૭ ચો. મીટર ખુલ્લી જગ્યા જરૂરી છે. ભોંયતિળયું પાકું, ગમાણ ૭૫ સે.મી. પહોળી, ૨૦ સે.મી. ઉંડી અને ભોંયતિળયાથી આગળની દિવાલ ૩૦ સે.મી. ઉંચી હોવી જોઈએ.
• ઉનાળામાં છાપરાં ઉપર ઘાસ-પરાળ-કડબના પૂળા પાથરવા જેથી છાપરું ઓછું તપે. શિયાળામાં અતિશય ઠંડા પવનથી પશુને બચાવવા કંતાન - કોથળાનો ઉપયોગ કરવો.
• ઉનાળામાં બપોરના સમયે ૨થી ૩ વખત પાંચ મિનિટ સુધી પશુના શરીર ઉપર પાણી છાંટવુ જેથી દૂધ ઉત્પાદન ટકી રહે.
• રાત્રીના ઠંડા પહોરે કે વહેલી સાવરે વધુ નિરણ કરો, કારણ ગરમીમાં પશુ ઓછું ખાય છે.
• પશુને ૨૪ કલાક બાંધેલા રાખવા કરતાં ખુલ્લી જગ્યાએ રાખવાથી પશુ ખોરાક, પાણી વધુ લે છે. આથી ૧૩ ટકા જેટલું દૂધ ઉત્પાદન વધુ મળે છે.
• પશુના રહેઠાણને રોજબરોજ જંતુમુક્ત કરવું જોઈએ, તેના માટે ભોંયતિળયું પહેલા પાણીથી બરાબર ધોઈ ૦.૫ ટકા ફીનાઈલ વડે જંતુમુક્ત કરવું જોઈએ. ફીનાઈલનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવો જોઈએ.
• પશુના સંવર્ધન પ્રજનન માટે કૃત્રિમ બીજદાનનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કુદરતી પ્રજનન માટે પસંદ કરેલ સાંઢ/પાડા શુદ્ધ ઓલાદના લક્ષણો ધરાવતા હોવા જોઈએ તેમજ બુસેલોસીસ રોગ મુક્ત હોવો જોઈએ. બાંગરા સાંઠ/પાડાને ખસી કરાવાવી દેવા જોઈએ. તેના બન્ને વૃષણના કદમાં મોટો ફેરફાર ન હોવો જોઈએ.
પશુ વેતર આવ્યાનાં ચિહ્નો
- પશુ બેચેની અને ઉશ્કેરાટ દર્શાવે.
- પશુ આહાર ઓછો લે.
- દૂધમાં ઘટાડો થાય કે ડબકાય.
- અન્ય પશુઓ પર કુદકાં મારે.
- નર પશુની સોબત શોધે.
- યોનિમાર્ગમાં લાલાશ દેખાય.
- ભાંભરે, આરડે કે દોડાદોડી કર.
- વારંવાર થોડાથોડા પેશાબ કરે.
- તેલની ધાર જેવી ચીકણી, સ્વચ્છ, પારદર્શક લાળી કરે.
વેતરે આવેલ પશુની લેવાની કાળજી :
- સામાન્ય રીતે ગાય/ભેંસ ૨૦થી ૨૧ દિવસે ગરમીમાં આવે છે.
- ગાય/ભેંસ સરેરાશ ૧૮થી ૨૪ કલાક ગરમીમાં રહે છે.
- ઋતુકાળ દેખાયા બાદ ૧૦થી ૧૪ કલાકના સમયમાં પશુને સાંઢ/પાડાથી ફેળવવું અથવા તો કૃત્રિમ બીજદાન કરાવો.