Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

ડિપ્લોમા ઇન આર્કિટેકચરલ આસિસ્ટન્ટશિપ

 
Source: Career Option, Girish Brahmbhatt   |   Last Updated 8:17 AM [IST](15/08/2010)
 
 
 
 
 

મકાન, મંદિર, રાજમહેલ, વાવ, સ્નાનાગાર, પુલ, બંધ વગેરે કોઇપણ સ્થાપત્યના નિર્માણ પહેલાં તેની જરૂરિયાત, ઉપયોગનો પ્રકાર, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેને આધારે તેની રચના માટે બાંધકામની ફાઇનલ ડિઝાઈન તૈયાર કરવી પડે છે. આ ડિઝાઈનને આધારે જ સિવિલ એન્જિનિયર બાંધકામ કરાવે છે. આર્કિટેકચરના વ્યવસાયની શરૂઆત માનવવસવાટ કરતાંય પૂર્વે થઇ હોવાનું મનાય છે.


ડિપ્લોમા ઇન આર્કિટેકચરલ આસિસ્ટન્ટ એટલે શું? ઉપર જણાવ્યા તેવાં વિવિધ સ્થાપત્યોનું બાંધકામ કરતાં પહેલાં પરિસ્થિતિને અનુરૂપ અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર તેનો લે-આઉટ પ્લાન તૈયાર કરી તેના જરૂરી ડ્રોઇંગ તથા સ્થાપત્ય બન્યા પછી કેવું દેખાશે તેનું આબેહૂબ સ્કેલેબલ મોડેલ તૈયાર કરનાર વ્યક્તિને આર્કિટેકટ કહે છે. જ્યારે તેના કાર્યને આર્કિટેકચરલ ડિઝાઈન કહે છે. આર્કિટેકચરના આ કાર્યમાં મદદરૂપ થવા માટે આર્કિટેકચરલ વર્કનો અભ્યાસ અને તાલીમ આપતો ડિપ્લોમા અભ્યાસક્રમ ડિપ્લોમા ઇન આર્કિટેકચરલ આસિસ્ટન્ટશિપ છે.


કામગીરી: આર્કિટેકટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માનવ દ્વારા ઉપયોગમાં લેવાતા કોઇપણ પ્રકારના બાંધકામનું સર્જન, ડિઝાઈન, આયોજન અને છેલ્લે ડિઝાઈન મુજબ બાંધકામનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે.ગ્રાહકની જરૂરિયાતનું પ્રાથમિક આયોજન કરી મકાનના સ્ટ્રકચરમાં દરેક દિશા, દરેક ભાગનું માપ, ક્યાં કોલમ તથા ક્યાં સીડી, બારી-બારણાં, સેનિટેશન માટેની સુવિધા વગેરે માટેની શ્રેષ્ઠ જગ્યા સૂચવે છે.


શીખવવામાં આવતા મુખ્ય વિષયો:


• બેઝિક ડ્રોઇંગ એન્ડ પેઇન્ટિંગ• બિલ્ડિંગ મટિરીયલ્સ, ગુણધર્મો, ઉપયોગો• મોડેલ મેકિંગ• આર્કિટેકચરલ ડિઝાઈન• કોમ્પ્યૂટર એઇડેડ ડિઝાઈન• આર્કિટેકચરલ ડ્રોઇંગ• ઇન્ટિરિયર ડિટેઇલિંગઆ અભ્યાસક્રમમાં સાતમા સેમેસ્ટર દરમિયાન તમામ વિદ્યાર્થીઓને આર્કિટેકચરની ઓફિસમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે, જ્યાં તેઓને પ્રત્યક્ષ રીતે આ વ્યવસાયની વિવિધ કામગીરી કરવાની હોય છે.


નોકરીની તકો: આ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી કોઇપણ આર્કિટેકટની ઓફિસમાં આસિસ્ટન્ટ આર્કિટેકટ તરીકે નોકરીની તકો રહેલી છે. જ્યાં તેઓને પોતાની કાબેલિયત અને આવડતને આધારે શરૂઆતમાં આશરે R ૨૨૦૦ થી ૩૦૦૦ જેટલો માસિક પગાર મળી શકે છે. આ ક્ષેત્રના જાણકારના મતે માત્ર અમદાવાદમાં જ આશરે ૪૦૦૦ કરતાં વધુ નાના-મોટા આર્કિટેકટ કાર્ય કરી રહ્યા છે.


ઉચ્ચ અભ્યાસની તકો: બેચલર ઓફ આર્કિટેકટ (B.Arch.)થવા માટે ગુજરાતમાં ધોરણ-૧૨ સાયન્સ પાસ થયા પછી અમદાવાદ ખાતેની પ્રખ્યાત સેન્ટર ફોર એન્વાયન્ર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT) સહિત બરોડા, સુરત, વલ્લભ વિદ્યાનગર, પાટણ, રાજકોટ અને વાસદ ખાતે આવેલી તમામ કોલેજોમાં પ્રવેશ મેળવવા એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોય છે. ડિપ્લોમા ઇન આર્કિટેકચરલ આસિસ્ટન્ટશિપ પાસ થયેલા વિદ્યાર્થીઓ ૧૨ સાયન્સ પાસ થયેલા વિદ્યાર્થીઓની સાથે સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બેસી ટેસ્ટના પરિણામને આધારે B.Archની ડિગ્રી મેળવી ઉચ્ચ અભ્યાસની તક ઝડપી શકશે.


આવશ્યક વિશિષ્ટ ગુણો:


• ડ્રોઇંગ અને સ્કેચિંગમાં રસ• ઇમેજિનેશન• વિઝ્યુઅલાઇઝેશન


કરિયર ઓપ્શન, ગિરીશ બ્રહ્નભટ્ટ


kalash@guj.bhaskarnet.com


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.