Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Agriculture
 

મગફળીમાં ઉધઇનું નિયંત્રણ કરતું આયુર્વેદિક ઔષધ

 
Source: Rasik Patel, Himmatnagar   |   Last Updated 12:09 AM [IST](27/08/2010)
 
 
 
 
 
ખેતીવાડી પાકોમાં મગફળીને રોકડિયો પાક ગણવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અનેક ઠેકાણે ચોમાસુ અને ઉનાળુ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર ખેડૂતો કરે છે ત્યારે તેમાં મગફળીના ઉઘાડા બાદ અનેક કૂમળા છોડ ઉધઇ અને ડોળ (લાંબી સફેદ ઇયળ)ને કારણે સુકાઇ જતાં ખેડૂતને ઉત્પાદન ઓછુ મળે છે. રાસાયણિક દવાઓ છાંટવા છતાં મગફળી પાકે ત્યાં સુધીમાં અનેક છોડ સુકાઇ જાય છે ત્યારે હિંમતનગર નજીકના એક ગામના ખેડૂતે આયુવેર્દિક ઔષધ તૈયાર કરી તેનો અખતરો કરતાં તેમાં સારી સફળતા મળી છે.

આ અંગે હિંમતનગર નજીક રહેતા એક ગામના નાથુભાઇ પટેલ કે જેમની ઉંમર ૬૫ વર્ષની થઇ છે તેઓ માધ્યમિક શાળા સુધી ભણેલા હોવાને કારણે ખેતી અંગે સારુ જ્ઞાન ધરાવે છે. તેઓ મુખ્યત્વે ગોરાળુ અને રેતાળ જમીનમાં મગફળી, કપાસ અને મકાઇનો પાક લે છે. પરંતુ મગફળીના પાકમાં ઉધઇના કારણે ઉત્પાદન ઓછું થતા તેઓ સતત ચિંતિત રહેતા હતા. દરમિયાન તેમણે પોતાની સુઝબુઝનો ઉપયોગ કરીને આસપાસના વિસ્તારમાંથી કેટલાક ફળ અને લીમડાના પાન એકત્ર કરી તેને એક વાસણમાં થોડાક દિવસ રાખ્યા હતા.

ત્યારબાદ તેમણે આ દ્રાવણમાં કેટલુક પાણી ઉમેરીને એક અલગ પ્રકારનું આયુર્વેદિક ઔષધ તૈયાર કર્યું હતું. નાથુભાઇએ આ ઔષધનો ઉપયોગ મગફળીના છોડ પર છંટકાવ કરીને કર્યો હતો. તેમજ તેની અસરકારક્તા તપાસવા માટે તેમણે સદભાવ સૃષ્ટિ સંશોધન પ્રયોગશાળા અમદાવાદ ખાતે મોકલી આપ્યા હતા. તેમજ ઉધઇથી અસરગ્રસ્ત છોડ પર કરવામાં આવેલા અખતરાના નિરીક્ષણ પરથી આ આયુવેદિgક ઔષધ ઉધઇના નાશ માટે ખૂબજ અસરકારક હોવાનું જણાયું છે.

જેથી ખેડૂતોએ પણ તેનો ઉપયોગ કરી ઉધઇના પાકમાં નિયંત્રણ લાવવું જોઇએ. ઉપરાંત કુવારપાઠાનો અર્ક પણ ઉધઇને નિયંત્રીત કરવામાં ખૂબજ ઉપયોગી છે.ખેડૂતો કેટલા ઉધ્યમશીલ અને પાકનું ઉત્પાદન વધુ મેળવવા માટે ચિંતિત છે તેનું વધુ એક ઉદાહરણ પણ પ્રાંતજિ તાલુકાના મજરા ગામના નારણભાઇ વિઠ્ઠલભાઇ પટેલે પુરુ પાડ્યું છે. તેમણે ખેતી કરેલ રિંગણને વધુ ચમકદાર બનાવવા માટે દિવેલનો ઉપયોગ કર્યો છે. તેના ઉપયોગ અંગે તેમણે જણાવ્યું છે કે રિંગણની ખેતી કરતા હોય તો તેમાં જ્યારે છોડને ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારે તેના પહેલા છોડ દીઠ ૧૦ ગ્રામ દિવેલ નદીની રેતીમાં ભેળવી દરેક છોડના થડમાં નાખવામાં આવે તો તેનાથી રિંગણનો ચળકાટ વધે છે .
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.