ઓટાવા હોસ્પિટલના વિજ્ઞાનીઓએ લેબોરેટરીમાં બાયોસિંથેટિક, એટલે કે, કૃત્રિમ પદ્ધતિથી કોર્નિયા તૈયાર કરીને દ્રષ્ટિહીનો માટે નવી આશા પેદા કરી છે. આ આંખોના મૂળ કોષોથી જ બનેલું છે.
આ કોર્નિયા અન્ય ક્ષતિગ્રસ્ત કોષોની મરામતનું કામ પણ કરી શકે છે. આ ઉપલબ્ધિ પછી દ્રષ્ટિહીનતાના કગારે પહોંચેલા દર્દીઓને કૃત્રિમ કોર્નિયાનું પ્રત્યારોપણ કરી શકાશે.