હાઈ ડેફિનેશન(એચડી) ટેકનિક માત્ર વીડિયોમાં જ નહીં પરંતુ ઓડિયોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેનો અહેસાસ હવે મોબાઈલ યૂઝર્સને પણ થઈ શકશે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની ઓરેન્જે બ્રિટનમાં પ્રાયોગિક ધોરણે એચડી ફોન સેવા શરૂ કરી છે. એચડી કોલની ફ્રીકવન્સી સામાન્ય વોઈસ કોલ કરતાં બે ગણી હોય છે.
આ ટેકનિકના કારણે યૂઝરને બેકગ્રાઉન્ડ અવાજ એટલે કે વધારાના ઘોંઘાટ વચ્ચે પણ સામેની વ્યક્તિનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. જોકે આ માટે હેન્ડસેટમાં એચડી રિસેપ્શન સુવિધા હોવી જરૂરી છે. નોકિયા ૫૨૩૦, એક્સ ૬, ઈ-૫ અને સેમસંગ ઓમ્નિયા પ્રો જેવા હેન્ડસેટમાં આ સુવિધા આપવામાં આવી છે. કેટલાય નવા હેન્ડસેટ પણ એચડી સુવિધાથી સજ્જ મળી રહ્યા છે.