Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

વિદેશમાં શિક્ષણ માટે કોર્સની પસંદગી મહત્વનો નિર્ણય

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:43 AM [IST](01/09/2010)
 
 
 
 
 
તમારી આવડત, વિષયમાં રુચિ અને કરિયરમાં પ્રગતિ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને કોર્સ નક્કી કરાય તે જરૂરી છે. આજે વિદેશ ભણવા જનારાઓ પાસે ગણ્યા ગણાય નહીં તેટલા કોર્સના વિકલ્પ છે તો આ સ્થિતિમાં સ્ટડી પ્રોગ્રામનો નિર્ણય લેવામાં ક્યાં પરબિળો સહાય કરી શકે છે તે વિષે જાણવું જરૂરી છે

આજે વિદેશ ભણવા જવું હોય તો કદાચ ઘણીબધી બાબતોનો નિર્ણય તમે અન્યો પર છોડી શકો પણ તમારે ક્યા પ્રકારનો કોર્સ કરવો છે તે માટે કોઇ બીજાની સલાહ તમને કામ નહીં લાગે. તમારી આવડત, વિષયમાં રુચિ અને કરિયરમાં પ્રગતિ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને કોર્સ નક્કી કરાય તે જરૂરી છે. આજે વિદેશ ભણવા જનારાઓ પાસે ગણ્યા ગણાય નહીં તેટલા કોર્સના વિકલ્પ છે તો આ સ્થિતિમાં સ્ટડી પ્રોગ્રામનો નિર્ણય લેવામાં ક્યાં પરબિળો સહાય કરી શકે છે તે વિષે જાણવું જરૂરી છે.

કોઇ ચોક્કસ કોલેજ પર તમે પસંદગ ઢોળી હોય તો જરૂરી છે કે એ સંસ્થાનમાં ક્યા પ્રકારના કોર્સ ઓફર થાય છે. જે તે સંસ્થાનનો જે કોર્સ સૌથી વધુ પ્રચલિત હોય અથવા જે સંસ્થાનની ઓળખાણ સમો હોય તે પસંદ કરવામાં સાર છે. તમારા વિદેશ અભ્યાસના અનુભવ બાદ તમે શું મેળવવા માગો છો તે નક્કી હોય તો કોર્સ પસંદગીની પ્રક્રિયા સરળ બની જાય છે. તમારા ભણતરના રેÍયુમે પર આ કોર્સ કેવો પ્રભાવ પાડશે તેની ગણતરી કરી લેવાથી પણ ઘણા સવાલોનો જવાબ મળી શકે છે.

તમારા અત્યાર સુધીના ભણતર સાથે એ કોર્સઁ સંલગ્નતા ચકાસો. એ કોર્સ કર્યા પછી તમારે તમારા દેશમાં આવીને પણ ફરી ભણવું હોય તો વિદેશનું સર્ટિફિકેટ તમને કેટલું કામ લાગી શકે છે એ સમજી લો. તમને ભણતર સાથે સતત ગાઇડન્સની જરૂર પડશે એમ લાગતું હોય તો ઓરિએન્ટેશનલ અભ્યાસ ક્રમો પસંદ કરવા જોઇએ. સારી વેબ માહિતી અને સતત ગાઇડન્સ પૂરું પાડતા કોર્સિઝની કોઇ અછત નથી. તમે સ્ટડી કન્સ્લટન્ટની સહાય લઇને પણ સરળતાથી પસંદગી કરી શકો છો.

વિષય અને સ્થાનિક અભ્યાસને આધારે નિર્ણય

તમે ૧૨મા ધોરણ પછી જતા હો, ગ્રેજયુએશન પછી જતા હો અથવા તો પોસ્ટ ગ્રેજયુએશન પછી જતા હો. આ ત્રણેય સ્થિતિમાં કોર્સની પસંદગી સ્વાભાવિક રીતે અલગ રીતે જ કરવાની રહે છે. વિદેશમાં ભણતરના લેવલ્સ અલગ હોય છે પણ ઉંમર પ્રમાણે તમારી આવડતો અને સ્થાનિક શિક્ષણના આધારે તમારે ત્યાંનો કોર્સ નક્કી કરવો જોઇએ. કોર્સના નિર્ણયમાં લેવલ અને વિષય બંનેને સરખું પ્રાધાન્ય મળે તે જરૂરી છે.

ક્યા વિષયમાં તમે આગળ જવા માગો છો તેની સ્પષ્ટતા હોય તો તે વિષયને લગતું તમારું સ્થાનિક ભણતર ત્યાંનાં ધારાધોરણોથી મેળ ખાય છે કે કેમ તે ચકાસવું જોઇએ. નહીંતર તમે જે અહીં ભણ્યાં તે ત્યાં કાં તો ફરી ભણવું પડે એમ બને અથવા તો જો અહીંનો સિલેબસ તદ્દન જુદો હોય તો ત્યાં પ્રાથમિક સ્તરેથી જ શરૂ કરવાની તમને ફરજ પડી શકે છે.

કોર્સ બાદ તમને કઇ ડિગ્રી એનાયત થાય છે?

વિદેશમાં ભણતરનાં લેવલ્સ અલગ હોય છે. તેમની શિશ્રણ પ્રથા આપણી શિક્ષણ પ્રથાથી અલગ છે. તમે જ્યારે વિદેશ ભણતર માટે રોકાણ કરો છો ત્યારે તે જાણવું જોઇએ કે અહીંથી ગ્રેજ્યુએટ થયા પછી શું ત્યાં પણ તમને એ જ લેવલની ડિગ્રી મળે છે? કેટલાક કિસ્સામાં એમ બને છે કે એ ડિગ્રી કોર્સ- એ જ સ્તરનું ભણતર કરીને પછી જ તમે આગળનો અભ્યાસ કરી શકો છો. જેમકે યુએએસએમાં રિસર્ચ કરવું હોય તો અહીંની માસ્ટર્સ ડિગ્રીને ત્યાં માન્યતા નથી મળતી. ત્યાં જઇને ફરી માસ્ટર્સ કરવું જ પડે છે.

આ પ્રમાણે ક્યારેક જરૂર પડ્યે સમાન સ્તરનું ભણતર કરવાની તમારી તૈયારી રાખવી પડે. જો કે અન્ય પ્રકારના અભ્યાસમાં તમારી પાસે ઘણાં વિકલ્પો હોય છે. આ વિકલ્પોમાંથી તમારે નક્કી કરવું પડે છે કે કયો અભ્યાસ ક્રમ તમારા હાલના પ્રમાણપત્રોની સમાંતર છે અથવા તો તેનાથી આગળ છે. ભારતીય અભ્યાસ ક્રમો સારી રીતે ડિઝાઈન થયેલા હોય છે માટે ક્યારેય અસલામતીનો ડર રાખીને ડિગ્રી વગેરેનું પુનરાવર્તન ન કરવું જોઇએ. તમારી આવડત તમને મદદ કરશે જ પણ ત્યાંના નિયમોને આધારે તમારું લક્ષ્ય પાર પાડવામાં તમને સરળતા રહેશે એ નશ્વિીત છે.

સમય મર્યાદા

તમારે તમારા અભ્યાસક્રમમાં વિદેશી સર્ટિફિકેટ ચોક્કસ જોઇતું હોય ત્યારે અનિવાર્ય છે કે તે મેળવવા માટે તમે વિદેશમાં કેટલો સમય પસાર કરવા ધારો છો. તમારા કોર્સની સમય મર્યાદા જાણી લો. વિદેશમાં વિવિધ કોર્સ માટે સમય મર્યાદાની ગણતરી ધ્યાનમાં રાખવી જોઇએ. એટલો સમય આપ્યા પછી તમને તમારી ઇચ્છીત ડિગ્રી કે પ્રમાણ પત્ર મળવું જોઇએ. વળી ક્યારેક સર્ટિફાઇડ કોર્સની વાત હોય ત્યારે તપાસવું જોઇએ કે એ જ કોર્સ અલગ સંસ્થાનોમાં કેટલી સમય મર્યાદામાં કરાય છે. જે એક સ્થળે બે વર્ષમાં થતું હોય તે શક્યત: અન્ય સંસ્થાનમાં એક વર્ષના ગાળામાં કરાતું હોય. વળી સમય મર્યાદા સાથે સિલેબસ કન્ટેન્ટ પણ જાણો જેથી તમને અનિવાર્ય કોર્સની જ તમે પસંદગી કરી શકો.

મુખ્ય વિષયોમાં અનેક વિકલ્પો

વિદેશમાં એવા ઘણા અભ્યાસ ક્રમ છે જેમાં ભારતમાં મેજર-મુખ્ય વિષય તરીકે ભણવું શક્ય નથી હોતું અથવા તો તે માટે સારા સંસ્થાનો ઓછા હોય છે. તમારા રસના તમામ વિષયોના અભ્યાસક્રમ ચકાસો. મેજર્સ તરીકે જે વિષય ભણવાથી તમારી કારકિર્દી ઝડપી વેગ પકડી લે તેની પર જ પસંદગી ઉતારવી જોઇએ.

સુક્ષ્મ નિર્ણય લેતાં પહેલાં બહોળા ફલકનો અનુભવ

ઘણીવાર વિદ્યાર્થીઓ બહુ ચોક્કસ વિષય પર જ ભણવાનો નિર્ણય લે છે. પરંતુ આના કારણે તમે વધારે વિકલ્પોની તક ગુમાવી બેસો તેમ બને. આ સ્થિતિ ન સર્જાય માટે જરૂરી છે કે તમે મેક્રો વ્યુ- વહિંગાવલોકનથી વિષય પારખી લો , તેમાં અભ્યાસ કરો અને બાદમાં માઇક્રો વ્યુ- સુ-મ નિરીક્ષણ કરી ચોક્કસ વિષય તરફ આગળ વધો. આ તબક્કા વારનું શિક્ષણ તમને આગળ વધવામાં મદદરૂપ નિવડશે. બહોળા અભ્યાસક્રમમાંથી સુક્ષ્મ પસંદગી કરવાનું હંમેશા સરળ રહે છે.

સિલેબસ ચકાસો

વિદેશ જતાં પહેલાં જ્યારે અભ્યાસક્રમો પર નજર ફેરવો ત્યારે માત્ર નામ વાંચીને કે સંસ્થાનનું માળખું જોઇને નિર્ણય ન લેવાય. તમે જે ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગો છો તે માટેની તમામ જરૂરી અભ્યાસ સામગ્રી તમારા કોર્સના સિલેબસમાં આવતી હોય તો જ તે કોર્સ પસંદ કરો. આમાં સરતચૂક થતા તમારે નિશ્વિત લક્ષ્યથી તમારે અલગ કારકિર્દી બનાવવી પડે તેમ થાય. એવા સંજોગો ટાળવા માટે સિલેબસની પૂરી માહિતી જાણવી જોઇએ.
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.