દુનિયાનાંમોટાં શહેરોમાં ટેક્સી સર્વિસીઝ માટે થયેલા કવોલિટી સર્વેમાં લંડનની બ્લેક કેબ્સને ૫૬ ટકા એટલે કે અડધાથી પણ વધારે લોકોએ પસંદ કરી છે. હોટલ ડૉ.ટકોમના આ વૈશ્વિક સર્વેમાં બીજું સ્થાન ન્યૂયોર્કની ટેક્સીઓનું રહ્યું છે, જેને ૨૮ ટકા વોટ મળ્યા છે. ૨૭ ટકા લોકોની પસંદ બનીને ટોકયોની ટેક્સી સર્વિસ ત્રીજા સ્થાન પર રહી હતી. સર્વેમાં જવાબ આપનારા ૧૯૦૦ લોકો તેવા હતા જે કામ અને પર્યટનના મામલે દુનિયામાં ફરતા રહે છે.
જવાબ આપનારા લોકોએ લંડનના ડ્રાઇવરોના વખાણ કરતાં કહ્યું કે તે જાણકારી અને વ્યવહારના મામલે સૌથી સારા છે. આખરે તેનું કારણ પણ છે. લંડન કેબ્સના દરેક ડ્રાઇવરને નોકરીમાં રાખ્યા પહેલાં શહેરની જાણકારી વિશે એક પરીક્ષા પાસ કરવી પડે છે. જેની તૈયારીમાં જ તેઓને ચાર વર્ષ લાગી જાય છે. સાથે સાથે દરેક ડ્રાઇવરના ચરિત્રને લઇને પણ તમામ માહિતી એકત્ર કરવામાં આવે છે.
લંડનમાં સડકથી માત્ર લંડન કેબ્સ જ ભાડે કરવામાં આવે છે. જો કે ત્યાં સાર્વજનિક પરિવહન હેઠળ મિનીકેબ્સ, લિમોઝિન, શોફર સર્વિસ અને ભાડે કાર આપનારી એજન્સીઓ પણ ઉપલબ્ધ છે, તેના પર તમામ માટે બુકિંગ તેની ઓફિસ અથવા ઇન્ટરનેટની મદદથી કરી શકાય છે. બ્લેક કેબ્સમાં વ્હીલચેરથી પણ ચઢી શકાય છે અને તેમાં ચાઇલ્ડ સીટ પણ હોય છે. આ ટેક્સીઓમાં સામાનની સાથે વધુમાં વધુ પાંચ લોકો બેસી શકે છે. આખી ટેક્સી માટે આઠ કલાકની ટૂર માટે ૩૪૦ પાઉન્ડ એટલે કે ૨૪, ૮૪૧ રૂપિયા ચૂકવવા પડે છે.