Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

ઘરમાં અને ગાર્ડનમાં શોભતા કૂંડા

 
Source: Interior, Womanbhaskar   |   Last Updated 4:13 AM [IST](09/09/2010)
 
 
 
 
 
ઘરના એક ખૂણામાં તમે રંગબેરંગી, નાનકડા અને ડિઝાઈનર કૂંડાને ગોઠવીને ઘરમાં જ સુંદર મજાનો બગીચો બનાવી શકો છો, જે તમારા તન-મનને શાંતિ અને પ્રસન્નતા પ્રદાન કરશે.

લીલોતરીની વાત આવે એટલે નજર સમક્ષ લીલાછમ જંગલો અને લહેરાતા ખેતરો તરવા લાગે છે. આનો વિચાર કરનારી વ્યક્તિ પોતાના ઘરમાં લીલોતરીને સ્થાન આપવા વિશે ક્યારેય વિચારતી નથી. ઘરમાં લીલોતરી એટલે નાનકડા ક્યારા અને નાનીમોટી સાઇઝના કૂંડામાં ઉગાડવામાં આવતાં ફૂલ-છોડ. જો કે કૂંડા તો દરેક ઘરમાં જોવા મળે જ છે, પણ જો તેના ઉપયોગમાં પણ ક્રિએટિવિટી દાખવવામાં આવે તો નાનકડા કૂંડાની સજાવટ પણ તમારા ઘરમાં સૌથી સુંદર દેખાઇ આવશે.

ઘરમાં કૂંડાની સજાવટ કરતાં પહેલાં કૂંડા એ માટીનું માત્ર એક વાસણ છે એવી આપણી વિચારસરણીને છોડવી પડશે. ઘરમાં કેટલા કૂંડા છે અને તેમાંથી કેટલા જુના છે અને કેટલા નવા છે તે અલગ રાખવા. બધા જુના કૂંડાને ભેગા કરીને સ્ક્રબરથી તેના પર ચોંટેલી માટીને સાફ કરો. એ પછી જો તમને ગમે તો ગેરુ અથવા તો તમને મનગમતા રંગથી કૂંડાને રંગી દો. ઘરમાં કઇ કઇ જગ્યાએ કૂંડા ગોઠવી શકો તે વિચારી લો.

બાલકનીની છત પર થોડા થોડા અંતરે કડા લગાવી, આ કડામાં નાના અને અલગ અલગ ડિઝાઈનના કૂંડા લટકાવી શકો. હેગિંગ કૂંડામાંથી લટકતી વેલ ખૂબ જ આકર્ષક લાગે છે. ઘરના ડ્રોઇંગરૂમમાં પણ મોટી સાઇઝનું કૂંડુ ગોઠવી તેમાં પામ ટ્રી રાખો. ઘરના કોઇ બીજા ખૂણામાં થોડીક આર્ટિસ્ટિક સ્ટાઇલમાં મની પ્લાન્ટની સજાવટ કરી શકાય. જેનાથી તમને ઘરમાં પણ હરિયાળી હોવાનો અનુભવ થશે.

જો ઘરનો વરંડો મોટો હોય તો તમારી પસંદગીનો એક ક્યારો બનાવડાવી લો. આનાથી ઓછી જગ્યામાં ઘણાબધા કૂંડા ગોઠવાઇ જશે. ક્યારામાં ગોઠવેલા કૂંડાને તમે જુદા-જુદા કલરમાં રંગીને કારીગરી કરી શકો છો અને તેમાં ઉગેલાં ફૂલછોડ આવતાં-જતાંનું ધ્યાન આકર્ષશે. તો, હવે તમે પણ ઘરના વરંડા કે બાલકનીમાં રંગબેરંગી કૂંડા સજાવી લો અને હરિયાળીનો અનુભવ કરો.

ઇન્ટિરિયર
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.