વ્યવસાયિક હેકરો આજકાલ યૂઝર્સના લોગ-ઇન પાસવર્ડ ચોરવા માટે ‘ફેસબુક હેકર’ની મદદ લઈ રહ્યા છે. આ એક એવી એક્ઝિક્યુટિવ ફાઈલ હોય છે, જેમાં હેકર પોતાની કેટલીક અંગત પરંતુ ખોટી માહિતી નાખી દે છે. આ ફાઈલ ખોલવાની સાથે જ તમારો લોગ-ઇન પાસવર્ડ હેકરની પાસે જતો રહે છે. પછી તે તમારી તમામ માહિતી ચોરી લે છે.
સિકયોરિટી બ્લોગ માલવેર સિટી અનુસાર તેનાથી બચવા માટે તમામ પ્રોગ્રામના ઓટો રિમેમ્બર અને ઓટો કંપ્લીટ ફીચર્સ બંધ કરી દેવા જોઈએ. બીજી એક રીતે જુદા-જુદા એકાઉન્ટ માટે જુદા-જુદા પાસવર્ડનો ઉપયોગ પણ કરી શકાય છે.