આજકાલ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર, ઓફિસ, ફેક્ટરી વગેરેનું બાંધકામ અને દિશા નક્કી કરવામાં આવે છે, તો પછી બાળકોનો સ્ટડીરૂમ આમાંથી કઇ રીતે બાકાત રહી શકે. વાસ્તુ પ્રમાણે જો સાચી દિશામાં તમે કોઇ પણ રૂમ બનાવશો કે કોઇ કામની શરૂઆત કરશો તો તમને જરૂરથી સફળતા મળશે.
વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બાળકોનો સ્ટડીરૂમ બનાવવામાં આવે તો ભણવામાં બાળકોની એકાગ્રતા વધશે અને તેમને સફળતા મળશે. બાળકોનો સ્ટડીરૂમ કેવો હોવો જોઇએ, તે વિશે વાસ્તુશાસ્ત્રના થોડા સિદ્ધાંતો જાણીએ.
- બાળકોનો સ્ટડીરૂમ પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઇએ.
- આ રૂમમાં ગણેશ અથવા સરસ્વતીની મૂર્તિ મૂકવી.
- જો તમે વાંચતી વખતે ટેબલ લેમ્પનો ઉપયોગ કરતાં હો, તો લેમ્પને દક્ષિણ-પૂર્વ દિશા તરફ રાખવો જોઇએ.
- સ્ટડીરૂમની દીવાલોનો રંગ લાઇટ ઓરેન્જ કલર કરવામાં આવે તો વધારે ફાયદાકારક છે.
- અભ્યાસમાં ઉપયોગી પુસ્તકો દક્ષિણ, પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવા જોઇએ.
- બાળકોનું સ્ટડીટેબલ દીવાલથી ત્રણ ફૂટ જેટલું દૂર હોવું જોઇએ.
- ટેબલ પર પુસ્તકોનો ખડકલો કરવો નહીં.
- ભણ્યા પછી બાળકો જ્યારે સૂઇ જાય, ત્યારે તેમનું માથું દક્ષિણ દિશા તરફ હોવું જોઇએ.
- બાળકોના સ્ટડીરૂમમાં ટકોરા પડે એવી વોલકલોક અવશ્ય હોવી જોઇએ જેથી તેમને રાત્રે સમય જોવા ઊભા ન થવું પડે.