જનરલ સ્ટડીઝ જેવા વિશાળ વ્યાપ ધરાવતા વિષયમાં સમાવિષ્ટ વિષયાંગોની અલગ અલગ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. તેને ‘પરમેનેન્ટ ફેકટ્સ’ પણ કહી શકાય. આ ફેકટ્સને સતત ધ્યાનમાં રાખીને તૈયાર કરવાથી એક ચોક્કસ દિશામાં પરિણામલક્ષી તૈયારી કરવાનું સરળ બને છે.
મિત્રો, UPSC સિવિલ સર્વિસીઝ મેઇન્સ/ મુખ્ય પરીક્ષાના પૂર્વે તૈયારી અને સ્માર્ટ આયોજન અને હાર્ડ પરફોર્મન્સના મહત્વના તમામ મુદ્દાઓ, નબિંધ લેખન સહિત આપણે તપાસ્યા. હવે જોઇએ મુખ્ય પરીક્ષાના જનરલ સ્ટડીઝના પ્રશ્નપત્રોના વિશિષ્ટ મુદ્દા.
જનરલ સ્ટડીઝની પરમેનેન્ટ ફેકટ્સ
ઈતિહાસની પરમેનેન્ટ ફેકટ્સ: જનરલ સ્ટડીઝના મુખ્ય વિષયોમાં ભારત અને વિશ્ચના ઈતિહાસનું જ્ઞાન મુખ્ય મુદ્દા: ભારતના ઈતિહાસની લેન્ડમાર્ક ઘટનાઓ, મહત્વના યુદ્ધો અને તેના પાછળના ઉદ્ગમ -કારણો- યુદ્ધનીતિની ખૂબીઓ- ખામીઓ, યુદ્ધમાં શૌર્ય દાખવનારાં પાત્રો- તેમજ યુદ્ધનું કારણ બનનારી ઘટનાઓ અને યુદ્ધ પશ્વાત્ની અસરો, જેમ કે સમ્રાટ અશોકની કલિંગની લડાઇ બાદની મનોસ્થિતિ અને ત્યારબાદનું સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન વગેરે. આ તમામ બાબતોને ઉપરોકત વિભાગવાર સમજવાથી એક સંતુલિત અને સ્માર્ટ રીતે તૈયારી કરવાથી પ્લેટફોર્મ તૈયાર થઇ જશે અને ‘આત્મવિશ્વાસ’ બુલંદીએ રહેશે.
‘વિશ્ચના ઈતિહાસની મહત્વની ઘટનાઓમાં, વિશ્ચના ઈતિહાસના મુખ્યપાત્રો કે જેમણે ઉપખંડ કે ખંડની સામાજિક સ્થિતિ કે ભૂગોળ બદલી નાખી. પ્રજાની માનસિકતામાં આમુલ પરિવર્તનકારક ફાળો આપનાર વિશ્ચ ઈતિહાસના નેતૃત્વ અંગેનો અંગત દ્રષ્ટિકોણ અને મંતવ્ય- આ બાબતોની પરપિકવ સમજણ, નિબંધ લેખનમાં પણ ખૂબ જ ઉપયોગી છે. વાંચનથી કંટાળો આવે ત્યારે ‘હિસ્ટ્રી ચેનલ’ ઈતિહાસના જ્ઞાનને સમૃદ્ધ કરવા ઉપરાંત મનોરંજન માટે જોઇ શકાય.
‘વિશ્ચના- ભારતના ઈતિહાસ સાથે- આ બંને વિસ્તારની ભૌગોલિક માહિતી- નકશા સાથેની સમજણ ઉતરની ગુણવત્તાને સમૃદ્ધ કરવા આવશ્યક છે.
‘કોઇપણ વિસ્તારનો નકશો અને તેની સમજણ ઘટના અને માહિતીને વિઝ્યુઅલાઇઝ કરવાથી મદદરૂપ બને છે.
ભૂગોળની પરમેનેન્ટ ફેકટ્સ:
‘એટલાસની સમજણ સાથે ભૂગોળની- વિશ્ચ અને ભારતની કાયમી ફેકટ્સ જનરલ સ્ટડીઝનો એક મહત્વનો હિસ્સો, સિવિલ સર્વિસ એકઝામના ત્રણેય તબક્કાઓમાં ઉપયોગી બની રહેલો છે.
‘ભૂગોળમાં NCERTના માધ્યમિક કક્ષાના પુસ્તકો સાથે આ લેખશ્રેણીમાં જણાવેલા સંદર્ભ ગ્રંથો ઉપરાંતNational Geography મેગેઝિન, Discovery T.V.. ચેનલની ફેકટ્સ વૈશ્ચિક ભૂગોળની મહત્વની વિગતોને રસપૂર્વક સમજવામાં વિશેષ ઉપયોગી બને છે.
‘ભૂગોળ અને ઈતિહાસ વિષય પરસ્પર જોડાયેલા છે. આ જોડાણને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજીને વર્તમાનમાં થતાં ભૌગોલિક ઘટનાઓના વિશ્લેષણમાં ઐતિહાસિક સંદર્ભો તપાસવાથી કુદરતની પ્રક્રિયામાં સમાયેલું એકત્વ અને વૈવિધ્ય બંનેનો પરિચય થઇ શકે. આ પ્રકારની મૌલિક સમજણ અને અંગત મંતવ્ય, આ વિશિષ્ટ પ્રકારના ઉત્તરના આલેખનમાં અન્ય હરીફોના જવાબોને મહાત કરવામાં ઉપયોગી નીવડી શકે.
‘ઈતિહાસના જવાબોમાં ભૂગોળના નકશાનો જરૂરિયાત અનુસાર સમજને અનુરૂપ ઉલ્લેખ જવાબને સ્માર્ટ બનાવવામાં ઉપયોગી બની શકે.
‘ભૂગોળ વિષયની પરમેનેન્ટ ફેકટ્સ- તાજેતરમાં મહત્વનો વર્તમાન પ્રવાહનો વિષય ગ્લોબલ એન્વાર્યન્ર્મેન્ટ પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન્સના પરર્ફોમન્સમાં ખૂબ જ ઉપયોગી અને આવશ્યક સમજણના ભાગરૂપ બની શકે છે.
‘ભૂગોળના વિષયની પરમેનેન્ટ ફેકટ્સ:
સ્પાર્ક પ્લગ: ક્યારેક સ્પાર્કની ક્ષમતા અને ગુણવત્તા યોગ્ય જ હોય છે પણ આપણું ‘પ્લગ’ ખરાબ હોય છે! જરૂર હોય છે Re-Conditioning ની!
કારકિર્દી, પંકજ ઔંધિયા
(લેખક નાયબ કલેક્ટર છે.)
pankaj3008@yahoo.co.in