કેન્દ્ર સરકાર દેશની તમામ ૨૨ ભાષાઓના ફોન્ટ્સ તૈયાર કરી રહી છે. કેન્દ્રીય દૂરસંચાર રાજ્યમંત્રી સચિન પાયલોટે શનિવારે અહીં જણાવ્યું કે, આ કવાયતનો હેતુ ગ્રામીણ યુવાનોને કમ્પ્યૂટર શિક્ષણ માટે પ્રેરિત કરવાનો છે.
તેમણે જણાવ્યું કે, દેશના દરેક ગામમાં કોમન સર્વિસ સેન્ટર (સીએસી) બનાવવામાં આવશે. અહીં લોકોને એક ક્લિક પર તમામ માહિતી પ્રાપ્ત થશે.
સરકારે દેશના તમામ વિભાગનો ઇ-ગવર્નન્સના દાયરામાં લાવવા માટે આ પગલું લીધું છે. સ્થાનિક ભાષાઓના ફોન્ટ તૈયાર થવાથી તેવા લોકોને કમ્પ્યૂટરનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે જે અંગ્રેજી જાણતા નથી.