Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

મનોરંજન વિશ્વના જાદુગર : વિઝ્યુઅલ ઇફેકટ આર્ટિસ્ટ

 
Source: Educationa Bhaskar   |   Last Updated 12:55 AM [IST](29/08/2010)
 
 
 
 
 
તમને ક્યારેય પણ એવી કારકિર્દીની ઇચ્છા થ હોય જેમાં સર્જનાત્મકતા અને આર્ટિસ્ટિક ટેલન્ટની સાથેસાથે ફિલ્મો પ્રત્યેનું વળગણ પણ સામેલ હોય, તો દોસ્ત વિઝ્યુઅલ ઇફેકટ આર્ટિસ્ટ બનવા માટે તમે પરફેક્ટ છો. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સોથી વધારે એક્સાઇટિંગ બાબત છે વિઝ્યુઅલ સ્પેશિયલ ઇફેકટનો જાદુ સ્પેશિયલ-વિઝ્યુઅલ ઇફેકટ ઇન્ડસ્ટ્રીમાં પાયરોટેક્નિકસ, મિનીએચર મોડલિંગ, કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી, સ્પેશિયલ મેક-અપ, પપેટરી જેવાં અનેક પાસાં છે.

શું તમે તમારી આવડતથી સાવ સાચો દેખાય તેવો વરસાદ, ધુમાડો કે આગ સર્જી શકો છો? કમ્પ્યુટર પર તૈયાર કરેલી ડિજીટલ આવૃત્તિમાં તમે વાસ્તવિકતાનો જીવ પુરી શકો છો? એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની બાગડોર ભલે ઘણા લાઇક માઇન્ડેડ લોકોના હાથમાં હોય પણ પસંદગી સમયાંતરે બદલાયા જ કરે છે. આજે આ ક્ષેત્રે ટેલેન્ટ પુલની અનિવાર્યતા વધી છે કારણ કે પૈસા ખર્ચીને મનોજરંન મેળવતા ગ્રાહકોને પણ તેમના નાણાંનું પૂરું વળતર જોઇએ છે, ખાસ કરીને વિઝ્યુઅલ ઇફેકટથી ભરપુર ફિલ્મો લોકોને બહુ આકર્ષે છે પણ તેમને દર વખતે એક જ પ્રકારનો મસાલો જોવામાં કોઇ રસ નથી પડતો. આ વિઝ્યુઅલ ઇફેકટ ‘હટ કે’, ‘જોરદાર’, ‘પૈસા વસૂલ’, ‘ઓહ માય ગોડ’ હોય તો જ દર્શકોને તેમાં કંઇ દમ લાગે છે.

આજના માર્કેટમાં માત્ર મનોરંજન નહીં પણ થ્રિલ માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકતા દર્શકોને સંતોષવા માટે વિઝ્યુઅલ ઇફેકટ શબ્દ વિકલ્પ નહીં પણ જરૂરરિયાત બની ચૂકયો છે. પણ આ વિઝ્યુઅલ આર્ટ જોવા માટે પૈસા ખરચવા કરતાં તેનો હિસ્સો બની જઇને તે ક્રિએટ કરવામાં કંઇ અલગ જ મજા છે. શા માટે વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકેને સફળતા મેળવીને આપણી લાઇફના વિઝ્યુઅલ્સને વધારે કસદાર-રસદાર-જોરદાર ના બનાવવા

વિઝ્યુઅલ આર્ટ ભણો :

દરેક આર્ટિસ્ટ માટે તાલિમ જરૂરી છે. ડિજીટલ વિશ્વમાં પણ લાઇટ, શેડો, વોલ્યુમ, ડેપ્થ, વજન અને સંતુલન જેવા તમામ શબ્દોનો અવાર નવાર ઉપયોગ થાય છે. એક કુશળ કારીગરની માફક આ તમામનો યોગ્ય ઉપયોગ અને અમલ તમને આવડતા હોય તે જરૂરી છે. ઘણા વીએફએક્સ આર્ટિસ્ટ ફોટોગ્રાફીના પ્રાથમિક નિયમો અને વિઝ્યુઅલી સ્ટોરી કહેવાની કુશળતા પ્રાપ્ત કરી લે છે.

સારી એનિમેશન સ્કૂલની પસંદગી- કોઇપણ કળા, ક્રાફ્ટમાં શિક્ષણ સૌથી અગત્યની બાબત છે. વીએફએક્સના ક્ષેત્રમાં સફળ થવા માટે સારી એનિમેશન સ્કૂલમાં જવું જરૂરી છે. આના કારણે તમારી કારકિર્દીમાં આગળ વધવાના તમામ જરૂરી ટૂલ્સ તમે મેળવી લેશો. વળી તમે ગ્રેજ્યુએટ થશો ત્યારે તમારી પાસે કામ મેળવતાં પહેલાં તમારા ખૂદના પ્રયોગો, સબમશિન્સ, પ્રોજેક્ટ્સ વગેરેની રિલ્સ હશે, જે તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવશે. સારા એનિમેશન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યા પછી તમે સ્ટોરી બોર્ડિગ, વિઝ્યુઅલ ડેવલપમેન્ટ, ઇમેજિંગ, રિટચિંગ, રોટોસ્કોપિંગ, સીજીઆઇ, કમ્પોઝિટિંગ, વાયર રિમુવલ, મેચ મુવિંગ, સ્કિ્રપિ્ટંગ, લાઇટિંગ, રિગીંગ, રેન્ડરિંગ અને વીએક્સએફ આર્ટિસ્ટ બનવા માટેની બીજી ઘણી જરૂરી આવડતો શીખી શકશો. તમે જ્યાં ભણવા જાવ તે પહેલાં તમે જે કરવા માગો છો તેની પૂરી જાણકારી મેળવો, એડમશિન પહેલાં લાંબી પૂછપરછ, શિક્ષકો-વિદ્યાર્થીઓના પોર્ટફોલિયોની માહિતી મેળવવામાં કોઇ સંકોચ ન રાખવો.

ઇન્ટર્નશીપનો લાભ મેળવો :

એનિમેશન સ્કૂલમાં ભણતા હો ત્યારે કોઇ સારા સ્ટૂડિયોમાં ઇન્ટર્નશીપ કરો. પ્રોફેશનલ માર્કેટમાં એન્ટ્રી મેળવવાનો આ બેસ્ટ રસ્તો છે. ઘણી ઇન્ટર્નશીપ તમને પ્રોફેશનલ્સ સાથે ખભેખભા મિલાવી કામ કરવાનો મોકો આપે છે જેમાંથી ઘણું શીખવા મળે છે. યંગ ટેલન્ટને આગળ વધારવાની આ ક્ષેત્રે ઘણી ઉત્સુકતા છે માટે આ તક ન ગુમાવતા. આ પ્રકારની પ્રોગ્રામની માહિતી તમારા ઇન્સ્ટિટ્યૂટના કાઉન્સેલર પાસેથી તમને મળી શકશે.

નેટવર્કિંગ કરો :

કોઇપણ ક્ષેત્રે આગળ વધવું હોય તો જરૂરી છે કે તમે એમાં કામ કરનારા, એમાં રસ ધરાવનારા લોકોની સાથે હળો મળો. દેશ-વિદેશની વિઝ્યુઅલ આર્ટિસ્ટ કોમ્યુનિટીનાં સભ્ય બનશો તો જોબ બોર્ડ અને ઇવેન્ટ્સનો પણ તમને લાભ મળશે.

ખૂબ વાંચો - સ્પેશિયલ :

વિઝ્યુઅલ ઇફેકટવાળી ફિલ્મો, થિયેટ્રિકલ મેઇકઅપ વાળી ફિલ્મો, પ્રોસ્થેટિક, મોલ્ડમેકિંગ, પેઇન્ટિંગ વગેરે વિશે જેટલી માહિતી મળે અટલી વાંચો. એનાટોમી, રંગો, લાઇટિંગ, મુવમેન્ટ વિશે વિગતે માહિતી મેળવો. શક્યત: ઇન્ટરનેટથી, જૂનાં વિદેશી મેગેઝિન વેચનાર પાસેથી કે પછી ત્યાં રહેનારા કોઇ પરિચીત પાસેથી તમે સિનેફેકસ, સિનેફેન્ટાસ્ટકય્, ફેનગોરિયા જેવા મેગેઝિન મંગાવી શકો છો. ઇન્ટરનેટ પણ માહિતી મેળવવાનું ઉત્તમ માધ્યમ છે. ઇન્ડસ્ટ્રીના લેટેસ્ટ ટ્રેન્ડ અને ટેકનિકથી વાકેફ રહો અને બની શકે કે તમારી કુશળતાને પગલે તમ મેગેઝિનના કવર સ્ટોરીમાં ચમકતા કોઇ એક્સપર્ટ સાથે ભવિષ્યમાં કામ કરતા હો.

અવલોકનશક્તિ વધારો :

વિઝ્યુઅલ ઇફેકટની વાત કરીએ તો આપણે ઘણી હિંદી કે ઇંગ્લીશ ફિલ્મોમાં જોયું છે કે હિરો ક્યારેક વાઘ બની જાય તો ક્યારેક ચાંદો નિકળતા વરુ બની જાય, હવે જો તમે એ જાનવરો જોયાં નહીં હોય તો એની ઇફેકટ કેવી રીતે લાવશો. સારામાં સારા મ્યુઝિમ્સ, ઝુ, નેશનલ જોગ્રોફી જેવી ચેનલ્સને માત્ર મનોરંજન નહીં પણ અભ્યાસની દ્રષ્ટિએ જોવાનું રાખો.

ટેસ્ટ પ્રોજેક્ટથી બનાવો પોર્ટફોલિયો :

બેઝિક મટિરીયલ સાથે રાખો અને તમારી ગેરેજને કે તમારા રૂમના એક ખૂણાને તમારી વિઝ્યુઅલ ઇફેકટ લેબ તરીકે વિકસાવો. તમારા પ્રયોગોનાં સ્ટેપ્સ નોંધો, કદાચ કંઇક જોરદાર મળી આવે તો ફરી તેનો પ્રોફેશનલી ઉપયોગ કરવામાં તમને કોઇ અડચણ ના નડે. એક જ પ્રોજેક્ટ પર બેસી ન રહેતા અવનવા પ્રયોગો ચાલુ રાખો. ચપળતાપૂર્વક કામ કરવાની ટેવ તમને આગળ જતા કામ લાગશે કારણકે વિએફએક્સ સ્ટુડિયોઝ ડેડલાઇન પર કામ કરતા હોય છે, અને જો તેમાં તમે ફીટ ન બેઠા તો પછી કારકીર્દીમાં કોઇ ઇફેકટ કામ નહી લાગે

પોર્ટફોલિયો :

તમારાં પૂરાં થયેલાં કામોનો સરસ પ્રેઝન્ટેબલ પોર્ટફોલિયો તૈયાર રાખો. વિઝ્યુઅલ-સ્પેશિયલ ઇફેકટ માટે વ્યક્તિની પસંદગી તેના રેઝ્યુમે કરતાં પોર્ટફોલિયાને આધારે વધારે થાય છે. તમારા સારામાં સારા કામની તસવીરો, સીડીઝ વગેરે તૈયાર હોવું જરૂરી છે. અનુભવ નહીં હોય પણ પોર્ટફોલિયો હશે તો સો ટકા લેખે લાગશે. ઇન્ટર્નશીપમાં કે ગ્રૂપમાં કરેલા કામમાં તમે વાસ્તવમાં શું ફાળો આપેલો તેની સ્પષ્ટતા જરૂરી છે.

રેઝ્યુમે મોકલો :

તમારો રેઝ્યુમે મોકલો ત્યારે ઓરીજીનલ કામ ના મોકલતા બેસ્ટ કામની કોપી કરીને મોકલો. ઘણી વાર એ તમને પાછા નથી મળતા હોતા કારણકે તેઓ આ પોર્ટફોલિયો રેફરન્સ માટે રાખી લે છે. સારી પ્રેઝન્ટેબલ રીતે તમારો રેઝ્યુમે તમારા કામની નકલ સાથે મોકલવો.

બેસ્ટ કંપની અથવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ :

વિઝ્યુઅલ ઇફેકટ આર્ટિસ્ટનાં પગાર ધોરણો કોન્ટ્રાકટ, ઇન્ડસ્ટ્રી ટાઇપ અને અનુભવને આધારે નક્કી થતાં હોય છે. ફિલ્મ અને વિડીયો એડિટર્સને કુશળતાના આધારે વાર્ષિક છ આંકડામાં પગાર મળી શકે છે. પણ આ માટે મેટ્રોસિટીમાં જઇને કામ કરવાની તમારી તૈયારી હોવી જોઇએ. ફ્રીલાન્સર તરીકે તમારા શહેરમાં રહીને તમને નેટવર્કિંગ કરવા ન મળે તો તમારો પોર્ટફોલિયો ‘રિચ’ બનાવવાનું મુશ્કેલ બને. તમે ક્યા પ્રકારની કંપની માટે કામ કરો છો તે તમારી કમાણી માટે સૌથી મોટું પાસું બની રહે છે. અમૂક સમય કંપનીઝમાં કામ કર્યા પછી આવડતને આધારે કોન્ટ્રાન્કટ, ફ્રિલાન્સ, પ્રોજેક્ટ વગેરે મારફત તમને સેલ્ફ એમ્પ્લોયમેન્ટની તક મળી શકે છે. તમે વિઝ્યુઅલ આર્ટ શીખવવાનું કામ હાથ ધરો તો આંત્રપ્રિન્યોરશિપની શરૂઆત અથવા તો પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં વિઝીટિંગ ફેકલટી બની શકો છો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.