Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

બેન્કિંગ ઓફિસર ભરતી

 
Source: Career Alerts, Vikas Vartul trust   |   Last Updated 12:26 AM [IST](26/08/2010)
 
 
 
 
 
બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓફિસરની ભરતી: બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જનરલ બેન્કિંગ ઓફિસરની ૨૦૬૦ જગ્યાઓ પર ભરતી થઈ રહી છે.

યોગ્યતા : અહીં એગ્રીગેટ ૬૦ ટકા સાથે સ્નાતકની ડિગ્રી ધરાવતો ઉમેદવારો અરજીપાત્ર છે. કમ્પ્યૂટરનું કાર્યજ્ઞાન હશે તો વધારાની લાયકાત ગણાશે. અહીં ઉમેદવારની વય ૨૧થી ૩૦ વર્ષ હોવી જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ લઈ ભરતી થશે. લેખિતપરીક્ષા તા.૩૧-૧૦-૨૦૧૦ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. પરીક્ષા હિન્દી અથવા અંગ્રેજીમાં આપી શકાશે. આ સાથે ઉમેદવારની એક કલાકની મુદતની ડસ્કિ્રીપ્ટીવ ટેસ્ટ પણ યોજાશે. સફળ ઉમેદવારોને મેરિટ મુજબ ઇન્ટરવ્યૂ માટે બોલાવાશે.

અરજીપત્ર: ઓનલાઇન અરજી માટે ક્લિક: www.bankofindia.co.in.
છેલ્લી તા. ૩૧-૮-૨૦૧૦ છે.

CSIR-UGC-NET: કાઉન્સિલ ઓફ સાયિન્ટફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) તથા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના સંયુક્ત ઉપક્રમે જુનિયર રિસર્ચ ફેલોશિપ તથા કોલેજમાં લેકચરરશીપ માટે ડિસેમ્બર માસમાં નેટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) યોજાશે. આ માટે હાલ અરજી કરી શકાય છે.

યોગ્યતા : આ માટે કેમિકલ સાયિન્સઝ/અર્થ એટમસ્ફેરિક ઓશન એન્ડ પ્લેનેટરી સાયિન્સઝ/ લાઇફ સાયિન્સઝ/ મેથેમેટિકલ સાયિન્સઝ / ફિઝિકલ સાયિન્સઝના વિષયોમાં એગ્રીગેટ ૫૫ ટકા સાથે એમ.એસસી.ની ડિગ્રી ધરાવતા કે છેલ્લા વર્ષના ઉમેદવારો અરજીપાત્ર છે.

વયમર્યાદા: જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે ૧૯થી ૨૮ વર્ષ અને લેકચરરશીપ માટે ૧૯ વર્ષ જરૂરી છે.

પરીક્ષા: CSIR-NET તા. ૧૯-૧૨-૨૦૧૦ના રોજ ભાવનગર ખાતે યોજાશે. પરીક્ષામાં બે પ્રશ્નપત્ર
હોય છે.

અરજીપત્ર: ૭ ઓગસ્ટ, ૨૦૧૦નું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જુઓ અથવા ક્લિક www.csirhrdg.res.in. અરજીની છેલ્લી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૦ છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ભરતી:

‘આસિસ્ટન્ટ ગ્રેડ-III (જનરલ)ની ૯૦ જગ્યાઓ માટે સ્નાતક જરૂરી. વય ૨૫ વર્ષ કે તેથી ઓછી હોવી જરૂરી છે.
‘આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)ની ૫૫ જગ્યાઓ માટે કોમર્સ, મેથેમેટિકસ, સ્ટેટીસ્ટિકસમાં સ્નાતક જરૂરી. વય ૨૫ વર્ષથી ઓછી જોઈશે.
‘આસિ. ગ્રેડ-III (ટેકનિકલ)ની ૨૫૦ જગ્યાઓ માટે વિજ્ઞાનમાં સ્નાતક જરૂરી (એગ્રી કલ્ચરમાં સ્નાતકને પ્રાથમિકતા). વય ૨૫ વર્ષ કે તેથી ઓછી જરૂરી છે.
‘આસિ. ગ્રેડ-III (ડેપો.)ની ૩૦૦ જગ્યાઓ માટે સ્નાતક જરૂરી. વયમર્યાદા ૨૫ વર્ષ કે તેથી ઓછી હોવી જરૂરી છે. ઉપરોકત દરેક કોર્સ માટે ડોએક સોસાયટી (DOEACC) નો ‘ઓ’ લેવલ કમ્પ્યૂટર કોર્સ અથવા કમ્પ્યૂટર સાયન્સ કે કમ્પ્યૂટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રી જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા: અહીં ભરતી માટેની લેખિત પરીક્ષા તા. ૧૯-૧૨-૨૦૧૦ના રોજ અમદાવાદ ખાતે યોજાશે.

અરજીપત્ર: માહિતી માટે ૩૧ જુલાઈનું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જુઓ અથવા ક્લિક: specialtest.in/Fci. અરજીની છેલ્લી તા.૨૯ ઓગસ્ટ છે.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ:

અભ્યાસક્રમ અને યોગ્યતા:

‘એમ.એસસી. એનિમેશનના બે વર્ષના કોર્સ માટે એનિમેશન કે તેને સંબંધિત વિષયમાં સ્નાતક અથવા બેચલર ઓફ ફાઇન આર્ટ અથવા બેચલર ઇન વિઝ્યુઅલ આર્ટ્સ ડિગ્રી અથવા કોઈપણ વિષયમાં સ્નાતક ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એનિમેશન અથવા બી.સી.એ. કરેલા ઉમેદવારો પ્રવેશપાત્ર છે.
‘એમ.એસસી. આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ સર્વિસ (૨ વર્ષ) અભ્યાસ માટે B.Sc. (IMS)/ BCA / B.Sc. (CE) / BE (EEE/CE/EC/IT) / કોઈપણ સ્નાતક ઉપરાંત પી.જી. ડિપ્લોમા ઇન આઈએમએસ પ્રવેશપાત્ર છે.
‘એમ.એસસી. મોબાઇલ એપ્લિકેશન એન્ડ ટેક્નોલોજી (૨ વર્ષ) માટે કમ્પ્યૂટર ઇજનેરી સ્નાતક અથવા ઓપરેટિંગ સિસ્ટમ, ડેટા સ્ટ્રકચર પ્રોગ્રામિંગ, જાવાનો અભ્યાસ કરેલા M.Sc/MCA થયેલા ઉમેદવારો અરજીપાત્ર છે.

પ્રવેશ માટે સંપર્ક:
આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ઓફ ગુજરાત યુનિ., યુનિ. કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ.
websit : www.gujaratuniversity.org.in
પ્રવેશની અંતિમ તા.૩૦ ઓગસ્ટ, ૨૦૧૦ છે.‘

SBI સ્પેશિયલિસ્ટ ઓફિસરોની ભરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલિસ્ટ મેનેજમેન્ટ એક્ઝિકયુટિવ તથા સ્પેશ્યલિસ્ટ ટેક્નિકલ એક્ઝિકયુટિવની જગ્યાએ ભરતી ચાલુ છે.

‘મેનેજમેન્ટ એક્ઝિકયુટિવની ૫૦૦ જગ્યાઓ છે. આ માટે એગ્રીગેટ ૬૦ ટકા માકર્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા સી.એ. કે આઈ.સી.ડબલ્યુ.એ. કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને ધોરણ-૧૦, ૧૨ તથા સ્નાતક કક્ષાએ એગ્રીગેટ ૬૦ ટકા માકર્સ હોવા જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક અથવા ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટમાં કામનો ત્રણ વરસનો અનુભવ જરૂરી છે. વય ૨૫થી ૩૫ વર્ષ જરૂરી છે.

‘ટેક્નિકલ એક્ઝિકયુટિવની ૬૦ જગ્યાઓ માટે એગ્રીગેટ ૬૦ ટકા માકર્સ સાથે મિકેનિકલ અથવા કેમિકલ/ ફાર્મા/ બાયોટેક અથવા ઇલેક્ટ્રિકલ/ ઇલેક્ટ્રોનિક્સ/ આઇ.ટી. અથવા ટેક્સ્ટાઇલ/ ફુડ ટેક્નોલોજી/ મેટલર્જીમાં બીઈ/ બીટેક અથવા બી.એસસી. (એન્જિનિયરિંગ)ની યોગ્યતા જરૂરી છે. ઉમેદવારને ધો. ૧૦ તથા ધો.૧૨ તથા ડિપ્લોમા લેવલે એગ્રીગેટ ૬૦ ટકા માકર્સ જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારને શેડયૂલ્ડ કોમર્શિયલ બેન્ક અથવા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યનો ત્રણ વરસનો અનુભવ જરૂરી છે. વય ૨૫થી ૩૫ વર્ષ જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા: લેખિત ભરતી પરીક્ષા તા. ૩૧-૧૦-૨૦૧૦ (રવિવાર)ના રોજ યોજાશે.

અરજીપત્ર: અહીં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની છે. ક્લિક કરો:
www.Statebankofindia.com or www.sbi.in
અરજી ફી બેન્કશાખા પર ભરવાની છેલ્લી તા. ૨૮-૮-૨૦૧૦ છે, જ્યારે ઓનલાઇન અરજીની છેલ્લી તા.૩૧-૮-૨૦૧૦ છે.

Career Alerts, વિકાસ વર્તુળ ટ્રસ્ટ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.