Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

બિરલા-અંબાણીને સલાહ આપો ફાઇનાન્શિયલ પ્લાનર બનો

 
Source: Educationa Bhaskar   |   Last Updated 5:57 AM [IST](23/08/2010)
 
 
 
 
 
ભારત આજે વૈશ્વિક આર્થિક સ્તરે બહુ મોખરાના દેશોની હરોળમાં છે. સેલરીડ કલાસ હોય કે બિઝનેસમેન ભારતમાં ‘પૈસાવાળા’ઓની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે પૈસા હોય એને કંઇ કોઇની જરૂર ના પડે, પણ અહીં જ તમે થાપ ખાવ છો. એક વ્યક્તિ છે જેની સહાય લેવાનું હાલમાં ઉભરેલા તવંગર-હાયર કલાસને માટે બહુ જ જરૂરી છે. અંબાણી હોય કે તાતા કે પછી મહાકાય મલ્ટિનેશનલ બેંક હોય અથવા તો વર્ષે દસ લાખથી માંડીને પંદર લાખ કમાનારા ઉચ્ચ મધ્યમવર્ગના લોકો હોય, તેમને માટે એક વ્યક્તિની સલાહ હંમેશા અમૂલ્ય હોય છે.

વધારે સસ્પેન્સ ના રાખતાં આ વ્યક્તિ વિષે જાણીયે, એ છે ‘ફાઇનાન્શિયલ પ્લાનર- વેલ્થ મેનેજર’. યેસ, આ એક એવી વ્યક્તિ છે જેની સલાહ પર કેટલાય શેર્સનું ટ્રેડિઁગ થઇ જાય અથવા ડિપોઝીટથી માંડીને મ્યુચ્યઅલ ફંડ કે એસઆઇપીમાં પૈસાનું રોકાણ થઇ જાય. ફાઇનાન્સિયલ પ્રોડ્કટ સેલ્સના મુખ્ય ટાઇટલ હેઠળનાં પેટા ટાઇટલ્સમાં ફાઇનાન્સિયલ પ્લાનર, ફાઇનાન્સિયલ એડવાઇઝર કે પર્સનલ ફાઇનાન્સિયલ કન્સલટન્ટના જોબ ટાઇટલ્સનો સમાવેશ થાય છે.

ફાઇનાન્સિયલ પ્લાનર લોકોને ઇનવેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ અને અન્ય ફાઇનાન્સિયલ પ્રોડકટમાંથી શેમાં નાણાં રોકવાની પસંદગી કરવામાં મદદ કરે છે અને એ જ તેની ખુદની કમાણીનો સોર્સ છે. ફાઇનાન્શિયલ પ્લાનરની કારકિર્દી માટે કહેવાય છે કે તે સ્ટોક માર્કેટ કરતાં વધારે તેજીમાં અને મેડિસીન કરતાં વધારે સ્વસ્થ પ્રોફેશન છે.

ફાઇનાન્શિયલ પ્લાનર્સ માટે કારકિર્દીનાં વિકલ્પો

૧) ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ
ઇનવેસ્ટમેન્ટ્સ, ઇન્સ્યોરન્સ- જનરલ કે લાઇફમાં સેલ્સ, અન્ડર રાઇટિંગ, ઓપરેશન્સ તથા લેન્ડિંગ
૨) ડેબ્ટ માર્કેટ મેનેજમેન્ટ - કેશ મેનેજમેન્ટ, ટેક્સ મેનેજમેન્ટ, ડેબ્ટ મેનેજમેન્ટ
૩) એડમિનીસ્ટ્રેશન- રિપોટિ•ગ આઉટ સોર્સિંગ
૪. એસ્ટેટ પ્લાનિંગ - વસિયતનામું, પાવર ઓફ એટોર્ની,બાયીંગ-સેલિંગ, કરારનામાં
૫. બ્રોકિંગ કંપનીઝ - સેલ્સ, ટ્રેડિઁગ, રસ્કિ મેનેજમેન્ટ, કોમોડિટી મેનેજમેન્ટ
૬.એસેટ મેનેજમેન્ટ- પોર્ટફોલિયો મેનેજમેન્ટ
૭.કોર્પોરેટ ટ્રેઝરી
૮. ફાઇનાન્શિયલ પ્લાનિંગ-વેલ્થ મેનેજમેન્ટની તાલીમ-શિક્ષણ
૯.ઇન્ડસ્ટ્રી એસોસિયેશન્સ
૧૦.રેગ્યુલેટર્સ-સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થાઓ
૧૧. ક્રેડિટ રેટિંગ અને રિસર્ચ ફર્મ
૧૨.મિડીયામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે વેલ્થ મેનેજમેન્ટ અંગે રિપોટીઁગ કે ટીવી પ્રોગ્રામ્સ સંભાળવા

શા માટે ફાઇનાન્શિયલ પ્લાનર બનવું?

ભારતીય ફાઇનાન્શિયલ સર્વિસનું માર્કેટ ઉઘડી રહ્યું છે ત્યારે ફાઇનાિન્શય પ્લાનર બનવું એક ઉત્તમ વિકલ્પ બને. દરેકના જિંદગીમાં કંઇક લ-ય હોય છે જેમાં ઘર ખરીદવાથી માંડીને બાળકો માટેની બચત કે રિટાયરમેન્ટનું પ્લાનિંગ સામેલ હોય છે અને આ યોજનાઓ પાર પાડવામાં તેમને મદદરૂપ થાય છે ફાઇનાન્શિયલ પ્લાનર્સ. ફાઇનાન્શિયલ પ્લાનરનું લ-ય છે કે ભવિષ્યમાં યોગ્ય સમયે, યોગ્ય રકમ યોગ્ય વ્યક્તિના હાથમાં તેની તે સમયની જરૂરિયાત પુરી કરવા હોવી જોઇએ. આ યોજનામાં તમારા કલાયન્ટના ફાઇનાન્શિયલ ગોલ્સ પુરાં થાય તે પ્લાનરની જવાબદારી હોય છે. જેમ ફેમિલી ડોક્ટર શરીરના સ્વાસ્થ્યની કાળજી રાખે તેમ ફાઇનાન્શિયલ પ્લાનર તમારી આર્થિક લાઇફલાઇનને સ્વસ્થ રાખે. આજે દરેક કુટુંબોને આ ઇનવેસ્ટમેન્ટ ડોક્ટરની જરૂર છે. કલાયન્ટની સવાઁગી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોંગ ટર્મ ગોલ માટે તેમને તૈયાર કરવા તથા તેના ફાયદાની વાત કરવી જરૂરી છે.

હાલમાં ભારતમાં સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનરની સંખ્યા ૧૦૦૦ની આસપાસ છે અને એક સરવે મુજબ એક લાખ ફાઇનાન્શિયલ પ્લાનરની જરૂરરિયાત છે. એસબીઆઇ જેવી બેંકમાં કુલ સંખ્યામાંથી ૧૪૦ જેટલા ફાઇનાન્શિયલ પ્લાનર્સની નિમણૂક કરવામાં આવી છે. આ આંક બતાવે છે કે સમયાંતરે ફાઇનાન્શિયલ પ્લાનર-વેલ્થ મેનેજર્સની માંગ સ્ટોક માર્કેટની તેજી કરતાં પણ ચઢી જવાની છે. અનુભવથી ફાઇનાન્શિયલ પ્લાનર બની શકાય પણ આજે જે ઝડપથી માર્કેટ વિકસી રહ્યું છે તે બતાવે છે કે ઇન્ડસ્ટ્રી-માર્કેટમાં તાલીમ પામેલાઓની માંગ વધારે છે, આનું કારણ સીધું છે કે કોર્પોરેટ્સ કે કંપનીઓ આવા સ્પર્ધાત્મક સમયમાં કોઇને તાલીમ આપવામાં સમય ન બગાડે.

બ્યુરો ઓફ લેબર સ્ટેટેસ્ટિકસ દ્વારા ૨૦૧૪ સુધીમાં તમામ વ્યવસાયોમાં ફાઇનાન્શિયલ પ્લાનરની આવશ્યકતા ૨૭ ટકા કરતાં પણ વધી જવાની છે. આજે સેલ્ફ ડાઇરેકટેડ રિટાયરમેન્ટ, વીઆરએસ પ્લાન્સ, વ્યક્તિગત આવક અને બિઝનેસના રોકાણોમાં થયેલો જંગી વધારે ફાઇનાન્શિયલ પ્લાનર્સની માંગમાં ઉત્તરોઉત્તર વધારાનું કારણ બની રહ્યાં છે. રિટાયરમેન્ટ ફાઇનાન્સની માંગ પણ વધી છે અને માટે જ પર્સનલ ફાઇનાન્શિયલ કે વેલ્થ મેનેજરની માંગ વધી રહી છે.

સારું કમાવા માટે શું આવડતો જરૂરી છે?

તમને કાયદાકિય બાબતો, ટેક્સ અમલીકરણ, રોકાણના વિકલ્પો, માર્કેટની સમજ, એસ્ટેટ પ્લાનિંગ, ઇનકમ ટેક્સના કાયદા વગેરેમાં ઉંડુ જ્ઞાન હોય અને ઝડપથી ગણતરી કરવાની આવડત હોય તે જરૂરી છે.
એકાઉન્ટન્સી, લો, ઇન્સ્યુરન્સ, ઇનવેસ્ટમેન્ટ, ટેક્સેશન વગેરેની સમજ હોય તો વધારે સફળ ફાઇનાન્શિયલ પ્લાનર બની શકાય. ફાઇનાન્શિયલ પ્લાનર્સનાં પગાર ધોરણો ઉંચો હોય છે. તેમના અનુભવ અને કલાયન્ટ્સને આધારે તેમની આવક નક્કી થતી હોય છે. તેઓ કલાકના આધારે અથવા ફાઇનાન્શિયલ પ્રોડકટના કમિશન પ્રમાણે ચાર્જ કરી શકે છે. ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મમાં તેઓ બોનસ બેઇઝ અથવા સેલરી લઇને કામ કરી શકે છે. આ કરિયર ખૂબ સારું હોવા છતાં સરળ નથી. આ નવા જોબ પ્રોફાઇલને અંગે લોકોને પુરી સમજ આપવી પણ એક પડકાર છે

શું ભણવાથી ફાઇનાન્શિયલ પ્લાનર બની શકાય

સામાન્ય રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે નોકરી આપનારાઓ એકાઉન્ટિંગ, ઇકોનોિમકસ, બિઝનેસ, મેથેમેટિકસ કે લોનું ભણતર કરેલાઓને પસંદ કરતા હોય છે. આ ઉપરાંત ઇનવેસ્ટમેન્ટ, ટેક્સ, એસ્ટેટ પ્લાનિંગ અને રસ્કિ મેનેજમેન્ટના કોર્સઝિ પણ ફાઇનાન્શિયલ પ્લાનર બનવામાં મદદરૂપ થઇ શકે છે. જો કે હવે આ -ક્ષેત્રે પ્રોફેશનલ કોર્સ કરનારાઓની માંગ વધી છે. સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર - સીએફપી, ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ- સીએફએ અને ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ કન્સલટન્ટ (સીએચ.એફસી)ના કોર્સ કર્યા પછી ખૂબ જ ઉજજવળ કારકિર્દી બનાવી શકાય છે. સીએફપીનો કોર્સ કરનારાઓની કારકિર્દી ખૂબ ઉજજવળ છે. એફપીએસબી ઇન્ડિયા દ્વારા પ્રમાણિત સીએફપીનો કોર્સ તમને એક જ નહીં બલ્કે કુલ ૨૩ દેશોમાં કારકિર્દી બનાવવાની તક આપશે. સીએ વગેરે કોર્સ પછી તમારે જો વિદેશમાં પ્રેક્ટિસ કરવી હોય તો ત્યાંના ધારાધોરણોનો અભ્યાસ-પરીક્ષા આપવા પડે પણ ભારતમાં સીપીએ થયેલ વ્યક્તિ યુકે-યુએસ જેવા કુલ ૨૩ દેશોમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે વેલ્થ મેનેજમેન્ટનો કોર્સ કરી શકશે.

ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં તમે સફળ કારકિર્દી બનાવી શકશો?, આ સવાલનો જવાબ મેળવવા નીચેના સવાલો ખુદને પુછી જુઓ

૧) સેલ્સમાં તમને કેટલી ફાવટ છે?
અ) મેં મારા દાદીને આધુનિક સંગીત સંધ્યાની ટિકીટ પકડાવી દીધી, જેમાં કોઇ ગેરંટી નહોતી કે તેમને મજા આવશે.
બ) મેં મારા દાદીને આધુનિક સંગીત સંધ્યાની ટિકીટ તો આપી પણ જો એમને મજા નહીં આવે તો મને ગિલ્ટ થશે.
ક) એક ખોટી વ્યક્તિ જ આ રીતે દાદીને આધુનિક સંગીત સંધ્યાની ટિકીટ પકડાવે, એવું ના કરાય.
૨) તમે જિંદગીમાં ક્યા તબક્કા પર છો?
અ) હમણાં જ ગ્રેજયુએશન પુરું કર્યું છે.
બ) સ્કૂલ પુરી થયાને થોડા વર્ષો થઇ ગયા છે.
ક) હું ચોક્કસ -ક્ષેત્રમાં કેટલાક વર્ષોથી છું પણ લાઇન બદલવા તૈયાર છું.
૩) તમે કેટલા બહુમુgખી - એક્સ્ટ્રોવર્ટ છો?
અ) હું જેટલી ક્લબ્ઝમાં જોડાઉં છું ત્યાં હું પ્રેસિડન્ટના પદ સુધી પહોંચી ચૂકયો છું.
બ) મને ખુશી થાય ેએ ટલા તો મારે મિત્રો છે જ.
ક) મારે માટે સ્વર્ગની વ્યાખ્યા એ ટલે એક સારું પુસ્તક, મારો અલાયદો રૂમ અને કોઇની દખલગીરી વગર પસાર થતો સમય.
૪) તમારા વ્યક્તિત્વને ક્યા વિશેષણો શોભે છે?
અ) એનાલિટીકલ અને સારા કોમ્યુનિકેટર
બ) એનાલિસીસ કરે પણ કોમ્યુનીકેશન નહીં અથવા તો કોમ્યુનિકેશન સારું પણ એનાલિસીસમાં કાચા
ક) કોમ્યુનિકેશન કે એનાલિસીસનો ગુણ નથી.
૫) કામના સ્થળે મારું કામ હું આ રીતે જ પુરું કરી શકું.
અ) સંપૂર્ણ સ્વતંત્ર રીત
બ) થોડી સ્વંતત્રતા સાથે
ક) ટિમના સભ્ય તરીકે
૬) પ્લાનર બનવામાં આ પાસું મને સૌથી વધારે આકર્ષે છે.
અ) કલાયન્ટ બેઝ તૈયાર કરવાનો પડકાર
બ) મારો પોતાનો બિઝનેસ ખડો કરવાની તૈયારી
ક) રોકાણનું વિશ્લેષણ
૭) પ્લાનર્સ કમિશન પર પણ કમાણી કરતા હોય છે.
અ) મને એવરેજ રહેવાની આદત નથી હું વધારે કમિશન મેળવીને જ રહીશ.
બ) જે સામાન્ય રીતે બધાને મળતું હશે એ કમિશન મને ચાલશે.
ક) કમિશન પર કામ કરવાનો વિચાર જ મને નર્વસ કરી દે તેવો છે.

ઉપરના ક્વિઝમાં જો તમારા મોટાભાગનો જવાબ ‘અ’ હોય તો ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે તમારી કારકિર્દી સો ટકા સફળ હશે. તમારામાં ઉર્જા છે અને કોઇ સંકોચ કે -ક્ષોભ નથી, વળી કમિશનથી જ જો સારું કમાઇ લેવાતું હોય તો તમને કોઇ સમસ્યા પણ નથી બલ્કે તમને તેનો આનંદ અને એક્સાઇટમેન્ટ છે. જો તમારા કનેક્શન્સ અને નેટવર્ક યોગ્ય હશે તો તમારી સફળતાને કોઇ રોકી નહીં શકે.

જો તમારા મોટાભાગના જવાબો ‘બ’ હતા તો તમારે માટે બેક અપ પ્લાન જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે કરી તો શકશો પણ પાંચ વર્ષના ગાળામાં તમારે વિકલ્પ શોધવો પડશે. જયારે તમને સેલ્સમાં મજા નહીં આવે ત્યારે પછી તમે શું કરશો એની યોજના અગાઉથી બનાવી કારકિર્દીમાં ઝંપલાવજો

જો તમારા મોટાભાગના જવાબ ‘ક’ હતા તો પ્લીઝ મહેરબાની કરીને ફાઇનાન્શિયલ પ્લાનર બનવાની દિશામાં ના વિચારતા. તમને છતાં પણ ફાઇનાન્સમાં કામકરવું હોય તો પોર્ટફોલિયો એનાલિસ્ટ તરીકેનું કામ સ્વિકારજો. જો તમે ગણિતમાં પાકા હો તો ફાઇનાન્શિયલ એન્જિનીરિંગ અથવા તો કવોન્ટિટેટિવ એનાલિસીસનું કામ પસંદ કરજો. આખો દિવસ સેલ કર્યા વિના પણ તમે સારી કમાણી કરી શકશો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.