સ્કોટલેન્ડમાંના વિજ્ઞાનીઓએ વ્હીસ્કીની આડપેદાશોમાંથી બનાવેલું નવું બાયોફ્યુઅલ રજૂ કર્યું છે. તેઓનું કહેવું છે કે આ બળતણ ઈથેનોલ કરતાં વધુ કાર્યક્ષમતાથી સામાન્ય કારોને પાવર પૂરો પાડશે.
એડિનબર્ગની નેપિયર યુનિવર્સિટીની રીસર્ચ ટીમે બાયોફ્યુઅલ બ્યુટાનોલ સર્જવામાં બે વર્ષ ગાળ્યાં હતાં.
ટીમે આ સપ્તાહે જાહેરાત કરી હતી કે આ બળતણનો ગેસ ટેન્કમાં એકમાત્ર બળતણ તરીકે અથવા પેટ્રોલ કે ડીઝલ સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકાશે. તેને બાયપ્રોડક્ટ્સ પોટ એલી (કોપર સ્ટીલ્સના પ્રવાહી) અને ડ્રાફ (વપરાયેલા અનાજના દાણા)ને ડિસ્ટિલ કરીને બનાવાયું છે. આ પદ્ધતિ એ જૂની પ્રક્રિયા પર આધારિત છે, જેને ખાંડમાં આથો લાવીને બ્યુટાનોલ અને એસિટોન ઉત્પન્ન કરવા માટે બનાવાઈ હતી.
શું આ બળતણ મકાઈ-આધારિત ઈથેનોલના ટીકાકારો માટેનો જવાબ છે? જવાબમાં નેપિયર યુનિવર્સિટીના બાયોફ્યુઅલ રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર પ્રો. માર્ટિન ટેન્ગીએ ફાયનાન્સિયલ ટાઈમ્સને કહ્યું હતું કે કેટલીક ઊર્જા કંપનીઓ બાયોફ્યુઅલ ઉત્પન્ન કરવા માટે વિશેષપણે પાકો ઉગાડે છે, પરંતુ અમે બાયોફ્યુઅલ બનાવવા વ્હીસ્કીની બાયપ્રોડક્ટસ જેવા વધારાના મટીરિયલ્સને તપાસી રહ્યા છીએ. આ પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારો વિકલ્પ છે અને સ્કોટલેન્ડના સૌથી મોટા ઉદ્યોગો પૈકીના એક વ્હીસ્કી ઉદ્યોગની પીઠ પર નવી આવક ઓફર કરે છે.
આ બાયોફ્યુઅલ પ્રોજેક્ટમાં લગભગ ૪ લાખ ડોલરનો ખર્ચ થયો હતો અને તેની પેટન્ટ માટે અરજી પણ કરવામાં આવી છે.