જો તમે ન્યૂ મોમ હોવ તો બની શકે કે ડિલિવરી બાદ તમારું શરીર વધવાને લીધે કપડાંની સાઇઝ ‘એમ’ કે ‘એલ’ થઈ ગઈ હશે, પરંતુ તેનાથી નિરાશ થવાની જરૂર નથી. ફક્ત પોતાના ડ્રેસઅપથી માંડીને એક્સેસરીઝનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન આપવા જેવી બાબત એટલે કે ટાઇટ ફિટ અને બેલ્ટ વાળા ડ્રેસીસ અવોઇડ કરવા. જો હાલમાં જ ડિલિવરી થઈ હોય તો તમારી પ્રાયોરિટી બદલાઈ ગઈ હશે. હવે તમે ડાયમંડને બદલે ડાયપર અથવા આવી ઘણી બધી વસ્તુઓ વિશે વિચારતાં હશો. રોક મ્યુઝિકને બદલે બાળકોના રડવાનો અવાજ, હસવાનો અવાજ કાને સાંભળવા મળતો હશે.
એક નાના બાળક માટે ચોવીસ કલાક તમારું મગજ વિચારો કરતું હશે. કદાચ તમારી પોતાની વસ્તુઓ ગૌણ બનતી જશે, પરંતુ માતા બનવાનો અર્થ એ પણ નથી કે તમે કોઈ પ્રસંગ કે પાર્ટીમાં બરાબર ડ્રેસઅપ થઈ શકો નથી. હાલમાં જ માતા બનેલી એક ફેશન રેણુકા ડિઝાઈનર કહે છે કે ‘નવી જવાબદારીને સંભાળવાની સાથે ઘણી મહિલાઓ ભૂલી જતી હોય છે કે તેઓ પ્રેગ્નેન્સી પહેલા કેવી દેખાતી હતી. ડિલિવરી બાદ મહિલાઓ પાસે પોતાને માટે સમય નીકાળવો મુશ્કેલ હોય છે.
તો બીજી બાજુ શરીર પરની વધુ પડતી ચરબી જોઈને નિરાશ થઈ જતી હોય છે. તેથી જો તમારે ક્યાંય બહાર જવાનું હોય તો બેફિકર પોતાના સાદા ડ્રેસ સાથે આકર્ષક જવેલરી પહેરો. તમે કોઈ પણ ડ્રેસ પહેરી શકો છો, જે શરીરને વીંટળાયેલો એટલે કે ફિટ ન હોય. ઉપરાંત બેલ્ટવાળા ડ્રેસીસ અવોઇડ કરો.
યોગ્ય ડાયેટ અને એક્સરસાઇઝ
સ્વાભાવિક છે કે માતા બન્યા બાદ શરીરમાં ફેરફાર થાય છે. ફેશન ડિઝાઈનરના અનુસાર ‘આવા સમયે જો પ્રેગ્નેન્સી પહેલાના જિન્સ અને ટી શર્ટમાં પોતાને ફિટ દેખાવા ઇચ્છશો તો આત્મવિશ્વાસ ઘટી જશે. હાલ તો કમ્ફટેંબલ કપડાં જ પહેરવાં જોઈએ. ફ્લેટ ફૂટવિયર કયારેય આઉટ ઓફ ફેશન થતાં નથી. તેથી હીલ પહેરવી નહિ. ખાસ કરીને જો કોઈ સેલિબ્રિટી કે મોડલ માતા બની હોય તો તેના માટે તેણે બોડી ફીગર જાળવી રાખવું ખૂબ જ મહત્વ ધરાવે છે. યોગ્ય ડાયેટ અને એક્સરસાઇઝ કરવાથી પ્રેગ્નેન્સી અને ડિલિવરી પહેલાનો બોડી શેપ મેળવી શકાય છે.
ડિલિવરી બાદ ફિટ, ટ્રેન્ડી અને ફેશનેબલ દેખાવા માટે ડાયેટ અને કસરતની સાથે ડ્રેસ અપ પણ મહત્વનું છે, જેમ કે જો ડિલિવરીના થોડા સમય બાદ પણ જિન્સનો શોખ છુટતો ન હોય તો તેના વિકલ્પ રૂપે લેગિંગ્સ પહેરી શકો
યોગ્ય ફિટિંગ પર જ ધ્યાન આપો
ફેશન ડિઝાઈનર્સના અનુસાર એવાં આઉટ ફિટ્સ વિશે વિચારો કે જે તમે પ્રેગ્નેન્સી પહેલા પહેરતાં હતાં. પોતાની સાઇઝ ‘એમ’થી ‘એલ’ થઈ ગઈ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય ફિટિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. તમે થોડા મોટા વી નેક ટોપ પહેરી શકો છો, જે પેટથી ઢીલાં હોય, પરંતુ હિપ્સથી ટાઇટ હોય. લેગિંગ્સ પણ એક યોગ્ય વિકલ્પ છે. પાર્ટી કે પ્રસંગમાં જતાં પહેલા પોતાનાં કપડાં, જવેલરી, શૂઝ અને વાળ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
સુંદર અને ટ્રેન્ડી લુક
ડિલિવરી બાદ તમારું ટમી થોડું બહાર નીકળી જાય છે અને સમયની સાથે તે વધતું રહે છે. આવી પરિસ્થિતિમાં તમે થોડા ફ્લોઇ સ્ટફનો કોઈ પણ ડ્રેસ પહેરી શકો છો. તે તમને સુંદર અને ટ્રેન્ડી પણ લાગશે. જો તમે વર્કિંગ વુમન હોવ તો પણ તે બેફિકર પહેરી શકો છો, જે પર્સનાલિટી અને બોડી શેપ પર સુંદર લાગશે. ડિલિવરી બાદ કેટલીક મહિલાઓનો જિન્સનો શોખ જતો નથી હોતો. જોકે તે માટે તેમની પાસે હવે લેગિંગ્સ અને જેગિંગ્સ જેવા વિકલ્પો છે.