Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

ફ્રૂટ ખાવ સ્વાસ્થ્ય બનાવો

 
Source: DB Gold Network   |   Last Updated 2:25 AM [IST](29/08/2010)
 
 
 
 
 
તંદુરસ્તી કાયમ રાખવા માટે ડોક્ટર પણ ભોજન સાથે ફ્રૂટ લેવાની સલાહ હવે આપતા થયા છે. ફળોમાં કુદરતી શુગર હોય છે જે આપણા શરીરને તરત જ એનર્જી આપે છે જેથી દિવસ દરમિયાન કરેલી ભાગદોડનો થાક ઝડપથી દૂર થવા લાગે છે. ફળોમાં રહેલી આ શુગર ગ્લાએસેમિક ઇન્ડેક્સ (જી-આઈ)ના રૂપે મુખ્ય ભૂમિકા નિભાવે છે. ગ્લાએસેમિક ઇંડેકસ એક એવું માપક છે જે બ્લડ શુગરના લેવલમાં કાર્બોહાઇડ્રેટના પ્રમાણને જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. કાર્બોહાઇડ્રેટ ભોજન પચાવવાની પ્રક્રિયા દરમિયાન છુટે છે અને તે તરત જ રક્તવાહિનીઓમાં ગ્લુકોઝ છોડવા માંડે છે.

ફળોની વિશેષતા એ છે કે તેનું સેવન કરવાથી તે શરીરમાં ધીમે ધીમે અને જરૂરિયાત પ્રમાણે ગ્લુકોઝ રિલીઝ કરે છે જેથી દિવસ દરમિયાન શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહેવાથી થાકનો અનુભવાતો નથી. ફળોના નિયમિત સેવનથી શરીર સ્ફૂર્તિમાં રહે છે અને તંદુરસ્તી પણ જળવાય રહે છે.

ફળોના સેવનથી શરીરમાં રહેલા વિષાકત પદાર્થો દૂર થાય છે

ન્યૂટ્રિશનિસ્ટ્રસનું કહેવું છે કે ફ્રૂટનું નિયમિત સેવન કરવાથી ડિટોકસીફિકેશન એટલે કે વિષાકત (વિષયુક્ત) પદાર્થોનો શરીરમાંથી છુટકારો થાય છે. આમ તો દરેક ફળ શરીર માટે ગુણકારી છે, પરંતુ ખાસ ઘેરા રંગનાં ફળનું સેવન કરવું કારણ કે તેમાં વિટામિન, મિનરલ અને એન્ટી-ઓક્સિડેન્ટસ સહેલાઈ મળે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.