ગૂગલે પોતાની જી-મેલ સર્વિસ પર યૂઝરનો એક જ ઈ-મેલ અનેક વખત જતો હોવાની ટેકનિકલ ખામી દૂર કરી છે. આ બગના કારણે લગભગ અઢી ટકા જી-મેલ યૂઝર્સ ઘણા લાંબા સમયથી પરેશાન હતા. એક યૂઝરે ૨૦ ઓગસ્ટે ઈ-મેલ મોકલ્યો હતો.
આ જ ઈ-મેલ ૨૧ અને ૨૨ ઓગસ્ટે પણ તેની જાતે જ સેન્ડ થઈ ગયો હતો. યૂઝરે જણાવ્યું હતું કે તેણે માત્ર એક જ વખત ઈ-મેલ મોકલ્યો હતો. બ્રુક ૮૧ નામના આ બગથી અન્ય ઈ-મેલ સર્વિસ જેમકે હોટમેલને પણ અસર પડતી હતી. ગૂગલે જણાવ્યું હતું કે તેણે આ બગને સંપૂર્ણપણે જી-મેલ પરથી હટાવી દીધો છે.
ગૂગલે તાજેતરમાં જ જી-મેલ પર નવી વોઈસ કોલિંગ સેવા શરૂ કરી છે. જોકે આ સેવા હાલ અમેરિકા અને બ્રિટન પૂરતી સીમિત છે.