વિપરીત પરિસ્થિતિમાં સૌથી કપરી સ્થિતિ પશુઓની થાય છે. તેમના જીવન માટે જરૂરી પોષણ અને પાણી પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ ના થતાં હોવાથી તેઓની ઉત્પાદનક્ષમતા ઉપર ઘણી જ વપિરીત અસરો જોવા મળે છે અને ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં તેમને ભાગ્યના ભરોસે રઝળતાં પણ મૂકી દેવામાં આવે છે. કપરાં સંજોગોમાં પશુધન જળવાઈ રહે, તંદુરસ્ત રહે તેની ઉત્પાદનક્ષમતા પણ ટકી રહે તે માટે પશુઓમાં વૈકલ્પિક આહાર આયોજન કરવું જરૂરી છે. આ માટે નીચેની બાબતો કાળજી રાખવી.
• પશુઓને બારેમાસ લીલો ઘાસ ચારો મળી રહે તે રીતે લીલા ઘાસચારાનું આયોજન રાખવું. તેમાં પણ ઓછા પાણીએ થતાં, ગરમી સહન કરી શકે તેવા રજકા-બાજરી, ધામણ, મારવેલ ઘાસ, બ્લયુ પેનીક વગેરે જેવા ઘાસ વાવવાં.
• શાકભાજીની ખેતી કરતાં વિસ્તારોમાં કોબી ફલાવર અને કોબીજના પાન, બટાટા અને ગાજરનો પાલો, શક્કરિયાના વેલા વગેરેનો ઉપયોગ પશુઆહારમાં કરી શકાય
• બનાસકાંઠા વિસ્તારમાં લીમડા પુષ્કળ થાય છે. એ જ રીતે મહેસાણામાં ખીજડો અને કચ્છમાં ખારેકના પુષ્કળ વૃક્ષો થાય છે. આ વૃક્ષોના કુણા પાન અને ડાળીઓને ચાફ કટિંગ કરી ઢોરને આપી શકાય.
• આ ઉપરાંત, જ્યાં પીપળ, ખાટી આંબલિ, ગોરસ આંબલિ, ગુંદા, જાંબુ, અરણી વગેરે થતાં હોય ત્યાં તેના પાંદડા ઉતારી યોગ્ય પ્રમાણમાં અન્ય લીલાચારા જોડે મિશ્ર કરી પશુઓને આપી શકાય.
• કેળના વિસ્તારમાં કેળના થડ અને પાનને કાપીને ઝીણાં ઝીણાં ટુકડા કરીને પશુઓને નિરવામાં આવે છે.
• ઘણા વિસ્તારોમાં પશુ આહાર તરીકે શેરડીના પાન (પતરી) તથા કુચાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
• હાલમાં કુવાડિયા, કાસીન્દ્રો અને ગોખરૂ જેવા નીંદણો પાકી જવા આવ્યા છે. આ નીંદણોના બીજને એકઠા કરી તેનો ઝીણો ભરડો બનાવી અન્ય દાણની જગ્યાએ અથવા લીલાચારામાં ભેળવીને આપવાથી પશુઓને પોષક આહાર મળી રહે છે.
પાણી અને અન્ય પ્રાકૃતિક સ્ત્રોતોની જાળવણી અને સંવર્ધન
• કુદરતમાં ઉપલબ્ધ પ્રાકૃતિક સ્ત્રોતો ઉપર દુષ્કાળની ભારે વપિરીત અસર થાય છે. વિષમ પરિસ્થિતિમાં આ બહુમૂલ્ય સ્ત્રોતની જાળવણી કરવી અને તેનું સંવર્ધન કરવું તે બહુ જ મોટો પડકાર છે. પણ જો નીચે દર્શાવેલ મુદ્દાઓ ઉપર પૂરતું લક્ષ્ય આપવામાં આવે તો આ પડકાર પણ ઝીલી શકાય.
• જમીન સમતલ બનાવવી.
• સમયસરની વાવણી માટે અગાઉથી જમીન તૈયાર રાખવી.
• પાકનું વાવેતર અને અન્ય ખેડકાર્યો બને તેટલા સાથે કરવાં અને ઢોળાવની આડી દિશામાં (કાટખૂણે) કરવાં.
• ખેતર ફરતે પાળા બાંધવા.
• એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યાનું પ્રમાણ જાળવવું.
• જમીનમાં ભેજ હોય ત્યારે પૂર્તિ ખાતર હારની બાજુમાં ઓરીને આપવું.
• પિયત ક્યારા પðતિએ ના આપતાં, આંતર પાટલે આપવું. આનાથી લગભગ ૩૫ ટકા જેટલું પિયત બચાવી શકાય છે.
• હંમેશાં હળવા પાણીના વધુ પિયત આપવાનો આગ્રહ રાખવો, આનાથી પિયતની કાર્ય ક્ષમતા વધે છે.
• ક્યારા લાંબા અને સાંકડા બનાવવા કે જેથી પાણીનો ઓછો વ્યય થાય.
• જમીનમાં લાંબો સમય ભેજ ટકાવી રાખવા કુદરતી તથા કૃત્રિમ આવરણનો ઉપયોગ કરવો.
• જ્યાં શક્ય હોય અને ખેડૂતને પરવડતું હોય ત્યાં પાકની પસંદગી મુજબ ટપક અથવા ફુવારા પðતિથી જ પિયત આપવું.
• ખાસ કરીને બાગાયતી પાકોમાં ખેડૂત પાસે ટપક કે ફુવારા પðતિ હોય તો પિયત માટે તેનો જ ઉપયોગ કરવો. જો આવી સૂક્ષ્મ પિયત પðતિ ઉપલબ્ધ ના હોય તો ખેતરમાં વાવેલ દરેક વૃક્ષની ચાર દિશામાં માટીના ચાર માટલા જમીનમાં દાટી દઈ દર અઠવાડિયે આ માટલામાં પાણી ભરવું. જેથી માટલામાંથી પાણીનું ઝમણ થઈ વૃક્ષના મૂળ પ્રદેશમાં ભેજવાળું વાતાવરણ મળશે અને ઓછા પાણીએ વધુ સારું ઉત્પાદન મળશે.